દેવશાહી સેવા શાળા સમીક્ષા
જુલાઈ ૫થી ઑગસ્ટ ૩૦, ૨૦૧૦ દરમિયાન આપણે શાળામાં જે શીખ્યા એ ફરીથી યાદ કરાવવા નીચે પ્રશ્નો આપ્યા છે. ઑગસ્ટ ૩૦થી શરૂ થતા અઠવાડિયામાં એની ચર્ચા કરવામાં આવશે. સ્કૂલ ઓવરસિયર એ પ્રશ્નોની ૨૦ મિનિટ માટે ચર્ચા કરશે.
૧. સુલેમાને દિલથી કરેલી પ્રાર્થના પર મનન કરવાથી આપણને યહોવાહ વિષે શું જાણવા મળે છે? (૧ રાજા. ૮:૨૨-૫૩) [w૦૫ ૭/૧ પાન ૩૦ ફકરો ૪]
૨. દાઊદે ઘણી ભૂલો કરી હતી છતાં શા માટે કહી શકીએ કે તે યહોવાહના માર્ગ પર “શુદ્ધ હૃદયથી” ચાલ્યા? (૧ રાજા. ૯:૪) [w૯૭ ૫/૧ પાન ૫, ફકરા ૧-૨]
૩. શેબાની રાણીએ સુલેમાન વિષે શા માટે કહ્યું કે ‘ભાગ્યશાળી છે આ તારા સેવકો, જેઓ નિત્ય તારી સંમુખ ઊભા રહીને તારા જ્ઞાનનો લાભ લે છે’? (૧ રાજા. ૧૦:૪-૮) [w૯૯ ૧૧/૧ પાન ૨૦ ફકરા ૫-૭]
૪. યહોવાહે આજ્ઞા આપી કે અબીયાહને છાજતી રીતે દાટવામાં આવે. એનાથી આપણે શું પારખી શકીએ? (૧ રાજા. ૧૪:૧૩) [w૯૫ ૪/૧ પાન ૧૨ ફકરો ૧૧]
૫. ઓબાદ્યાહ કઈ રીતે યહોવાહનો ડર રાખીને ચાલ્યો? (૧ રાજા. ૧૮:૪) [w૦૬ ૧૦/૧ પાન ૨૦ ફકરા ૧૮-૧૯]
૬. એલીયાહે જ્યારે કહ્યું કે “બે મતની વચ્ચે ઢચુપચુ” ના રહો ત્યારે તે શું કહેવા માગતો હતો? (૧ રાજા. ૧૮:૨૧) [w૦૫ ૧૨/૧૫ પાન ૨૪ ફકરા ૨-૩]
૭. એલીયાહનો કિસ્સો બતાવે છે તેમ, યહોવાહ કયા હેતુથી પોતાની શક્તિ વાપરે છે? (૧ રાજા. ૧૯:૧-૧૨) [w૦૦ ૩/૧ પાન ૧૨ ફકરા ૧૨-૧૩]
૮. નાબોથે શા માટે દ્રાક્ષાવાડી વેચવાનો ઇન્કાર કર્યો? એમાંથી આપણે શું બોધપાઠ લઈ શકીએ? (૧ રાજા. ૨૧:૩) [w૯૭ ૮/૧ પાન ૧૩ ફકરા ૧૮-૨૦]
૯. કઈ રીતે શૂનેમની સ્ત્રીએ એલીશા માટે ઘણી “ચિંતા રાખી?” (૨ રાજા. ૪:૧૩) [w૯૭ ૧૦/૧ પાન ૩૦ ફકરા ૬-૮]
૧૦. એલીશાએ કેમ નાઅમાનની ભેટ સ્વીકારી નહિ? (૨ રાજા. ૫:૧૫, ૧૬) [w૦૫ ૮/૧ પાન ૯ ફકરો ૨]