શું યહોવાના સાક્ષીઓ બીજા દેશોમાં જઈને સેવા કરે છે?
હા. યહોવાના સાક્ષીઓ ભલે ગમે ત્યાં રહેતા હોય, તેઓના દિલમાં લોકોને ઈશ્વર વિશે શીખવવાની ઊંડી ભાવના રહેલી હોય છે. પોતાની શ્રદ્ધા વિશે બીજાઓને જણાવવું, એ તેઓના જીવનનો એક મહત્ત્વનો ભાગ છે.—માથ્થી ૨૮:૧૯, ૨૦.
એમ કરવા અમુક સાક્ષીઓ બીજા દેશોમાં જઈને સેવા આપે છે. બીજી બાજુ આવો જ ઉત્સાહ અમુક સાક્ષીઓ પોતાના દેશમાં રહીને બતાવે છે. તેઓ પોતાના જ દેશમાં એવી જગ્યાએ જાય છે જ્યાંના લોકોને બાઇબલની ખુશખબર જાણવાનો ક્યારેય મોકો મળ્યો નથી. ઈસુએ કરેલી ભવિષ્યવાણીને દરેક સંજોગોમાં પૂરી કરવામાં તેઓને ખુશી મળે છે. જે કહે છે, “તમે . . . પૃથ્વીના છેડા સુધી મારા સાક્ષી થશો.”—પ્રેરિતોનાં કાર્યો ૧:૮.
૧૯૪૩માં એક ખાસ શાળાની શરૂઆત થઈ. એ શાળામાં સાક્ષીઓને તાલીમ આપવામાં આવે છે, જેથી તેઓ બીજા દેશોમાં જઈને ઈશ્વર વિશે લોકોને જણાવી શકે. એ શાળાનું નામ છે વૉચટાવર બાઇબલ સ્કૂલ ઑફ ગિલયડ. અત્યાર સુધી ૮,૦૦૦થી પણ વધારે સાક્ષીઓએ આ શાળામાંથી તાલીમ લીધી છે.