વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g97 ૯/૮ પાન ૩૧
  • જંગલી પશુનાં બગાસાં

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જંગલી પશુનાં બગાસાં
  • સજાગ બનો!—૧૯૯૭
  • સરખી માહિતી
  • વિશ્વ પર નજર
    સજાગ બનો!—૨૦૦૩
  • સહિષ્ણુતા એક હદથી બીજી હદ સુધી
    સજાગ બનો!—૧૯૯૭
  • સિંહ
    સજાગ બનો!—૧૯૯૯
સજાગ બનો!—૧૯૯૭
g97 ૯/૮ પાન ૩૧

જંગલી પશુનાં બગાસાં

કોઈક જાહેરમાં બગાસું ખાય છે ત્યારે, લોકો વિચારી શકે કે તે અવિવેકી છે​—⁠અથવા અત્યંત કંટાળી ગયો છે. શિષ્ટાચારનો નિયમ છે તેમ છતાં પણ, વાસ્તવમાં બગાસું અમુક અંશે ઉપયોગી હેતુ પૂરો પાડે છે. બગાસું ખાવું એ અનિચ્છિત કાર્ય છે. સામાન્ય રીતે આપણે સાંજે દિવસની પ્રવૃત્તિઓથી થાકી જઈએ છીએ ત્યારે કે સવારે આપણે ઊઠીએ છીએ ત્યારે બગાસાં ખાઈએ છીએ. ઊંડું બગાસું આપણને વધારે ઑક્સિજન પૂરું પાડવાનું કામ કરે છે અને ક્ષણભર માટે આપણને તાજગી આપી શકે; ઘણી વાર એ આપણી જાગૃત થવાની ક્રિયાનો ભાગ છે.

પરંતુ શું તમે જાણો છો કે પ્રાણીઓ પણ બગાસું ખાય છે, ફક્ત હવાની મુક્ત અવરજવર માટે જ નહિ? તેઓ જે કારણે એમ કરે છે એ કંઈક મુગ્ધ કરનાર હોય છે. દાખલા તરીકે વાંદરાઓ, કેટલીક વાર સંદેશો મોકલવા માટે બગાસા ખાય છે. કદાચ નષ્ટ કરવા કે પ્રતિસ્પર્ધી નર વાંદરાને ચેતવણી આપવા પહોળું કરેલું મોં અને ક્રોધી દાંત બતાવવાની એક રીત છે. સંદેશો: ‘હું સખત બચકું ભરું છું. મારી નજદીક ન આવ!’

અવલોકન કરવાથી એ પણ જોવા મળ્યું છે કે આફ્રિકી મેદાનોની લૂટ કરનારી બિલાડીઓ ઘણી વાર શિકારની શોધ શરૂ કરતાં પહેલાં લાંબુ બગાસું ખાય છે. માણસજાતની જેમ, બિલાડીનું બગાસું, માનસશાસ્ત્રીય તરીકે કાર્ય કરે છે​—⁠ફેફસાંમાં વધારાની હવા લે છે. આ લોહીમાં ઑક્સિજન વધારે છે. તત્કાળ કાર્યશક્તિ માટે અલ્પકાલીન વધુ ઝડપી દોડ માટે, હૃદય શરીરના બીજા ભાગમાં એ મોકલે છે.

અરે, માછલીને પણ બગાસું ખાતી અવલોકવામાં આવી છે! ઇન સાઇડ ધી એનિમલ વર્લ્ડ પુસ્તક કહે છે કે કેટલીક વાર માછલી “શરૂઆતની ગતિની ઝડપ વધારવા બગાસું ખાય છે. . . . માછલી ઉત્તેજિત હોય અથવા એ દુશ્મનને જુએ કે ખોરાક જુએ ત્યારે બગાસા ખાતી હોઈ શકે, દરેક અવસરે કે ઝડપી કાર્યની જરૂર હોય છે ત્યારે ખાય છે.”

ખાસ કરીને હિપોપૉટેમસ કે ગેંડાનું બગાસું સૌથી વધારે પ્રભાવશાળી હોય છે. આ વધુ પડતી જગ્યા રોકનારું પ્રાણી પોતાના મોંને આશ્ચર્ય પમાડે તેવું ૧૫૦ ડિગ્રી વધારે લાંબુ ખોલી શકે છે! બગાસું આ વૃદ્ધ નર હિપોને હિપો તળાવમાં એના જેવું કોણ છે એ જોવા મદદ કરે છે. એ કોઈ પણ તેના વિસ્તારમાં અંદર ઘુસવાની હિંમત કરનારને ચેતવણીના દાંત બતાવવાનું કામ પણ કરે છે.

એ સિંહની ગર્જના જેવી અસર મનમાં ઉત્પન્‍ન ન કરી શકે છતાં, એક બગાસું​—⁠પછી એ જડ બગાસું કે, ધમકીનું બગાસું કે માત્ર ઉત્સાહિત કરનારું બગાસું હોય​—⁠લાભદાયી રીતે કામ કરે છે. આ તો ફક્ત પ્રાણી જગતને બનાવનારની અદ્‍ભુત સર્જનાત્મકતાનું એક ઉદાહરણ છે!

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો