સૃષ્ટિથી જાણવા મળે છે કે યહોવા આપણને ખૂબ જ પ્રેમ કરે છે. એટલે ભરોસો રાખી શકીએ કે તેમની સેવામાં મહેનત કરીશું તો તે આપણને ભરપૂર આશીર્વાદો આપશે
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
સૃષ્ટિમાં દેખાય યહોવાનો પ્રેમ
આપણે રોજબરોજનાં કામોમાં વધુ પડતા વ્યસ્ત રહીશું તો કદાચ સૃષ્ટિ પર નજર કરવાનું ચૂકી જઈશું. પણ સૃષ્ટિ પર ધ્યાન આપવાથી આપણે જાણી શકીશું કે યહોવા આપણને કેટલો પ્રેમ કરે છે અને તે તો દયાના સાગર છે. ઈસુ આપણને ઉત્તેજન આપે છે કે આપણે સૃષ્ટિને નિહાળીએ અને એના પર વિચાર કરીએ. એનાથી આપણે જાણી શકીશું કે સૃષ્ટિ આપણને યહોવા વિશે શું શીખવે છે.—માથ ૬:૨૫, ૨૬.
સૃષ્ટિમાં યહોવાનો પ્રેમ દેખાય છે વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:
નીચે આપેલી બાબતોથી આપણને યહોવા વિશે શું શીખવા મળે છે?
પૃથ્વીના તત્ત્વ
પૃથ્વીનું વાતાવરણ
ઘાસ
પ્રાણીઓની રચના
આપણી ઇન્દ્રિયો
આપણું મગજ