પેલી વાંધાજનક માખો
તમે ધારો છો એ કરતાં વધુ ઉપયોગી?
આપણામાંના મોટા ભાગનાઓ માખને ક્યાં તો એક ઉપાધિ કે સમાજ માટે સીધેસીધો ભય સમજીએ છીએ. પરંતુ જીવવૈજ્ઞાનિકો શોધી કાઢી રહ્યા છે કે, તેઓ ભલે ત્રાસદાયક હોય શકે, છતાં આપણે ધારીએ છીએ એના કરતાં વધારે ઉપયોગી છે.
ઘણી જાતિઓ દિવસનો ઘણો સમય ફૂલોની મુલાકાત લેવા પાછળ પસાર કરે છે, એ જાણે તેઓ માટે ફાસ્ટ-ફૂડ છે જે તેઓને રસ અને પુષ્પપરાગ એમ બંને આપે છે. પુષ્પપરાગમાંથી પોષક તત્વો ચૂસી શકનારી કેટલીક માખો—જે કંઈ નાનુંસૂનું કામ નથી—પોતાનાં ઈંડાં વિકસાવવા આ ભારે શક્તિદાયક ખોરાક પર આધાર રાખે છે.
એક પછી બીજા ફૂલની મુલાકાત લેતી વખતે, માખો અનિવાર્યપણે પુષ્પપરાગના ચીંકણાં દાણાં ઉપાડી લે છે, જે તેઓનાં શરીરોને ચોંટે છે. જીવવૈજ્ઞાનિકોએ કાળજીપૂર્વક તપાસેલી એક માખના શરીર પર પુષ્પપરાગનાં ૧,૨૦૦ દાણાં હતાં! માખોની પુષ્પપરાગીય ભૂમિકા પર વધુ સંશોધન કરવામાં આવ્યું તેમ, વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે કેટલાંક ફૂલ પોતાના બચાવ માટે તેઓ પર આધાર રાખે છે.
નેચરલ હિસ્ટ્રી સામયિક કોલોરાડો, ઉત્તર અમેરિકામાં કરવામાં આવેલા શૃંખલાબંધ પ્રયોગોનું વર્ણન કરે છે. સામાન્ય મસકોઈડ માખ, જે ઘરમાંની માખને મળતી આવે છે, એનો રંગ ચળકતો હોય છે જેથી એ સહેલાયથી જોઈ શકાય. પોતાની રોજિંદી કામગીરી પૂરી કર્યા પછી, સંશોધકોને જાણીને આશ્ચર્ય થયું કે કેટલાંક જંગલી ફૂલો માટે માખો મધમાખી કરતાં વધારે મહત્ત્વની પુષ્પપરાગ પહોંચાડનારી હતી અને બીજું કે મધમાખી કરતાં તેઓનો વ્યાપ વધુ મોટો છે.
માખનું કાર્ય કેટલું મહત્ત્વનું છે? કેટલાંક ફૂલને જાળીથી ઢાંકી દેવામાં આવ્યાં જેથી તેઓની મુલાકાત ન લઈ શકાય. આ ફૂલોએ જરાય બી પેદા ન કર્યા—જેઓને માખોએ પુષ્પપરાગ પહોંચાડ્યા હતા એવા બીજદાર ફૂલો કરતાં સદંતર ભિન્ન. કેટલાક ફૂલ મુખ્યત્ત્વે મધમાખીથી પુષ્પપરાગ મેળવે છે છતાં, જંગલી ફ્લેક્ષ કે જંગલી ગેરાનિયમ જેવી અન્ય જાતિઓના કિસ્સામાં કેટલીક ઊંચાઈ સુધી માખોએ આ કામ ૯૦ ટકા કરતાં વધારે કર્યું હતું.
કેરોલ કર્નસ અને ડેવિડ ઈનોવ, બે સંશોધકોનો નિષ્કર્ષ શું હતો? “કોલોરાડો રોકીઝમાં ઘણાં જંગલી ફૂલો માટે, માખ મધમાખી, પતંગિયા, અને હમિંગબર્ડ કરતાં વધુ છવાય જાય છે . . . આ જંતુઓ વિના, જે મોટા ભાગના લોકોને સહેજ ઘૃણાસ્પદ લાગે છે, મુલાકાતીઓ માટે આલ્પાઈન મેદાનોને આટલા બધા રમણીય બનાવનારાં ઘણાં જંગલી ફૂલો બી પેદા કરવામાં નિષ્ફળ જાત.” એમાં શંકા નથી કે, માખો પણ ઉપયોગી હોય છે! (g96 3/22)