સમતોલપણાનું દેવનું દાન
“એ તો ફક્ત સામુદ્રિક અસમતોલપણું છે,” મારા મિત્રે મને જણાવ્યું, “અને એ કેટલાક દિવસ રહી શકે.” એ ઓક્ટોબર ૧૯૯૦ હતો, અને મેં કેરેબિયનની સાત દિવસની દરિયાઈ સફરમાંથી હમણાં જ કોરી ભૂમિ પર પગ મૂક્યો હતો. મેં વિચાર્યું હતું કે એ સ્થિતિ થોડાક દિવસનો જ અનુભવ રહેશે છતાં, એ ઘણા મહિના ચાલી. જાણે હું કદી જહાજમાંથી નીચે ઉતર્યો જ નથી. મારી પ્રઘાણ (મગજ-સમતુલા, vestibular) વ્યવસ્થામાં, અર્થાત્ મગજમાં એનાં મધ્યસ્થ જોડાણોવાળા આંતરિક કાન (inner ear)ની અટપટી સમતોલ વ્યવસ્થામાં, કંઈક વાંધો પડ્યો હતો.
એ શું છે? એ કઈ રીતે કાર્ય કરે છે?
તમારા સમતુલન માટે સમન્વયક કેન્દ્ર મગજના પાયામાં જોવા મળે છે જેને મગજનું થડ (brain stem) કહે છે. તમે તંદુરસ્ત હો ત્યારે, તમે તમારું સમતોલપણું જાળવો છો કારણ કે તમારી આંખો, તમારા સ્નાયુઓ, અને તમારી પ્રઘાણ વ્યવસ્થામાંથી અગણિત ધબકારાઓ મેળવવામાં આવે છે.
તમારી આંખો મગજના થડમાં તમારી ચોતરફની પરિસ્થિતિઓ વિષે એકધારાં સંવેદનો પૂરાં પાડે છે. તમારા સ્નાયુઓમાંના સંવેદન સંગ્રાહકો, જેને પ્રોપ્રિઓસેપ્ટર્સ કહે છે, એ તમે જે પ્રકારની સપાટી પર ચાલો છો અથવા સ્પર્ષો છો તે વિષે તમારા મગજમાં માહિતી રેડે છે. પરંતુ એ તો એક આંતરિક માર્ગદર્શક વ્યવસ્થા તરીકે વર્તતી તમારી પ્રઘાણ વ્યવસ્થા છે જે તમારા મગજને જણાવે છે કે તમારું શરીર અવકાશમાં પૃથ્વી અને એના ગુરુત્વાકર્ષણ બળના સંબંધમાં ક્યાં છે.
પ્રઘાણ વ્યવસ્થા પાંચ ભાગની બનેલી છે જે સમતુલન સાથે સંબંધ ધરાવે છેઃ ત્રણ અર્ધવર્તુળાકાર નલિકાઓ અને બે કોથળીઓ. અર્ધવર્તુળાકાર નલિકાને ઉચ્ચતર (ઉપરની) નલિકા, ક્ષિતિજ સમાંતર (પડખેની) નલિકા, અને ઊતરતી (પાછળની) નલિકા કહે છે. બે કોથળીઓને યુટ્રિકલ અને સેક્યુલ કહે છે.
અર્ધવર્તુળાકાર નલિકા એકબીજીને કાટખૂણે આવેલા સ્તરોમાં રહેલી છે, જેમ ઓરડાના ખૂણે ભોંયતળિયું અને દીવાલ મળે છે. આ નલિકાઓ સંયોજિત (ટેમ્પોરલ) હાડકું કહેવાતા ખોપરીના સખત હાડકામાં સંતાયેલી જટિલ રચના બનાવતા માર્ગો છે. આ હાડકાવાળા ગૂંચળામાં બીજું એક ગૂંચળું છે, જેને અંતરત્વચાવાળું ગૂંચળું કહે છે. દરેક અંતરત્વચામય અર્ધવર્તુળાકાર છિદ્રના છેડે, ગાંઠ જેવું હોય છે, જેને એમ્પ્યુલા (ampulla) કહે છે. ત્વચાયુક્ત ગૂંચળાની અંદરની બાજુ એક ખાસ પ્રવાહી હોય છે જેને એન્ડોલીમ્ફ (endolymph) કહે છે. અંતરત્વચાની બહાર, ભિન્ન રાસાયણિક સંયોજનનું બીજું એક પ્રવાહી હોય છે, જેને પેરિલીમ્ફ (perilymph) કહે છે.
એમ્પુલા કહેવાતા છિદ્રના આ સુજેલા ભાગમાં ઝુમખાના રૂપમાં ખાસ વાળના કોષો (hair cell) હોય છે જે ક્યુપ્યુલા (cupula) નામના ચીકણા પદાર્થમાં દટાયેલા હોય છે. તમે તમારું માથું કોઈ પણ દિશામાં ફેરવો ત્યારે, એન્ડોલીમ્ફેટિક પ્રવાહી ખુદ નલિકાઓના હલનચલન કરતાં કંઈક મોડું પડે છે; અને એ માટે પ્રવાહી ક્યુપ્યુલાને તથા એમાં રહેલા વાળના ઝુમખાને વાળે છે. વાળના ઝુમખાનું હલનચલન વાળ કોષનાં વિદ્યુત ગુણધર્મોમાં ફેરફારો લાવે છે, અને ક્રમ પ્રમાણે આ જ્ઞાનતંતુ કોષો મારફત તમારા મગજને સંદેશા મોકલે છે. આ દરેક વાળ કોષોમાંથી સંદેશાઓ જેને અંદર તરફ જતાં (afferent) જ્ઞાનતંતુઓ કહેવામાં આવે છે તે દ્વારા મગજને પહોંચે છે એટલું જ નહિ, પરંતુ જરૂર હોય છે ત્યારે વળતી માહિતી મગજમાંથી બહાર તરફ જતાં (efferent) જ્ઞાનતંતુઓ દ્વારા પાછી વાળ કોષને પહોંચાડવામાં આવે છે.
અર્ધવર્તુળાકાર નલિકાઓ તમારા માથાનું કોઈ પણ દિશામાં કોણીય કે ફરતું હલનચલન પારખે છે, જેમ કે માથાનું આગળ કે પાછળ હાલવું, એક યા બીજી બાજુએ ઢાળવું, કે ડાબે કે જમણે ફેરવવું.
બીજી તર્ફે, યુટ્રિકલ અને સેક્યુલ, આંતરિક પ્રવેગ પારખે છે; એ માટે તેઓ ગુરુત્વાકર્ષણ સંવેદકો કહેવાય છે. તેઓને પણ જેને મેક્યુલા કહે છે તેમાં વાળ કોષો હોય છે. દાખલા તરીકે, સેક્યુલ તમારા મગજને માહિતી મોકલે છે જે તમને તમે એલીવેટરમાં ઊંચા જતા હો ત્યારે પ્રવેગની સંવેદના આપશે. યુટ્રિકલ મુખ્ય પારખનાર છે જે તમે કારમાં મુસાફરી કરી રહ્યા છો અને એકાએક વેગ પકડો છો ત્યારે પ્રત્યુત્તર આપે છે. એ તમને આગળ તરફ કે પાછળ તરફ ધક્કો લાગ્યાની સંવેદના તમારા મગજને પહોંચાડે છે. ત્યાર પછી તમારું મગજ નિર્ણય લેવા માટે આ માહિતી અન્ય ધબકારાઓ સાથે જોડે છે, જેમ કે તમારી દેખીતી ગતિને પ્રત્યુત્તર આપવા તમારી આંખોને તથા તમારા અવયવોને કઈ રીતે ફેરવવા. એ તમને તમારી સ્થિતિ (ઓરીએન્ટેશન) જાળવવા મદદ કરે છે.
એ એક અદ્ભુત વ્યવસ્થા છે જે એના રચયિતા યહોવાહ દેવને આદર આપે છે. અરે સંશોધક વૈજ્ઞાનિકો પણ એની રચનાથી મુગ્ધ થયા વગર રહી શકતા નથી. જીવવિજ્ઞાન અને શારીરિક વિજ્ઞાનના પ્રોફેસર એ. જે. હડ્સપેથએ સાયન્ટિફિક અમેરિકન સામયિકમાં લખ્યું: “તેમ છતાં, વધુ કાર્ય તો ફક્ત જૈવિક સાધનના આ નાના અમથા ટુકડાની સંવેદનશીલતા અને જટિલતા પ્રત્યે આશ્ચર્યની સભાનતાને વધુ સુદૃઢ જ બનાવી શકે.”
પ્રઘાણ વ્યવસ્થાની કામગીરીમાં ખલેલો
મારા કિસ્સામાં મારો આંતરિક-કાનનો કોયડાનું નિદાન ઓટોસ્પોન્જિઓસિસ (otospongiosis) કે ઓટોસ્ક્લેરોસિસ (otosclerosis) તરીકે કરવામાં આવ્યું. આ તે પરિસ્થિતિ છે જ્યાં, વ્યક્તિની પ્રઘાણ વ્યવસ્થાનું હાડકું નરમ અથવા પોચું બને છે. સામાન્યપણે આ હાડકું ઘણું સખત હોય છે, તમારા બાકીના શરીરના હાડકા કરતાં પણ વધારે સખત હોય છે. માનવામાં આવે છે કે, નરમ બનવાની પ્રક્રિયામાં, એન્ઝાઈમ (enzyme) પેદા થાય છે જે આંતરિક કાનના પ્રવાહીમાં ઝરપે છે અને એને રાસાયણિક રીતે ખલેલ પહોંચાડે છે અથવા હકીકતમાં પ્રવાહીને ઝેરી બનાવે છે. તમે ઊભા હો કે શાંત પડી રહ્યા હો છતાં, એનાથી તમને સતત હલનચલનની વિચિત્ર સંવેદના થાય છે.
મને મારા પગો તળેનું ભોંયતળિયું જાણે કે મોજાંની ગતિથી લહેરાતું, એક ફૂટ જેટલું ઊંચુંનીચું થતું લાગ્યું. સૂઈ રહું ત્યારે, મને એવું લાગતું જાણે હું મહાસાગરના એક મીટર ઊંચા મોજાંની વચ્ચે નાના હોડકાના તળિયે સૂતો હોઉં. શારીરિક તકલીફને કારણે કોઈક વાર ચક્કર આવતા હોય તેમ, એ લાગણી આવીને ગઈ નહિ, પરંતુ એ આવીને મારી સાથે મહિનાઓ સુધી દિવસના ૨૪ કલાક રહી. હું ભર ઊંઘમાં પડ્યો ત્યારે જ મને રાહત મળી.
કારણો અને સારવાર
ઓટોસ્પોન્જિઓસિસ/ઓટોસ્ક્લેરોસિસનું કારણ હજુ જાણમાં નથી, જોકે વારસાગત ઘટકનું કોઈક જોડાણ સંડોવાયું હોય શકે. તબીબી વિજ્ઞાનને અભ્યાસ કરવા માટે પરિસ્થિતિ કપરી બની છે કારણ કે એ માનવીઓમાં અજોડ જણાય છે. પશુઓમાં એ જણાતું હોય તો, ભાગ્યે જ જણાય છે. ઓટોસ્પોન્જિઓસિસને લીધે કાનમાં રણકાર વાગી શકે, માથામાં હવા ભરાઈ જવાની લાગણી, માથું હલકું થઈ જવાની લાગણી, સમતોલપણું ન હોવાની લાગણી, અથવા ફેર (ચક્કર) ચઢવાની જુદી જુદી લાગણી થઈ શકે. એવી જ પરિસ્થિતિ મધ્ય કાનમાં આવેલા હાડકાને જડ બનાવી શકે જેનાથી બહેરાશ આવી શકે. ઓટોસ્પોન્જિઓસિસ કાનના પોલાણ સુધી પહોંચે તો, એ જ્ઞાનતંતુની કાર્યવાહીનો નાશ કરીને સાંભળવાની સંવેદનશીલતાને પણ ગુમાવી દઈ શકે.
આ પરિસ્થિતિ માટે સારવાર છે. કેટલીકમાં શસ્ત્રક્રિયા સંડોવાયેલી છે (જુઓ અવેક! જુલાઈ ૮, ૧૯૮૮, પાન ૧૯); અન્યો હાડકાનો ઘસારો રોકવા કેલ્સિયમ અને ફ્લોરાઈડ પૂરકો અજમાવે છે. કેટલીક વાર શર્કરામુક્ત ખોરાક સૂચવવામાં આવે છે કારણ કે આંતરિક કાનને લોહીમાંની શર્કરાની ખૂબ જ ભૂખ ઉપડે છે. હકીકતમાં, આંતરિક કાનને કાર્યરત કરવા મગજની જરૂરિયાત કરતાં ત્રણગણી વધારે શર્કરાની જરૂર પડે છે. તંદુરસ્ત કાન લોહીમાંની શર્કરાની સામાન્ય વધઘટ તદ્દન સારી રીતે હાથ ધરે છે; પરંતુ કાનને એકવાર હાનિ પહોંચ્યા પછી, આ વધઘટ તમને ચક્કર આવવાની લાગણી આપી શકે. એક વખત તમારો આંતરિક કાન બરાબર કામ ન કરે તો, કેફીન અને આલ્કોહોલ પણ નુકસાનકારક હોય એમ લાગી શકે. આ લેખની શરૂઆતમાં જણાવેલી દરિયાની જહાજી મુસાફરીથી તમને ખરેખર કોઈ કોયડો ન થાય તોપણ, શક્યપણે ઉષ્ણતામાન, ભેજ, અને ખાવાની ટેવોમાં ફેરફાર અસમતોલપણું લાવી શકે.
તમારો આંતરિક કાન તમારા માટે સાંભળવા કરતાં વધારે કામ કરે છે. અદ્ભુત અને આશ્ચર્યકારક રીતે, એ તમને તમારું સમતોલપણું જાળવવામાં મદદ કરે છે. એની રચનાએ આપણા બનાવનારની કારીગરી પ્રત્યે આપણને મુગ્ધ કરી દેવા જોઈએ, અને એણે તેમના ઉત્પત્તિકાર્ય માટે આપણી કદર વધુ ગહન બનાવવી જોઈએ.—સ્વૈચ્છાથી આપેલો લેખ. (g96 3/22)
તમારી અદ્ભુત પ્રઘાણ વ્યવસ્થા
ઉચ્ચતર નહેર
અંડાકાર બારી
કાનનું પોલાણ
ટેમ્પોરલ હાડકું
આંતરત્વચાનું ગૂંચળું
એમ્પુલા
સેક્યુલા
ક્રિસ્ટા
ક્ષિતિજ સમાંતર નલિકા
ઊતરતી નલિકા
ગોળાકાર બારી
કાનનું પોલાણ
મેક્યુલા
યુટ્રિકલ
ક્રિસ્ટા
બાહ્ય દૃશ્ય
કોણીય હલનચલન માપે છે
ઊભી ગતિ
પારખનાર
આંતરિક દૃશ્ય
સાંભળવાનો
અવયવ
ક્ષિતિજ
ગતિ પારખનાર