એક “અપધર્મી” પર મુકદ્દમો અને વધ
સજાગ બનો!ના ઇટાલીમાંના ખબરપત્રી તરફથી
એ સૂમસામ અદાલતની એક બાજુ ન્યાયાધીશોની પ્રભાવશાળી બેઠક હતી. સભાપતિની બેઠક કેન્દ્રમાં છે, જેના પર કાળા કપડાની છત્રી છે, એના પર લાકડાનો મોટો ક્રૉસ છે કે જે આખા ઓરડા પર છવાયેલો છે. તેની સામે કેદીને ઊભા રહેવાનું પિંજરું છે.
ઘાતકી કૅથલિક ઈન્ક્વીઝીશનનું વારંવાર આવું વર્ણન કરવામાં આવતું હતું. કમનસીબ પ્રતિવાદીઓ પર લગાવેલો ભયાનક આરોપ “અપધર્મ” હતો, એક એવો શબ્દ જેનાથી યાતના અને લાકડા પર બાળીને મારી નાખવામાં આવેલ દૃષ્યો તાજાં થાય છે. ઈંન્ક્વીઝીશન (લૅટિન ક્રિયા ઈક્વીરો “પૂછપરછ કરવી”માંથી આવે છે) એક ખાસ સ્થાપિત સાંપ્રદાયિક ચર્ચની અદાલત હતી જે અપધર્મ, એટલે કે, રૂઢિવાદી રોમન કૅથલિક શિક્ષણોથી અસંગત મતો અને સિદ્ધાંતોને જડમૂળથી ઉખેડી નાખવા માટે જ બનાવેલી હતી.
કૅથલિક ઉદ્ભવો જણાવે છે કે એને ઘણા તબક્કાઓમાં સ્થાપવામાં આવી હતી. પોપ લુસીએસ ૩જાએ ૧૧૮૪માં વેરોના કાઉન્સિલમાં ઈન્ક્વીઝીશનને સ્થાપિત કરી, અને એના સંગઠન અને કાર્યપદ્ધતિ—કે જે ભયજનક સંસ્થાનું વર્ણન કરવા માટે આવા શબ્દનો ઉપયોગ કરવામાં આવી શકે તો—એને અન્ય પોપ દ્વારા સંપૂર્ણ કરવામાં આવી હતી. ૧૩મી સદીમાં, પોપ ગ્રેગરી નવમાએ યુરોપના જુદા જુદા ભાગોમાં ઈન્ક્વીઝીશન સ્થાપી.
સત્તાધીશ ફર્ડેનાન્ડ અને ઈઝાબેલાની વિનંતીથી પોપ સીકટસ ચોથાએ ૧૪૭૮માં એક ફરમાન સાથે કુખ્યાત સ્પૅનિશ ઈન્ક્વીઝીશનની સ્થાપના કરી. એને મરાનો, એટલે કે એ યહુદીઓનો સામનો કરવા બનાવી જેઓ સતાવણીથી બચવા કૅથલિક થવાનો દાવો કરતા હતા, સાથે મોરીસ્કો, એટલે કે સતાવણીથી બચવા કૅથલિકો બનેલા મુસલમાનોથી બચવા; અને સ્પૅનિશ અપધર્મીઓનો સામનો કરવા સ્થાપવામાં આવી હતી. પોતાના ધર્માંધ ઉત્સાહને કારણે, સ્પેનના પ્રથમ મુખ્ય ઈન્ક્વીઝીટર ટોમાસ ડે ટોરક્વેમાડા, જે એક ડોમિનિકન પાદરી હતો, ઈન્ક્વીઝીશનની અધમ બાબતો માટે પ્રખ્યાત બની ગયો.
૧૫૪૨માં, પોપ પાઊલ ૩જાએ રોમન ઈન્ક્વીઝીશનની સ્થાપના કરી, જેના અધિકારમાં આખુ કૅથલિક જગત આવતું હતું. તેણે છ કારડીનલની એક કેન્દ્રિય અદાલત બનાવી, જેને પવિત્ર રોમન અને યુનિવર્સલ ઈન્ક્વીઝીશનનું મંડળ કહેવામાં આવી, એ એક એવું સ્થાપિત સાંપ્રદાયિક ચર્ચ હતું કે જે “આતંકની સરકાર જેણે આખા રોમને ભયથી ભરી દીધું.” (ડાયઝીઓનારીઓ એન્સાયક્લોપેડિયા ઈટાલીનો) અપધર્મીઓની હત્યાથી એ દેશોમાં આતંક ફેલાઈ ગયો જ્યાં કૅથલિક શાસનનું વર્ચસ્વ હતું.
મુકદ્દમો અને ઓટો-દ-ફે
ઇતિહાસ પુરવાર કરે છે કે જેના પર અપધર્મનો આરોપ હતો તેઓના મોંથી પાપ કબૂલ કરાવવા ઈન્ક્વીઝીટરો તેઓને રિબાવતા હતા. ઈન્ક્વીઝીશનના ગુનાને ઓછો બતાવવાના પ્રયત્નમાં, કૅથલિક વિવેચકોએ લખ્યું કે એ સમયે રિબાવવું, દુન્યવી અદાલતમાં પણ હતું. પરંતુ શું આવી પ્રવૃત્તિ ધાર્મિક સેવકો દ્વારા આપવામાં આવતી યાતનાને વાજબી ગણે છે કે જેઓ ખ્રિસ્તના પ્રતિનિધિ હોવાનો દાવો કરે છે? શું તેઓએ દયા બતાવવી ન જોઈએ જે ખ્રિસ્તે પોતાના શત્રુઓ માટે બતાવી? એને તટસ્થપણે જોવા માટે, આપણે એક સાદા પ્રશ્ન પર વિચાર કરી શકીએ: શું ખ્રિસ્ત તેમનાં શિક્ષણોથી ભિન્ન મત ધરાવનારાઓને યાતના આપતા હતા? ઈસુએ કહ્યું: “તમારા વૈરીઓ પર પ્રેમ કરો, જેઓ તમારો દ્વેષ કરે છે તેઓનું ભલું કરો.”—લુક ૬:૨૭.
ઈન્ક્વીઝીશને કોઈ આરોપીને ન્યાયની બાંહેધરી આપી ન હતી. વાસ્તવમાં, ઈન્ક્વીઝીટર પાસે અમર્યાદિત સત્તા હતી. “વ્યક્તિને પોતાની સમક્ષ બોલાવવા ઈન્ક્વીઝીટર માટે શંકા, દોષારોપણ, ત્યાં સુધી કે અફવા પણ પૂરતી હતી.” (એન્સાયક્લોપેડિયા કાટોલીકા) કાયદા ઇતિહાસકાર, ઇટાલો મેરેયુ દાવા સાથે કહે છે કે કૅથલિક ધર્મગુરુઓના તંત્રએ પોતે રોમનોએ સ્થાપેલ દોષારોપણની વ્યવસ્થાને છોડીને, ન્યાયની ઈન્ક્વીઝીશન વ્યવસ્થાની કલ્પના કરી અને તેને અપનાવી. રૂમી કાયદો માંગ કરતો હતો કે તહોમતદાર પોતે આરોપને સાબિત કરે. કોઈ શંકા હોય તો, કોઈ નિર્દોષને દોષિત ઠરાવવાની ભૂલ કરવા કરતા તેને છોડી દેવા વધુ સારું હતું. કૅથલિક ધર્મગુરુઓના તંત્રએ આ મૂળ સિદ્ધાંતને બદલે એ વિચાર અપનાવ્યો કે દોષના પૂર્વાનુમાનથી શંકા પેદા થાય છે, અને એ પ્રતિવાદીનું કામ છે કે પોતાને નિર્દોષ સાબિત કરે. ફરિયાદી પક્ષના સાક્ષીઓ (માહિતી આપનાર)ના નામ ગુપ્ત રાખવામાં આવતા હતા, અને બચાવપક્ષનો વકીલ હોત, અને જો તે માની લીધેલ અપધર્મીનો મુકદ્દમો સફળતાપૂર્વક લડતો તો તેને બદનામી અને તેની નોકરી જવાનું જોખમ રહેતું. પરિણામે, એન્સાયક્લોપેડિયા કેટોલીકા કબૂલે છે, “આરોપી ખરેખર નિઃસહાય હતા. વકીલ દોષિતને બીજું કંઈ નહીં પણ ફક્ત પાપ કબૂલ કરવાની જ સલાહ આપી શકતો!”
મુકદ્મો ઓટો-દ-ફેમાં પૂરો થતો હતો, એક પોર્ટુગીઝ વક્તવ્ય જેનો અર્થ “વિશ્વાસનું કૃત્ય” થાય છે. એ શું હતું? એ યુગની કલાકૃતિ બતાવે છે કે કમનસીબ આરોપી જેના પર અપધર્મનો આરોપ હતો, તે એક કમકમાટીભર્યા તમાશાનો શિકાર બનતો હતો. ડીઝીઓનારીઓ એક્લેસિઆસ્ટીકો ઓટો-દ-ફેને, તેઓને અપરાધી ઠરાવવાનું વાંચ્યા પછી “દંડિત અને પશ્ચાત્તાપી અપધર્મીઓએ કરેલ પવિત્રીકરણનું જાહેર કૃત્ય” તરીકે વ્યાખ્યા કરે છે.
અપધર્મીઓનો અપરાધ અને વધને થોડા સમય માટે આગળ વધારી દેવામાં આવતો હતો જેથી ઘણા અપધર્મીઓને એક સાથે વર્ષમાં બે વખત કે તેથી વધુ વાર એક ભયાનક તમાશો બનાવી દેવાય. દર્શકોની સામે અપધર્મીઓનું લાંબુ સરઘસ કાઢવામાં આવતું હતું, એમાં દર્શકો કોઈક ભય અને પીડાના આકર્ષણ સાથે ભાગ લેતા હતા. દોષિત અપધર્મીઓને એક મોટા ચોકમાં બનાવેલ ચબૂતરા પર બેસાડવામાં આવતા હતા, અને તેઓની સજા મોટેથી વાંચવામાં આવતી હતી. જેઓ પોતાનો વિશ્વાસ ત્યજતા એટલે કે પોતાના ધર્મના સિદ્ધાંતોનો ત્યાગ કરતા હતા તેઓનો સામાજિક બહિષ્કાર ટળી જતો અને તેઓને અલગ અલગ સજા ફટકારવામાં આવતી, જેમાં ઉંમરકેદનો પણ સમાવેશ થતો. જેઓ પોતાના વિશ્વાસનો ત્યાગ કરતા નહોતા પરંતુ છેલ્લી ઘડીએ એક પાદરી સમક્ષ પાપ કબૂલ કરી લેતા હતા તેઓને ગળું દબાવી, ફાંસી આપી, અથવા શિરચ્છેદ કરી મારી નાખવા, અને ત્યાર પછી બાળી નાખવા દીવાની અધિકારીઓને સોંપી દેવામાં આવતા. જેઓ પશ્ચાત્તાપ કરતા નહોતા તેઓને જીવતા બાળી નાખવામાં આવતા. વધ થોડા સમય પછી, બધાની સામે જાહેર તમાશો કર્યા પછી કરવામાં આવતો.
રોમન ઈન્ક્વીઝીશનની પ્રવૃત્તિ ગુપ્તતાથી ઘેરાયેલી હતી. આજે પણ, તજજ્ઞોને એના દફતરમાંથી માહિતી જોવાની પરવાનગી નથી. તેમ છતાં, ધીરજપૂર્વકના સંશોધનથી રોમન અદાલત મુકદ્દમાના કેટલાક દસ્તાવેજ મળ્યા છે. એઓ શું પ્રગટ કરે છે?
એક પાદરી પર મુકદ્દમો
પીટ્રો કારનેસેચ્ચીનો જન્મ ૧૬મી સદીની શરૂઆતમાં ફ્લોરેન્સમાં થયો, તેણે પોપ ક્લેમેન્ટ સાતમાંના ચોકમાં પોતાના સ્થાપિત સાંપ્રદાયિક ચર્ચમાં ઝડપી પ્રગતિ કરી, જેમણે તેને પોતાનો વ્યક્તિગત સેવક તરીકે નીમ્યો. પરંતુ પોપ મરી ગયા ત્યારે, કેરનેસેચ્ચીની કારકિર્દી ધૂળમાં મળી ગઈ. પછી, તેને વિદ્વાનો અને પાદરીઓની ઓળખાણ થઈ જેઓએ, તેની જેમ, પ્રોટેસ્ટંટ સુધારાઓ દ્વારા શીખવવામાં આવેલ કેટલાક સિદ્ધાંતોનો સ્વીકાર કર્યોં હતો. પરિણામે, તેની પર ત્રણ વખત મુકદ્દમો ચલાવવામાં આવ્યો. તેને મરણ માટે દોષિત ઠરાવીને, તેનો શિરચ્છેદ કરવામાં આવ્યો, અને તેના શરીરને બાળી નાખવામાં આવ્યું.
કેદમાં કારનેસેચ્ચીના એકાંતવાસને ટીકાકારોએ જીવતું મોત કહ્યું. તેનો પ્રતિકાર તોડી પાડવા, તેને રીબાવવામાં આવ્યો અને તેને ભૂખે મારવામાં આવ્યો. સપ્ટેમ્બર ૨૧, ૧૫૬૭માં, રોમમાં બધા કાર્ડીનલોની હાજરીમાં તેનો ભયંકર ઓટો-દ-ફે કરવામાં આવ્યો. કારનેસેચ્ચીની સજા ટોળા સમક્ષ એક ચબૂતરા ઉપર વાંચી સંભળાવવામાં આવી. એ પરંપરાગત ધાર્મિક વિધિ અને દીવાની અદાલતના સભ્યોને પ્રાર્થના દ્વારા સમાપ્ત કરવામાં આવી, કે જેના હાથમાં અપધર્મીને સોંપવાનો હતો, તેને કહેવામાં આવ્યું હતું કે ‘તેને વધુ કઠોરતાથી સજા ન આપે, અને વધુ પડતું લોહી ન વહેવડાવે કે તેનું મૃત્યુ પણ ન નિપજાવે.’ શું એ ઘોર પાખંડ નહોતો? ઈન્ક્વીઝીટર અપધર્મીઓને કાઢી નાખવા માંગતા હતા, પરંતુ એ જ સમયે, ઢોંગ કરીને દુન્યવી સત્તાઓને દયા બતાવવાનું કહેતા હતા, અને એ રીતે રક્તદોષનો ભાર તેઓ પર નાખી દેતા હતા અને પોતાની પ્રતિષ્ઠા બચાવી લેતા હતા. કારનેસેચ્ચીની સજા વાંચ્યા પછી, તેને એક સેનબેનીટો પહેરાવવામાં આવ્યું હતું, એ ટાટનું વસ્ત્ર પશ્ચાત્તાપ કરનાર માટે પીળા રંગ સાથે લાલ ક્રૉસ અને બિનપશ્ચાત્તાપી માટે કાળા રંગ સાથે આગની જ્વાળાઓ અને શેતાન દોરેલા હતા. દસ દિવસ પછી વધ કરવામાં આવતો.
પહેલાં જે પોપનો સેક્રેટરી હતો તેના પર અપધર્મનો આરોપ શા માટે મૂકવામાં આવ્યો? પાછલી સદીના મળી આવેલ તેના મુકદ્દમાની નોંધ બતાવે છે કે તે ૩૪ આરોપોનો દોષી મળી આવ્યો અને એટલા ધર્મસિદ્ધાંતોનો તેણે અસ્વીકાર કર્યો હતો. એમાંનાં કેટલાંક શિક્ષણો હતા-શોધનાગ્નિ, પાદરીઓ અને સાધવીઓનું કુંવારાપણું, પ્રભુભોજનના પ્રતિકોનું ઈસુના દેહ તથા રક્તમાં પરિવર્તન (transubstantiation), પુષ્ટિ (confirmation), પાપની કબૂલાત, અમુક ખોરાક ખાવાની મનાઈ, પાપનું માફીપત્ર (indulgences) અને “સંતો”ને પ્રાર્થનાઓ. આઠમો આરોપ ખાસ કરીને રસપ્રદ હતો. (પાન ૨૭ પરનું બૉક્સ જુઓ.) જેઓ વિશ્વાસના પાયા તરીકે ફક્ત “પવિત્ર શાસ્ત્રવચનોમાં વ્યક્ત કરેલ દેવના શબ્દ”નો જ સ્વીકાર કરતા હતા તેઓને મૃત્યુદંડ આપીને, ઈન્ક્વીઝીશને સ્પષ્ટપણે બતાવ્યું કે કૅથલિક ચર્ચ પવિત્ર બાઇબલને ફક્ત પ્રેરિત ઉદ્ભવ નથી સમજતા. આથી એ નવાઈની બાબત નથી કે ચર્ચના ઘણાં સિદ્ધાંતો શાસ્ત્રવચનો પર નહિ, પરંતુ ચર્ચની પરંપરા પર આધારિત છે.
એક યુવાન વિદ્યાર્થીનો વધ
પોમ્પોનીઓ એલજેરી, જેનો જન્મ ૧૫૩૧માં નેપલ્સની નજીક થયો હતો, તેનું ટૂંકું અને હૃદયસ્પર્ષી જીવન વૃત્તાંત જાણીતું નથી, પરંતુ એ અજાણ્યા ભૂતકાળમાંથી બહાર નીકળી આવ્યું છે, જો કે એ કેટલાક તજજ્ઞોની ખંતીલી ઐતિહાસિક તપાસને આભારી છે. યુનિવર્સિટી ઑફ પેડુઓમાં અભ્યાસ કરતો હતો ત્યારે યુરોપના જુદા જુદા ભાગોમાંથી આવેલા શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથેની મુલાકાતથી, એલજેરીનો પરિચય કહેવાતા અપધર્મીઓ અને પ્રોટેસ્ટંટ સુધારાવાદી સિદ્ધાંતો સાથે થયો હતો. શાસ્ત્રવચનોમાં તેનો રસ વધ્યો.
તે એવું માનવા લાગ્યો કે ફક્ત બાઇબલ જ પ્રેરિત છે, અને પરિણામે, તેણે કેટલાક કૅથલિક સિદ્ધાંતોને નકાર્યા, જેવા કે પાપની કબૂલાત, પુષ્ટિ, શોધનાગ્નિ, પ્રભુભોજનના પ્રતિકોનું ઈસુના દેહ તથા રક્તમાં પરિવર્તન, અને “સંતો”ની મધ્યસ્થી, તથા પોપ ખ્રિસ્તનો પ્રતિનિધી છે એ શિક્ષણ પણ નકાર્યું.
એલજેરીને પકડી લેવામાં આવ્યો અને પેડુઆમાં ઈન્ક્વીઝીશન દ્વારા તેની પર મુકદ્દમો ચલાવવામાં આવ્યો. તેણે પોતાના ઈન્ક્વીઝીટરને કહ્યું: “હું સ્વેચ્છાથી કેદમાં પાછો જવા માંગુ છું, જો દેવની એ જ ઇચ્છા હોય તો હું મૃત્યુ માટે પણ તૈયાર છું. પોતાના ગૌરવ દ્વારા, દેવ દરેકને વધુ પ્રકાશ આપશે. હું દરેક યાતનાને ખુશીથી સહન કરીશ કારણ કે ખ્રિસ્ત, દુઃખી વ્યક્તિના સંપૂર્ણ દિલાસો આપનાર, જે મારો પ્રકાશ અને સાચી જ્યોતિ છે, તે સર્વ અંધકારને દૂર કરી શકે છે.” ત્યાર પછી, રોમન ઈન્ક્વીઝીશને તેનો પ્રત્યાર્પણ મેળવી લીધો અને તેને મૃત્યુદંડ આપ્યો.
અલજેરીનું મૃત્યુ થયું ત્યારે તે ૨૫ વર્ષનો હતો. જે દિવસે તેને રોમમાં મારી નાખવામાં આવ્યો, તેણે પાપ કબૂલ કરવા અને કૉમુનિયો લેવાની ના પાડી હતી. તેના વધનું સાધન સામાન્ય કરતાં વધુ ક્રૂર હતું. તેને લાકડાના ભારાઓ સાથે બાળવામાં ન આવ્યો. એને બદલે, જ્વાલાગ્રહી વસ્તુઓ—તેલ, ડામર, અને રાળ—થી ભરેલી એક મોટી દેગ ચબૂતરા પર ટોળાઓ સમક્ષ રાખવામાં આવી, જ્યાં બધા જોઈ શકે. પછી એ યુવાનને બાંધીને એ દેગમાં નાખી દેવામાં આવ્યો, અને તેને સળગાવવામાં આવી. તે ધીમેધીમે જીવતો બળી ગયો.
ગંભીર દોષનું એક બીજું કારણ
કારનેસેચ્ચી, અલજેરી, અને અન્યો કે જેને ઈન્ક્વીઝીશને મારી નાખ્યા હતા, તેઓને શાસ્ત્રવચનોની પૂરતી સમજણ નહોતી. જ્ઞાને આગળ વધીને આ વસ્તુવ્યવસ્થાની સમાપ્તિના આ “અંતના સમય” દરમિયાન ‘વધવાનું’ હતું. તોપણ, તેઓ દેવના શબ્દમાંથી જેટલું ‘સાચું જ્ઞાન’ જાણી શક્યા હતા, એના માટે મરવા પણ તૈયાર હતા.—દાનીયેલ ૧૨:૪.
પ્રોટેસ્ટંટોએ પણ, તેઓના કેટલાક સુધારવાદીઓ સમેત, અસહમતવાદીઓને થાંભલા પર તેઓને બાળી દઈને તેઓને દૂર કર્યા અથવા સરકારી અધિકારીઓની મદદથી કૅથલિકોને મારી નંખાવ્યા. દાખલા તરીકે, કૅલ્વીનને અપધર્મીઓનો શિરચ્છેદ કરવાનું વધુ ગમતું હતું છતાં, તેણે મિખાયેલ સરવેટુસને તેને ત્રૈક્ય વિરોધી અપધર્મી તરીકે જીવતો સળગાવી દીધો.
હકીકત એ છે કે કૅથલિક અને પ્રોટેસ્ટંટ પણ અપધર્મીઓની સતાવણી કરતા અને તેઓનો વધ કરતા, કોઈ પણ બાબત એ કાર્યોને યોગ્ય નહોતી ઠરાવતી. પરંતુ ધાર્મિક આગેવાનોની જવાબદારી એથી વધુ ગંભીર છે—કારણ કે તેઓએ આ હત્યાઓને શાસ્ત્રવચનો દ્વારા યોગ્ય ઠરાવવાનો પ્રયત્ન કર્યો અને પછી એવો ઢોંગ કર્યોં કે જાણે દેવે તેમને એવું કરવાનો હુકમ આપ્યો હોય. શું એ દેવના નામ પર નિંદા નથી લાવતું? કેટલાક વિદ્વાનો દાવા સાથે કહે છે કે પ્રખ્યાત કૅથલિક “ચર્ચ ફાધર” ઑગસ્ટીન પહેલો વ્યક્તિ હતો કે જેણે “ધાર્મિક” દબાણના સિદ્ધાંત, એટલે કે, અપધર્મનો સામનો કરવા બળજબરીનો ઉપયોગ કર્યો. એ આચરણને વાજબી પુરવાર કરવા બાઇબલનો ઉપયોગ કરવાના પ્રયાસમાં, તેણે લુક ૧૪:૨૩માં મળી આવતા બોધવાર્તાના ઈસુના શબ્દો ટાંક્યા: ‘તેઓને ફરજ પાડીને તેડી લાવ.’ સ્પષ્ટરીતે, ઑગસ્ટીન દ્વારા, અવળો અર્થ કરેલ આ શબ્દો, ઉદાર પરોણાગત દર્શાવે છે, ક્રૂર બળજબરી નહિ.
એ નોંધપાત્ર છે કે ઈન્ક્વીઝીશન સક્રિય હતુ એ સમયે પણ, ધાર્મિક સહિષ્ણુતાના ટેકેદારોએ ઘઉં અને કડવા દાણાના દૃષ્ટાંતનો ઉલ્લેખ કરીને અપધર્મીઓની સતાવણીનો વિરોધ કર્યો. (માત્થી ૧૩:૨૪-૩૦, ૩૬-૪૩) તેઓમાંનો એક રોટરડેમનો ડેસીડરીઅસ ઈરાસમુસ હતો, જેણે કહ્યું કે દેવ ખેતરનો માલિક ઇચ્છે છે કે અપધર્મીઓ એટલે કડવા દાણા પ્રત્યે સહિષ્ણુતા બતાવવામાં આવે. બીજી તર્ફે, માર્ટીન લુથરે, ખેડૂત અસહમતવાદીઓ વિરુદ્ધ હિંસા ઉશ્કેરી, અને લગભગ ૧,૦૦,૦૦૦ માર્યા ગયા.
ખ્રિસ્તીરાષ્ટ્રોની ગંભીર જવાબદારીનો સ્વીકાર કરીને જેઓએ કહેવાતા અપધર્મીઓની સતાવણીને પ્રોત્સાહન આપ્યું છે, આપણે શું કરવા પ્રેરાવવું જોઈએ? નિશ્ચે આપણે દેવના શબ્દના સાચા જ્ઞાન માટે શોધ કરવાનું ઇચ્છવું જોઈએ. ઈસુએ કહ્યું કે સાચા ખ્રિસ્તીઓનું ચિહ્ન, દેવ અને પડોશી પ્રત્યેનો પ્રેમ હશે—એવો પ્રેમ કે જેમાં દેખીતી રીતે હિંસા માટે કોઈ સ્થાન નથી.—માત્થી ૨૨:૩૭-૪૦; યોહાન ૧૩:૩૪, ૩૫; ૧૭:૩.
[Caption on page ૨૪]
The Complete Encyclopedia of Illustration/J. G. Heck
[Caption on page ૨૭]
કારનેસેચ્ચી પર લગાડેલા કેટલાક દોષ જેનો તેને દોષિત ગણવામાં આવ્યો
૮. “[તમે દાવો કર્યો છે] કે પવિત્ર શાસ્ત્રવચનમાં વ્યક્ત કરેલ દેવના શબ્દને છોડીને કોઈ બીજી બાબત માનવી જોઈએ નહિ.”
૧૨. “[તમે માન્યુ છે] કે સંસ્કારને લગતું પાપનું પ્રાયશ્ચિત્ત ડી જુરે ડીવીનો [દૈવી નિયમ અનુસાર] નથી, એ ખ્રિસ્ત દ્વારા સ્થાપવામાં આવેલ નહોતું કે શાસ્ત્રવચનો દ્વારા પુરવાર કરેલ નહોતું, દેવના પોતાની સમક્ષ પાપનું પ્રાયશ્ચિત્ત કરવાને બદલે બીજા કોઈ પ્રકારના પાપનું પ્રાયશ્ચિત્ત જરૂરી નથી.”
૧૫. “તમે શોધનાગ્નિ પર શંકા કરી છે.”
૧૬. “તમે મક્કાબીઓના પુસ્તકને, જેમાં મૃત્યુ પામેલાઓ માટે પ્રાર્થનાઓ છે, એને બનાવટી માન્યુ છે.”