દુન્યવી શિક્ષણ અને ઈશ્વર ભક્તિમાં તમારા ધ્યેયો
૧ નાનપણથી જ જરૂરી શિક્ષણ મેળવીશું તો આપણે સારી રીતે લખતા વાંચતા શીખી શકીશું. ઉપરાંત ભૂગોળ, ઇતિહાસ, ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોનું સામાન્ય જ્ઞાન મેળવી શકીશું. એનાથી તમને સ્પષ્ટ રીતે વિચારવા, વિગતો તપાસવા, કોયડાના ઉકેલ શોધવા અને નવા નવા વિચારો કેળવવા મદદ મળશે. આવું શિક્ષણ તમને જીવનભર કામ આવશે. દુન્યવી શિક્ષણ કઈ રીતે તમને ઈશ્વર ભક્તિના ધ્યેયો સિદ્ધ કરવા તેમ જ, વ્યવહારું “જ્ઞાન અને વિવેકબુદ્ધિ” કેળવવા મદદ કરી શકે?—નીતિ. ૩:૨૧, ૨૨.
૨ શિક્ષણ ઈશ્વરની સેવામાં ઉપયોગી બનશે: જો તમે શાળામાં જતા હો, તો ભણવામાં બરાબર ધ્યાન આપો અને લેશન બરાબર કરો. વાંચવામાં અને અભ્યાસ કરવામાં કુશળ બનવાથી તમે બાઇબલમાંથી સારી રીતે શીખી શકશો. આમ, તમારી શ્રદ્ધા દિવસે દિવસે મજબૂત થશે. (પ્રે.કૃ. ૧૭:૧૧) બધી જ જાણકારી હશે તો તમે પ્રચારમાં મળતા બધા લોકોને, તેમને ગમતા વિષયોને તથા તેમની માન્યતાને સહેલાઈથી સમજી શકશો. શાળાનું શિક્ષણ તમને યહોવાના સંગઠનમાં જવાબદારીઓ ઉઠાવવા મદદ કરશે.—વધુ માહિતી: ૨ તીમો. ૨:૨૧; ૪:૧૧.
૩ પોતાના પગ પર ઊભા રહો: જો તમે મહેનત કરશો તો એવી આવડતો શીખી શકશો, જે તમને શાળાનું શિક્ષણ પૂરું કર્યા પછી રોજી-રોટી કમાવવા મદદ કરશે. (વધુ માહિતી: ૧ તીમોથી ૫:૮) સમજી વિચારીને યોગ્ય વિષયો પસંદ કરો. જે ક્ષેત્રમાં નોકરી મેળવવી અઘરી હોય એ પસંદ કરવાને બદલે એવો કામ-ધંધો શીખો જેથી તમે સહેલાઈથી રોજી રોટી કમાઈ શકો. (નીતિ. ૨૨:૨૯) એમ કરવાથી તમે ઈશ્વર ભક્તિમાં જ્યાં વધારે મદદની જરૂર છે ત્યાં સહેલાઈથી સેવા આપી શકશો.—વધુ માહિતી: પ્રે.કૃ. ૧૮:૧-૪.
૪ શાળામાં લીધેલા શિક્ષણની મદદથી તમે પ્રચારમાં વધારે કરી શકશો. પોતાના પગ પર ઊભા રહેવા ખૂબ જ મહેનત કરો. એનાથી તમે યહોવાની ભક્તિમાં ઘણું કરી શકશો. આમ, ઈશ્વર ભક્તિના ધ્યેયો પૂરાં કરવામાં દુન્યવી શિક્ષણ ઉપયોગી બનશે.