યહોવાના સેવકો તરીકે આપણું જીવન
સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—પ્રચારવિસ્તારમાં બધાને મળીએ
કેમ મહત્ત્વનું: ઝખાર્યા પ્રબોધકે ભાખ્યું હતું કે દરેક ભાષા બોલનારી પ્રજાઓ ખુશખબરને કાન ધરશે. (ઝખા ૮:૨૩) પરંતુ, તેઓને કોણ શીખવશે? (રોમ ૧૦:૧૩-૧૫) લોકોને ખુશખબર જણાવવાનો લહાવો અને જવાબદારી આપણને મળ્યાં છે.—od ૮૪ ¶૧૦-૧૧.
કઈ રીતે કરી શકીએ:
તૈયારી કરો. પ્રચારવિસ્તારમાં શું તમને બીજી ભાષાના લોકો મળે છે? તમે JW લૅંગ્વેજ ઍપની મદદથી સાદી રજૂઆત શીખી શકો. અથવા મોબાઇલ કે ટેબ્લેટનો ઉપયોગ કરીને તમે વ્યક્તિને બતાવી શકો કે, તે કઈ રીતે jw.org પરથી પોતાની ભાષામાં વધુ માહિતી મેળવી શકે
ધ્યાન આપો. જો તમે ઘરેઘરે પ્રચાર કરતા હો, તો ખુશખબર જણાવવાની એક પણ તક ન ગુમાવશો. રસ્તે આવતાં-જતાં અથવા પાર્કિંગમાં રાહ જોતા લોકોને ખુશખબર જણાવી શકાય. જો તમે જાહેરમાં પ્રચારકામ કરતા હો, તો ખુશખબર જણાવવાના કામ પરથી ધ્યાન ફંટાવા ન દેશો
પ્રયત્ન કરતા રહો. જો ઘર બંધ હોય તો ફરીથી મુલાકાત લો. દરેક ઘરે ખુશખબર જણાવવાની કોશિશ કરો, પછી ભલે વ્યક્તિને મળવા માટે બીજા કોઈ સમયે અથવા અઠવાડિયાના બીજા કોઈ દિવસે જવું પડે. અમુક લોકોને ફક્ત પત્ર, ફોન અથવા જાહેરમાં પ્રચાર દ્વારા જ ખુશખબર જણાવી શકાય છે
મુલાકાત ચાલુ રાખો. રસ ધરાવનાર વ્યક્તિની વહેલી તકે મુલાકાત લો. જો એ વ્યક્તિ બીજી ભાષા બોલતી હોય, તો એવા ભાઈ કે બહેન સાથે જાઓ જેમને વ્યક્તિની ભાષા આવડતી હોય. જ્યાં સુધી એ ભાષાના કોઈ પ્રકાશક ન મળે ત્યાં સુધી એમની મુલાકાત લેતા રહો.—od ૯૪ ¶૩૯-૪૦
“પૃથ્વીના છેડા સુધી” ખુશખબર ફેલાવીએ વીડિયો જુઓ અને આ સવાલોના જવાબ આપો:
પ્રચારવિસ્તારના લોકોને મળવા માટે ભાઈ-બહેનોએ કેવી તૈયારી કરી? (૧કો ૯:૨૨, ૨૩)
તેઓએ કેવા પડકારો આંબ્યા?
તેઓને કેવા આશીર્વાદો મળ્યા?
પ્રચારવિસ્તારમાં વધુ લોકોને મળવા માટે તમે કેવા પ્રયત્નો કરી શકો?