વિશ્વ નિહાળતા
લગ્ન ઘટી રહ્યાં છે.
“લગ્નને આપણે એક સમાજ તરીકે અદૃષ્ય થતું જોઈએ છીએ,” આંકડાકીય કૅનેડામાં ચાલુ જનસંખ્યાને લગતા વિશ્લેષણના પ્રમુખ જીન ડુમાસ કહે છે. ધ ટોરોન્ટો સ્ટાર અનુસાર, કૅનેડામાં લગ્ન દરો ઘટી રહ્યા છે, ખાસ કરીને ક્યૂબેકમાં. અહેવાલ કહે છે કે પોતાનાં માબાપનાં લગ્નોની સારી છાપ ન હોવાને કારણે, કેટલાક લોકો લગ્ન બંધનમાં જોડાતા અચકાય છે. ૨૫ વર્ષના સમયગાળામાં જે વિગતો એકઠી કરવામાં આવી એ દર્શાવે છે કે ૧૯૬૯માં લગ્ન કરેલ યુગલોમાંથી ૩૦ ટકા ૧૯૯૩માં સાથે નહોતા. આંકડાઓ એ પણ બતાવે છે કે તાજેતરમાં જ લગ્ન કરેલ યુગલો છૂટાછેડા લે છે. ૧૯૯૩માં કૅનેડામાં થયેલ સર્વ છૂટાછેડાના એક તૃત્યાંસ ભાગનાં યુગલો એવાં હતાં જેઓ પાંચ વર્ષ કરતાં ઓછા લગ્ન ગાળાને સમાવતા હતા, ૧૯૮૦માં આવાં યુગલોનો આંકડો એક ચતુર્થાંસ હતો. યુનિવર્સીટી ઑફ ગુલ્ફ, ઓનટારીયોમાં લગ્ન અને કુટુંબ-કલ્યાણ કેન્દ્રના નિર્દેશક, મારશાલ ફીને અવલોક્યું: “એ યુવાન લોકો માટે ઘણુ સલામત જગત જણાતું નથી.”
ખોરાક કૅન્સરના જોખમને ઘટાડે છે
એક દિવસમાં ઓછામાં ઓછા પાંચવાર ફળો અને શાકભાજી ખાવાથી વ્યક્તિનાં ફેફસા, આંતરડા, પેટ, અને બીજાં પ્રકારનાં કૅન્સરનું જોખમ ઘટાડે છે, ધ વોલ સ્ટ્રીટ જરનલ અહેવાલ આપે છે. ઓછામાં ઓછા ૧૭ દેશોમાં ૨૦૦ કરતાં વધુ અભ્યાસ કર્યા પછી, એના લાભ વિષે જણાવે છે એ જ એનો “શક્તિશાળી પુરાવો” છે. જરૂરી નથી કે પ્રમાણ વધુ હોય. યુ.એસ. નૅશનલ કૅન્સર ઇન્સ્ટિટ્યૂટ કાર્યક્રમ અનુસાર, યોગ્ય માત્રામાં એને સમાવે છે: “ફળનો એક મધ્યમ ટુકડો, પ્યાલાનો ત્રણ-ચતુર્થાંસ ભાગ રસ, અડધો પ્યાલો રાંધેલાં શાકભાજી, સલાડમાં એક પ્યાલો તાજા લીલા શાકભાજી, અથવા પ્યાલાનો એક ચતુર્થાંસ ભાગ સૂકો મેવો.” ઇન્સ્ટિટ્યૂટે છેલ્લા પાંચ વર્ષથી આવા ખોરાકને પ્રોત્સાહન આપ્યું છે, પરંતુ હાલમાં યુનાઈટેડ સ્ટેટ્સમાં, ૩માંથી ૧ પુખ્ત અને ૫માંથી ૧ બાળક આ માર્ગદર્શનને અનુસરે છે. તૈયાર ખોરાક ખાવાની ઇચ્છા આ ખોરાકને સ્વીકારવામાં પાછું પાડે છે. ધ વોલ સ્ટ્રીટ જરનલ નોંધે છે: “તળેલા બટાકા અને ચટણી બે શાકભાજીની બરોબર નથી.”
ઊંઘ-વંચિત તરુણો
ઑસ્ટ્રેલિયા અને યુનાઇટેડ સ્ટેટ્સમાં કેટલાક ઊંઘ નિષ્ણાતોનું માનવું છે કે તરુણવયનાઓ શા માટે સવારે પલંગ પર જ રહેવા માંગે છે એનું કારણ ફક્ત ટીવી, બળવો, અથવા આળસુપણું કરતાં બીજું પણ કંઈક હોઈ શકે, એમ એશિયાવીક સામયિક અહેવાલ આપે છે. ઑસ્ટ્રેલિયન ઊંઘ વિશેષજ્ઞ ડૉ. સ્ક્રીસ સેટોન કહે છે કે અંતઃસ્ત્રાવના ફેરફારો અને વિકાસ થવાને (growth spurts) કારણે ઘણા તરુણો વધુ સૂવા તરફ ઢળે છે. નવ વર્ષની ઉંમરની શરૂઆતથી, બાળકોની ઊંઘની જરૂરિયાત વધી જાય છે. તેમ છતાં, ૧૭થી ૧૯ વર્ષની ઉંમરના ૩૦૦૦ યુ.એસ. વિદ્યાર્થીઓના સર્વેક્ષણમાં, ૮૫ ટકા પૂરતી ઊંઘ કરતાં ઓછી મેળવતા હતા. ધ ન્યૂયૉર્ક ટાઈમ્સ અહેવાલ આપે છે કે એને પરિણામે વિદ્યાર્થીઓ વહેલી સવારના વર્ગોમાં સુસ્તી માટે સતત લડતા હોય છે. કોરનેલ યુનિવર્સીટીના પ્રાધ્યાપક જેમ્સ બી. માસ ટીકા આપે છે, “અમારી પાસે બાળકો છે, એ એટલા ઊંઘ-વંચીત છે કે, તેઓ મોટે ભાગે જાણે કે નસામાં હોય તેવા છે.” નિષ્ણાતો માને છે કે તરુણોને રાત્રે ઓછામાં ઓછી સાડા આઠ કલાકની ઊંઘ મળવી જોઈએ.
સ્થિર વસ્તી?
વીયેનામાં, ઇન્ટરનૅશનલ ઇન્ટીટ્યૂટ ફૉર એપ્લાઈડ સીસ્ટમ્સ એનાલીસીસ (IIASA) અનુસાર, હાલની જગતની વસ્તી બેવડી થવાની બહુ શક્યતા નથી. તેઓનું અનુમાન છે કે વસ્તી “૨૦૫૦ સુધી અત્યારના ૫.૭૫ અબજથી વધીને ૧૦ અબજ થઈ જશે, ૨૦૭૫ સુધી લગભગ ૧૧ અબજના શિખર સુધી પહોંચી જશે, અને ૨૧૦૦ની આસપાસ સ્થિર રહેશે અથવા કદાચ થોડી ઘટશે,” ન્યૂ સાયંટિસ્ટ કહે છે. IIASA અનુસાર, ૬૪ ટકા શક્યતા છે કે આપણી વર્તમાન ગોળાવ્યાપી વસ્તી બેવડી નહીં થાય. તેઓના આંકડાઓ બતાવે છે કે ૧૯૯૫માં જગતના દરેક ક્ષેત્રમાં પ્રજનન દર ઘટી રહેલો જણાય છે.
બૅટરી-વગરનો રેડિયો
આફ્રિકાના ઘણા ગ્રામીણ ભાગોમાં વિજળીની ઉણપ અને બૅટરીઓ પ્રાપ્ય ન હોવાના કારણોનો સામનો કરવા, દક્ષિણ આફ્રિકામાં, કેપ ટાઉન નજીક એક નાનું કારખાનું સુવાહ્ય (portable) રેડિયો બનાવી રહ્યું છે જેમાં હસ્થ-ચલિત જનરેટર લગાવેલું છે. “હેન્ડલને બે-ત્રણ વાર જોરથી ફેરવો,” ધ ન્યૂયૉર્ક ટાઈમ્સ અહેવાલ આપે છે, અને એ “અડધો કલાક ચાલે છે.” નાસ્તાના ડબાના જેટલું કદ અને ૩ કિલોનું વજન હોવા છતાં, એ નવું મોડલ ચોક્કસ સફળ થશે એમ જણાય છે. કારખાનાના મારકેટીંગ સંચાલનના પ્રમુખ, સીયાન્ગા માલુમા અનુસાર, રેડિયોને દિવસમાં પાંચથી દશ કલાક સુધી વગાડવામાં આવે તો, એ ત્રણ વર્ષમાં $૫૦૦ થી $૧૦૦૦ સુધીનો બૅટરી ખર્ચ બચાવશે. સાયકલ અને મોટરસાયકલ સાથે, “રેડિયો આફ્રિકાના દરજ્જામાંની ત્રણ મોટી નિશાનીઓમાંની એક છે,” માલુમા જણાવે છે. “કોઈ ભુલ ન કરો,” તે જાહેર કરે છે. એક રેડિયોના માલિક હોવાના આધાર પર જ, “તમે પત્ની મેળવી શકો છો.”
ઘાતક વરસાદ
સ્વીડિશ વૈજ્ઞાનિક ડૉ એડ્રીઅન ફ્રાન્ક અનુસાર, તેજાબ વર્ષાએ આડકતરી રીતે ઘણાં સ્કેનડિનેવિઅન હરણોનું મૃત્યુ નિપજાવ્યું છે. તેજાબ વર્ષાની અસરોને નાબૂદ કરવા માટે, મેદાનો અને તળાવોમાં ચૂનો નાખવામાં આવી રહ્યો છે. તેમ છતાં, ચૂનાયુક્ત જમીનમાં ઉગતા છોડોમાં અમુક તત્ત્વોના સ્તરમાં વધારો જોવા મળે છે, ખાસ કરીને મૉલિબ્ડીનમના. તેથી હરણો વધુ પડતું મૉલિબ્ડીનમ ચૂસી લે છે ત્યારે, એ તાંબાની જીવલેણ ખામી પેદા કરે છે જે પ્રાણીઓની રોગપ્રતિકારક વ્યવસ્થા પર ગંભીર અસર કરે છે. તેજાબ વર્ષાના એક વધુ પરિણામ તરીકે, સ્વીડનના ૪૦૦૦થી વધુ સરોવરોમાં માછલીઓ જીવતી રહી શકતી નથી અને નૉર્વેમાં માછલીની સંખ્યા પહેલાં કરતા અડધી થઈ ગઈ છે. લંડનનું ધ સન્ડે ટેલેગ્રાફ નોંધે છે કે બ્રિટીશ સરકાર બગાડના ઉદ્ભવને નિયંત્રિત કરવા માટે પોતાનાં વિજળી મથકોથી ગંધકનો ફેલાવો ઘટાડી રહ્યું છે, તેજાબ વર્ષાની બાકી રહેલી અસરો ઘણાં વર્ષો સુધી રહી શકે છે.
આફ્રિકી હાથીઓને તાલીમ આપવી
સદીઓથી એશિયન હાથીઓનો ઉપયોગ શ્રમ કરતા પ્રાણીઓ તરીકે કરવામાં આવ્યો છે. તેમ છતાં, તેઓની મોટી આફ્રિકી જાતિને પાલતું બનાવવા માટે આક્રમણાત્મક માનવામાં આવે છે. પરંતુ ઓછામાં ઓછા એક અખતરાએ પ્રત્યક્ષ સફળતાનો આનંદ માણ્યો છે. ઝિમ્બાબ્વેની ઇમીરે વન્યપ્રાણીઓ અરક્ષિત ક્ષેત્રમાં રાખવાથી આફ્રિકી હાથીઓને ખેતરોને ખેડવા અને વનપાલોથી પહોંચી ન શકાય એવાં ક્ષેત્રોમાં લઈ જવા ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઉપયોગ કરવામાં આવેલી તાલીમની એ રીતને “પ્રેમ અને બદલો” કહેવામાં આવે છે. એક આફ્રિકી સમાચારપત્રના રીપોર્ટરે ન્યાશા નામના હાથીને, મૂચેમવા નામના એની પીઠ પર બેઠેલા મજદૂર સાથે, ખેતરને ખેડતો જોયો. “પ્રસંગોપાત્ત,” રિપોર્ટરે સમજાવ્યું, “તે પોતાની સૂંઢ ઊંચી કરતો અને મૂચેમવા પશુ માટેનો ઉચ્ચ પ્રોટીનયુકત ખોરાકનો એક ટુકડો એમાં મૂકી દેતો.” અહેવાલે કહેવાનું ચાલુ રાખ્યું: “ઈમીરામાં ન્યાશા અને બીજા છ તાલીમ પામેલા હાથીઓનો ફરીના વરસાદ પહેલાં મકાઈ જેવાં ધાન્ય ઉગાવવા ખેતરોને તૈયાર કરવામાં ઉપયોગ થશે, કે જે એઓને અને ફાર્મના બીજાં પ્રાણીઓને ખવડાવવા માટે ઉપયોગમાં લેવાશે.”
જીવલેણ રોમાંચ
બન્ગી જંપીગ, ફ્રી ક્લાઈબીંગ, સ્કાઈડાયવીંગ, બેઝ જંપીંગ—રોમાંચક રમતગમત—ફ્રાંસમાં ફેશન બની ગઈ છે. પૅરિસના સમાચારપત્ર લે મોન્ડેએ કેટલાંક નિષ્ણાતોને પૂછ્યું કે શા માટે રોમાંચક રમત-ગમત ફ્રાંસમાં વધુ લોકપ્રિય બની છે. રમત-ગમતમાં નવીનીકરણ માટેના અભ્યાસ કેન્દ્રના નિર્દેશક એલન લોરેટે, એક કારણ આપ્યું કે પરંપરાગત રમતમાં, એના કેટલાક નિયમો, શિષ્ત અને તાલીમ જરૂરી છે, જેનો આજના યુવાનોના મૂલ્યો સાથે મેળ બેસતો નથી, તેઓ શિષ્ત માટેની જરૂર કરતાં સ્વતંત્રતા અને મઝાને વધુ મહત્ત્વ આપે છે. ડેવીડ લે બ્રેટોન, ફ્રાંસ સમાજશાત્રી અનુસાર, “ઉચ્ચ-જોખમી રમતગમતોની વધતી લોકપ્રિયતા નૈતિક મૂલ્યોના પતનનું પ્રતિબિંબ છે. ખરેખર, હવે આપણને સાચે જ ખબર પણ નથી કે આપણે શા માટે જીવી રહ્યા છીએ. આપણો સમાજ આપણને કહેતો નથી કે જીવન જીવવા યોગ્ય છે. તેથી, રોમાંચને ઇચ્છવો . . . જીવનને અર્થપૂર્ણ બનાવવાના રસ્તા તરીકે સમજી શકાય.” તેમ છતાં, વધુને વધુ યુવાનો પોતાનાં જીવનોને જોખમમાં મૂકે છે અને તેને ખોઈ દે છે.
બાળકોનાં લશ્કરો
માનચેસ્ટરના ગારડીઅન વીકલીમાં, ઇંગ્લૅંડના અહેવાલ અને ૨૬ દેશોમાં કરેલ સંશોધન અનુસાર, અઢી લાખ બાળકો, કેટલાંકની ઊંમર તો ફક્ત સાત વર્ષની જ છે, આખા જગત ફરતે લશ્કરીય દળમાં સેવા કરી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના અભ્યાસના બે વર્ષના ભાગનો અહેવાલ દર્શાવે છે કે બાળ સૈનિકો પર પાશવતા આચરવામાં આવી છે, વારંવાર તેઓને પોતાના સગાઓની યાતના અને મરણના સાક્ષી બનવા વારંવાર દબાણ દ્વારા કરવામાં આવે છે. ત્યાર પછી, તેઓનો સંહારકો, ખૂનીઓ અને જાસૂસ કરનાર તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. એક દેશમાં, “મોટા ભાગના બાળ સૈનિકોને હુકમ આપવામાં આવ્યો કે નાસી જવાનો પ્રયત્ન કરનાર બાળકો કે પુખ્ત વયનાઓને યાતના આપે, અપંગ કરે અથવા મારી નાખે.” બાળકોને, વારંવાર લડાઈ પહેલાં કેફી પદાર્થ અથવા કેફીદ્વવ્ય આપવામાં આવતું, તેઓ લડાઈમાં એવી રીતે ધસતા જોવા મળતા જાણે કે “અમર અથવા અભેદ્ય હોય.”
મચ્છરો માટે નહિ
જીવજંતુ મારક, ઈલેક્ટ્રોનિક યંત્રો બારણાની બહાર લટકતા હોય છે કે જે રાત્રે જીવજંતુને આકર્ષીને અવાજ સાથે તેનો નાસ કરે છે એ હવે મચ્છરો પર કામ નથી લાગતા. “હકીકતમાં આ યંત્રો કંઈ કામના નથી,” જંતુશાસ્ત્રના પ્રાધ્યાપક, જ્યોર્જ બી. ક્રેઈઝ કહે છે. મોટા ભાગે મચ્છરો પ્રકાશથી આકર્ષાતા નથી અને જ્યારે તે ખોરાક શોધે છે ત્યારે, માદા—જે બચકું ભરવાનું કામ કરે છે—એ એમોનિયા, કારબન ડાયોકસાઈડ, ગરમી અને ત્વચાના બીજા ઉત્સર્જનો શોધે છે કે જે આ મચ્છર મારક નથી આપતા. એ ન મળતા, તેઓ ત્યાંથી ઉડી જાય છે. એના સિવાય, મારકોથી મચ્છરોને મારી નાખવાનો પ્રયત્ન કરવો એ “ચમચીથી દરિયાને સાફ કરવા બરાબર છે,” ડૉ. ક્રેઈઝ કહે છે. એક માદા મચ્છર ગરમીઓના થોડા મહિનાઓમાં જ ૬૦,૦૦૦ માદા વંશજોને પેદા કરી શકે. ત્રણ મહિનાના અભ્યાસે બતાવ્યું કે સરેરાશ રાત્રીએ, એક મારક દ્વારા મારેલ જીવજંતુઓના ફક્ત ૩ જ ટકા માંદા મચ્છરો હતા. ક્રેઈઝ કહે છે, મારકો, “ગૃહ-મનોરંજન વિભાગમાં વેચાવા જોઈએ, બગીચામાં નહીં.”