વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ijwbq લેખ ૧૦૨
  • શું જુગાર રમવો પાપ છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શું જુગાર રમવો પાપ છે?
  • સવાલોના શાસ્ત્રમાંથી જવાબ
  • મથાળાં
  • સરખી માહિતી
  • શાસ્ત્રમાંથી જવાબ
  • શું બાઇબલ જુગાર રમવાની મના કરે છે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
  • જુગાર
    સજાગ બનો!—૨૦૧૫
  • વાચકો તરફથી પ્રશ્નો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
સવાલોના શાસ્ત્રમાંથી જવાબ
ijwbq લેખ ૧૦૨
ટીવી પર લોટરીનાં પરિણામો જણાવવામાં આવી રહ્યાં છે અને જુગાર રમનાર વ્યક્તિ પોતાની લોટરીની ટિકિટ જોઈ રહી છે

શું જુગાર રમવો પાપ છે?

શાસ્ત્રમાંથી જવાબ

જુગાર રમવો કે નહિ એ વિશે બાઇબલમાં વધારે માહિતી આપી નથી. પણ, બાઇબલમાં આપેલા સિદ્ધાંતોથી ખબર પડે છે કે જુગાર રમવો ઈશ્વરની નજરમાં પાપ છે.—એફેસીઓ ૫:૧૭.a

  • લોકો લોભના લીધે જુગાર રમે છે. ઈશ્વર લોભને નફરત કરે છે. (૧ કોરીંથીઓ ૬:૯, ૧૦; એફેસીઓ ૫:૩, ૫) જુગાર રમતા લોકો બીજાઓને નુકસાન પહોંચાડીને પૈસા કમાય છે. પણ બાઇબલ જણાવે છે કે બીજાઓની વસ્તુઓનો લોભ કરવો ખોટું છે.—નિર્ગમન ૨૦:૧૭; રોમનો ૭:૭; ૧૩:૯, ૧૦.

  • થોડા પૈસા માટે પણ જુગાર રમવાથી દિલમાં લાલચ પેદા થઈ શકે છે. પછીથી એનાં બહુ ખરાબ પરિણામો ભોગવવાં પડે છે.—૧ તિમોથી ૬:૯, ૧૦.

  • જુગાર રમતા લોકો મોટાભાગે અંધશ્રદ્ધા કે નસીબ પર ભરોસો કરે છે. પણ ઈશ્વરની નજરમાં એમાં માનવું એ એક રીતે મૂર્તિપૂજા છે. એ ઈશ્વરની ભક્તિનાં ધોરણોની વિરુદ્ધમાં છે.—યશાયા ૬૫:૧૧.

  • બાઇબલમાં નથી જણાવ્યું કે કંઈ પણ કામ કર્યા વગર બધું મેળવી લઈએ. પણ એ આપણને સખત મહેનત કરવાની સલાહ આપે છે. (સભાશિક્ષક ૨:૨૪; એફેસીઓ ૪:૨૮) જેઓ બાઇબલની સલાહ પાળે છે, તેઓ “પોતે કમાઈને ખાય” છે.—૨ થેસ્સાલોનિકીઓ ૩:૧૦, ૧૨.

  • જુગાર રમવાથી હરીફાઈની ખરાબ ભાવના પેદા થઈ શકે છે. બાઇબલમાં જણાવ્યું છે કે હરીફાઈ કરવી નહિ.—ગલાતીઓ ૫:૨૬.

a બાઇબલમાં જુગાર રમવા વિશે ફક્ત એક જ અહેવાલ જોવા મળે છે. એ અહેવાલમાં રોમન સૈનિકોએ ઈસુના કપડાં વહેંચી લેવા માટે “સિક્કા ઉછાળ્યા” હતા.—માથ્થી ૨૭:૩૫, ઈઝી-ટુ-રીડ વર્ઝન; યોહાન ૧૯:૨૩, ૨૪.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો