વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g98 ૩/૮ પાન ૧૮
  • ટ્રુ બા ડો ર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ટ્રુ બા ડો ર
  • સજાગ બનો!—૧૯૯૮
  • મથાળાં
  • સરખી માહિતી
  • વિભિન્‍ન પાર્શ્વભૂમિકા
  • સ્ત્રીઓ માટે નવો આદર
  • તેઓની સામાજિક અસર
  • તેઓના સમયનું સમાચાર માધ્યમ
  • ચર્ચની ટીકા
  • સ્વતંત્રતા વિરુદ્ધ ચર્ચની લડાઈ
  • અમારા વાચકો તરફથી
    સજાગ બનો!—૧૯૯૯
  • ફ્રેંચ બાઇબલનું
    સજાગ બનો!—૧૯૯૮
સજાગ બનો!—૧૯૯૮
g98 ૩/૮ પાન ૧૮

ટ્રુ બા ડો ર

ફક્ત પ્રેમગીતોના જ ગાયક નહિ

સ જા ગ બ નો ! ના ફ્રાં સ માં ના ખ બ ર પ ત્રી ત ર ફ થી

ટ્રુબાડોર અને ફરતા કલાકારો—આ શબ્દો તમને શાની યાદ દેવડાવે છે? કદાચ પ્રણય પ્રેમ અને શૌર્યનાં ગીતોની. તમે સાચું વિચાર્યું, પરંતુ ટ્રુબાડોરમાં એના કરતાં વધારે સમાયેલું છે. તેઓ કદાચ કાન્સો દામોર કે પ્રેમનાં ગીતો માટે સૌથી સારી રીતે જાણીતા હતા—અને આ રીતે ઘણી વાર મોટા ભાગના ગાયક હાથમાં તંબૂરો લઈ, કેટલીક સ્ત્રીઓ માટે ગીત ગાતા બતાવવામાં આવ્યા છે—તોપણ ફક્ત પ્રેમ જ તેઓનાં ગીતોનો વિષય ન હતો. ટ્રુબાડોર પોતાના સમયના સામાજિક, રાજકીય અને ધાર્મિક વાદવિષયોમાં પણ સમાયેલા હતા.

ટ્રુબાડોર ૧૨મી અને ૧૩મી સદી દરમિયાન, હમણાંના દક્ષિણ ફ્રાંસમાં પ્રગતિ પામ્યા હતા. તેઓ કવિ-સંગીતકાર હતા જેઓએ બધી સ્થાનિક રોમાન્સ ભાષાઓમાં સૌથી મનોહર ભાષામાં લખ્યું. એને લૅંગ ડૉકa કહેવામાં આવતું હતુ—એ લુઆર નદીના દક્ષિણના લગભગ સમગ્ર ફ્રાંસ અને ઇટાલી તથા સ્પેનના પ્રદેશની સીમાના ક્ષેત્રોની પ્રાંતીય ભાષા હતી.

a રોમન સેના પાસેથી મેળવેલી લૅટિન, જેને રોમન કહેવામાં આવી, એ ત્યાં સુધીમાં ફ્રાંસની બે પ્રાદેશિક ભાષામાં વિકાસ પામી ચૂકી હતી: દક્ષિણ ફ્રાંસમાં લૅંગ ડૉક ભાષા બોલવામાં આવતી હતી (જેને ઑક્સીટાં કે પ્રોવેન્સૉલ પણ કહેવામાં આવતી હતી), જ્યારે કે ઉત્તર ફ્રાંસમાં લૅંગ ડૉએલ (ફ્રેન્ચનું શરૂઆતનું એક રૂપ જેને કોઈક વાર જૂનું ફ્રેન્ચ કહેવામાં આવતી) બોલવામાં આવતી હતી. આ બે ભાષાઓ ‘હા’ શબ્દ માટે ઉપયોગમાં લેવામાં આવતા રૂપથી એકબીજીથી અલગ પડતી. દક્ષિણમાં એ ઑક (લૅટિન હૉકમાંથી); ઉત્તરમાં ઑઇલ (લૅટિનના હૉક ઈલમાંથી) લેવામાં આવી હતી, કે જે આધુનિક ફ્રેન્ચ વી બની.

“ટ્રુબાડોર”ના ઉદ્‍ભવ વિશે ઘણી શંકા છે, પરંતુ એ એવું લાગે છે કે ઑસ્ટેનના ભાષાના ક્રિયાપદ ટ્રોબારમાંથી આવેલો છે, જેનો અર્થ “રચવું, સર્જવું કે શોધી કાઢવું” થાય છે. આ રીતે, ટ્રુબાડોર એ વ્યક્તિ હતી જે પોતાના સુંદર છંદ સાથે સુમેળમાં સાચો શબ્દ અથવા પ્રાસને શોધતી હતી. તેઓની કવિતાને સંગીતમાં રચવામાં આવતી, અને ગાવામાં આવતી હતી. તેઓ શહેરેશહેર મુસાફરી કરતા, અને તેઓ સાથે ઘણી વાર ધંધાકીય કલાકારો હતા જેઓને ચારણો કહેવામાં આવતા, ટ્રુબાડોર પોતાનાં ગીતો વીણા, વાયોલિન, વાંસળી, તંબૂરો, કે ગીટાર સાથે ગાતા હતા. ધનવાનોનાં ઘરોમાં તેમ જ બજારોમાં કે સ્પર્ધામાં, મેળાઓમાં, ઉત્સવોમાં કે જાહેર મેળાવડાઓમાં સંગીતમય ગીતો સામાન્ય રીતે કોઈ પણ મનોરંજનનો એક ભાગ હતાં.

વિભિન્‍ન પાર્શ્વભૂમિકા

ટ્રુબાડોર વિવિધ પાર્શ્વભૂમિકામાંથી આવતા હતા. કેટલાક નામાંકિત કુટુંબોમાં જન્મ્યાં હતા, થોડાક રાજાઓ હતા અને બીજાઓ વધારે સાધારણ ઘરોમાંથી હતા અને જેઓ ટ્રુબાડોર સુધી પહોંચ્યા હતા. કેટલાકે મોટો મોભો મેળવ્યો. ઘણા ઉચ્ચ શિક્ષણ પામેલા અને દૂર દૂર સુધી પ્રવાસ કરેલો હતો. દરેક જણે સ્ત્રીઓનું સન્માન, શિષ્ટાચાર, કાવ્ય અને સંગીતના નિયમોનું વિસ્તૃત પ્રશિક્ષણ મેળવ્યું હતું. એક ઉદ્‍ભવ કહે છે કે એક સારા ટ્રુબાડોર પાસે અપેક્ષા રાખવામાં આવતી કે તે “બધા તાજેતરના સમાચાર બરાબર જાણતો હોય, વિશ્વવિદ્યાલયમાંના બધા મહત્ત્વના નિબંધોનું પુનરાવર્તન કરી જાણે, દરબાર કૌંભાડની સારી માહિતી ધરાવતો હોય, . . . કોઈ પણ દરબારમાં માલિક કે સ્ત્રી સમક્ષ પળવારમાં કવિતા રચી શકે, અને ઓછામાં ઓછા બે સાધનો વગાડી શકે, તો પછી એના પર દરબારમાં કૃપાદૃષ્ટિ રહેતી.”

દક્ષિણ ફ્રાંસના પ્રદેશોમાં ૧૨મી સદીમાં વ્યાપારી વિકાસથી પુષ્કળ ધનસંપત્તિ આવી. આ ધનસંપત્તિ પોતાની સાથે સુખસગવડ અને શિક્ષણ લાવી, અને એણે કળા અને ઉચ્ચ જીવન-ઢબને વિકસાવી. લૅંગ ડૉક અને પ્રોવેંસના મોટા મોટા મુખિયાઓ અને સ્ત્રીઓ ટ્રુબાડોરના નિયમિત ઘરાકો હતા. કવિઓને ઉચ્ચ આદર આપવામાં આવતો હતો અને અમીર વર્ગની રુચિ, ફૅશન અને રીતભાત પર એની અસર થઈ હતી. તેઓ યુરોપના બોલરૂમ નૃત્યના સંસ્થાપક બન્યા. ધ ન્યૂ એન્સાયક્લોપેડિયા બ્રિટાનિકા કહે છે, તેમ છતાં, “તેઓની સૌથી મોટી સિદ્ધિ એ હતી કે દરબારની સ્ત્રીઓની આસપાસ સભ્યતા અને શિષ્ટતાનું વાતાવરણ ઊભું કરવું કે જે પહેલાં કદી ન કર્યું હોય.”

સ્ત્રીઓ માટે નવો આદર

પુરુષ સ્ત્રીઓ માટે દરવાજો ખોલે, કોટ પહેરાવામાં તેને મદદ કરે, કે “સ્ત્રીઓ-પહેલાં” એવી ઘણી રીતોમાંની કોઈનો પણ ઉપયોગ કરે કે જે ઘણી સદીઓથી પશ્ચિમ યુરોપમાં જોવા મળે છે, ત્યારે તે ટ્રુબાડોરએ શરૂ કરેલા રિવાજને અનુસરે છે.

ચર્ચના શિક્ષણથી અસરગ્રસ્ત સ્ત્રીજાતિ પ્રત્યેના મધ્યકાલિન વલણને ઘણી અસર થઈ હતી, જેમાં સ્ત્રીઓ માણસને પાપમાં પાડી અને પારાદેશથી દૂર લઈ જવા માટે જવાબદાર છે એ રીતે જોવામાં આવતી. સ્ત્રીઓને મોહિની, ડેવિલના સાધન, એક જરૂરી અનિષ્ટ તરીકે જોવામાં આવતી. લગ્‍નને ઘણી વાર જીવનની પતિત સ્થિતિ તરીકે જોવામાં આવતું. ચર્ચના કાયદાએ સ્ત્રીને મારવાની અને ફારગતી આપવાની પરવાનગી આપી, જેણે સ્ત્રીઓના માનહાનિ અને પરાધીનતામાં ફાળો આપ્યો. લગભગ દરેક પાસાઓમાં, સ્ત્રીઓને પુરુષો કરતાં નિમ્ન કક્ષાની ગણવામાં આવતી હતી. પરંતુ ટ્રુબાડોરના આવવાથી, માણસોના મન બદલાવા શરૂ થયા.

ઍક્વેટેનનો ડ્યુક, વિલિયમ નવમો, પ્રથમ ટ્રુબાડોર તરીકે જાણીતો હતો. તેની પ્રથમ કવિતામાં ટ્રુબાડોરની અજોડ પ્રેમના ખ્યાલના લાક્ષણિકતાના ઘટકોનો સમાવેશ કરે છે કે જેને પ્રણય પ્રેમ કહેવામાં આવ્યો. પ્રોવેન્સલ ભાષાની કવિતાઓ પોતે એને વૅરમોર (સાચા પ્રેમ) કે ફીનોમોરને (ઉત્તમ પ્રેમ) કહે છે. આ એક પલટો હતો, કારણ કે હવે સ્ત્રીઓને પુરુષો કરતા હલકી ગણવામાં આવતી ન હતી.

ટ્રુબાડોરની કવિતાએ સ્ત્રીઓને ગૌરવ, માન અને આદરનું સ્થાન આપ્યું. તે ઉમદા અને સદાચારી ગુણોનું દૃશ્ય સ્વરૂપ બની ગઈ. કેટલાંક પ્રશંસાનાં ગીતોની સ્ત્રીઓએ ઠંડી ઉપેક્ષાવૃત્તિ બતાવી. ઓછામાં ઓછું તાર્કિક અનુમાનમાં, ટ્રુબાડોરનો પ્રેમ નિર્મળ હતો. એનો પ્રાથમિક હેતુ સ્ત્રી મેળવવાનો નહિ, પરંતુ નૈતિક સંસ્કાર હતો જે સ્ત્રીઓ માટેના તેના પ્રેમે પ્રેરિત કર્યો હતો. પોતાને સ્ત્રીને લાયક બનાવવા, આ ઉચ્ચાભિલાષી કવિ વિનમ્રતા, આત્મ-સંયમ, સહનશીલતા, વફાદારી અને સ્ત્રી ધરાવતી હતી એ બધા જ ઉમદા ગુણો કેળવવા પ્રેરાયો. આમ એકદમ અસંસ્કારી માણસ પણ પ્રેમથી બદલાઈ શકે.

ટ્રુબાડોર માને છે કે સંસ્કારી પ્રેમ સામાજિક અને નૈતિકતાનું ઉદ્‍ભવ છે, પ્રેમ માયાળુ અને ઉમદા કાર્યોનું મૂળ છે. આ વિચાર વિસ્તરતો ગયો તેમ, એ દરેક આચારસંહિતા માટે આધારિત બન્યો, જે સમય જતાં, સમાજના સામાન્ય વર્ગોમાં ઓતપ્રોત થયો. મધ્યયુગના અશિષ્ટ અને ક્રૂર સમાજથી ભિન્‍ન, જીવનની નવી રીત શરૂ થઈ. હવે સ્ત્રીઓ પોતાના પુરુષો પાસેથી આત્મ-ત્યાગી, કાળજી લેનાર અને માયાળુ—એક સજ્જન માણસ—ની આશા રાખતી હતી.

ટ્રુબાડોરની ઢબછબને જલદી જ યુરોપમાં સ્વીકારવામાં આવી. સ્પેન અને પોર્ટુગલે તેના વિચારોને અપનાવ્યા. ઉત્તર ફ્રાંસ પાસે તો એના પોતાના ટ્રુબાડોર હતા; જર્મનીને એના મીને ગાનારા હતા; ઇટાલીને એના ટ્રોઆતોર હતા. ટ્રુબાડોરનો સુસભ્ય પ્રેમના વિષયે, શૌર્યના વિચારો સાથે એકરસ થઈ, રોમાન્સb તરીકે જાણીતી શૈલીના સાહિત્યની શરૂઆત કરી. દાખલા તરીકે, સુસભ્ય પ્રેમના વિચારને સેલ્ટી બ્રિટની, ટ્રોઆર ક્રેટ્યેન દ ટ્રવા દંતકથાના વિચાર સાથે મેળવવા, ટ્રુબાડોરોએ રાજા આર્થર અને ગોળ ટેબલના સામંતોની વાર્તાઓમાં નિર્બળો માટે ઉદારતા બતાવવા અને તેમનું રક્ષણ કરવાના સદ્‍ગુણોને આદર્શ બનાવ્યું છે.

b ઉત્તરમાં કે દક્ષિણમાં લખાયેલા કોઈ પણ સ્થાનિક ભાષાના સાહિત્યને રોમન કહેવામાં આવતું હતું. કારણ કે એમાં અનેક વીર કથાઓ પ્રણય પ્રેમ પર હતી, એણે સર્વ પ્રેમકથા અથવા રોમાંચિત ગણાતી રચનાઓના માટે ધોરણ નક્કી કર્યું.

તેઓની સામાજિક અસર

ટ્રુબાડોરના મોટા ભાગનાં ગીતો પ્રણય પ્રેમના સદ્‍ગુણોની પ્રસંશા કરે છે ત્યારે, બીજા ટ્રુબાડોરનાં ગીતો તેમના સમયના સામાજિક અને રાજકીય વાદવિષયો વિષે લખે છે. લા વ્યેય એ લેપે (વીણા અને તલવાર)ના ફ્રેન્ચ લેખક, માર્ટિન ઓરૅલે સમજાવ્યું કે ટ્રુબાડોરએ ‘એ સંઘર્ષોમાં સક્રિય ભાગ લીધો જેમાં તેઓએ સમકાલિનોને વિભાજિત કર્યા અને પોતાની રચનાઓથી ટ્રુબાડોરને સફળ કર્યો.’

મધ્યકાલિન સમાજના એક અજોડ સ્થાન પર વિવેચન કરતા, રૉબર્ટ સાબાટૈર કહે છે: “એના પહેલાં કવિઓને આટલી પ્રતિષ્ઠા આપવામાં આવતી ન હતી; પહેલાં તેમની પાસે આટલી બોલવાની સ્વતંત્રતા ન હતી. તેઓ પ્રશંસા કરતા અને ટીકા કરતા, તેઓએ પોતાની પ્રજાના અવાજ બનાવ્યો હતો, તેઓ રાજકારણ પર અસર કરતા હતા, અને તેઓ નવા વિચારોનું સાધન બની ગયા.”—લા પૉએજી ડ્યુ મ્વાયેં એઈજ.

તેઓના સમયનું સમાચાર માધ્યમ

એવું કહી શકાય કે છાપખાનાની શોધ થઈ એ પહેલાં, ટ્રુબાડોર અને બીજા ફરતા કલાકારો એ સમયના સમાચાર માધ્યમ તરીકેનું કામ કરતા હતા. મધ્યકાલિન કલાકારો આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ હતા. યુરોપના દરબારોમાં—સાયપ્રસથી સ્કોટલૅન્ડ અને પોર્ટુગલથી પૂર્વીય યુરોપ—તેઓ સમાચાર ભેગા કરતા અને વાર્તા, ગીત અને સંગીતની અદલાબદલી કરતા. એક ચારણ બીજા ચારણ સુધી, મૌખિક રીતે ઝડપથી ફેલાતા, ટ્રુબાડોરનાં આકર્ષક ગીતો લોકોને યાદ રહી જતાં હતાં. આ ગીતો જાહેર જનતાના અભિપ્રાયોને બહુ અસર કરતાં અને એક યા બીજા હેતુથી તેઓનો રસ જાગૃત કરતાં.

ટ્રુબાડોરે અનેક કાવ્યરૂપોનો ઉપયોગ કર્યો છે, જેમાંથી એકને સરવન્ટ કહેવામાં આવે છે, જેનો શાબ્દિક અર્થ છે “સેવકનું ગીત.” કેટલાંક ગીતોએ શાસકોના અન્યાયને ખુલ્લા પાડ્યા. બીજામાં વીરતા, આત્મત્યાગ, ઉદારતા, અને દયાનાં કાર્યોની પ્રશંસા કરી, સાથે સાથે અશિષ્ટ ક્રૂરતા, કાયરતા, પાખંડ અને સ્વ-હિતની ટીકા કરી. તેરમી સદીની શરૂઆતનાં સરવન્ટ ગીતો ઇતિહાસકારને મોટા ઊથલપાથલના સમયમાં લૅંગડૉકના રાજકારણ અને ધાર્મિક વાતાવરણની ઝાંખી કરાવે છે.

ચર્ચની ટીકા

ધર્મયુદ્ધો નિષ્ફળ જવાના કારણે, ઘણા લોકો કૅથલિક ચર્ચના આત્મિક અને દુન્યવી અધિકાર પર શંકા કરવા લાગ્યા. પાદરીઓએ ખ્રિસ્તના પ્રતિનિધિ હોવાનો દાવો કર્યો, પરંતુ તેઓનાં કાર્યો ખ્રિસ્તથી બિલકુલ ભિન્‍ન હતાં. તેઓનો દંભ, લોભ અને ભ્રષ્ટાચારની દરેકને ખબર પડવા લાગી. હંમેશા ચર્ચના બિશપો અને પાદરીઓ વધારે ધન અને રાજનૈતિક સત્તા મેળવવા પૈસાદારનું ધ્યાન રાખતા હતા. ગરીબ અને મધ્યમ વર્ગની આત્મિક જરૂરિયાતો પ્રત્યે નિષ્કાળજી બતાવવાના કારણે મતભેદ થવો અનિવાર્ય હતો.

લૅંગડૉકમાં મધ્યમ વર્ગના તેમ જ અમીર વર્ગના ઘણા લોકો શિક્ષિત હતા. ઇતિહાસકાર એચ. આર. ટ્રેવર-રોપરે કહ્યું કે વધારે ભણેલા સામાન્ય લોકોને સમજણ પડી કે ૧રમી સદીનું ચર્ચ “જે પ્રાચીન આદર્શોને અનુસરવાનો દાવો કરતું હતું એનાથી બિલકુલ ભિન્‍ન હતું.” તે ઉમેરે છે કે ઘણા માણસો વિચારવા લાગ્યા હતા: “કોન્સ્ટન્ટાઈનના પહેલાંનું ચર્ચ, જે રાજધર્મ ન હતું . . . પ્રેષિતોનું ચર્ચ, . . . સતાવણી સહન કરનારું, પોપ કે સામંત બિશપ, કે વધારે ધન કે વિધર્મી મૂલાધાર સિદ્ધાંતો, કે નવા રચાયેલા લેખો, જેને ધન અને સત્તા વધારવા માટે રચવામાં આવ્યા હતા, એ વિનાનું ચર્ચ કેવું ભિન્‍ન હતું!”

લૅંગડૉક સહનશીલ દેશ હતો. ટુલૂજના સજ્જનો અને બીજા દક્ષિણી શાસકોએ લોકોને ધાર્મિક સ્વતંત્રતા આપી. વૉલ્ડૅન્સીસએc બાઇબલનું ભાષાંતર લૅંગ ડૉકમાં કર્યું હતું અને એ ઉત્સાહના કારણે બે બેની જોડીમાં આખા ક્ષેત્રમાં એનો પ્રચાર કરી રહ્યા હતા. કેથારીઓ પણ (જેઓને એલ્બિજેનસીજ પણ કહેવામાં આવતા) પોતાના મૂલાધાર સિદ્ધાંતો ફેલાવી રહ્યા હતા અને ઘણા અમીરો તેઓના મત અપનાવી રહ્યા હતા.

c વૉચટાવર બાઇબલ ઍન્ડ ટ્રૅક્ટ સોસાયટી દ્વારા પ્રકાશિત, ચોકીબુરજ (અંગ્રેજી), ઑગસ્ટ ૧, ૧૯૮૧ના પાન ૧૨-૧૫ જુઓ.

ટ્રુબાડોરોના અનેક સરવન્ટ ગીતોએ કેથલિક પાદરીવર્ગ માટે લોકોની નિરાશા અને ધિક્કાર રજૂ કર્યો. ગી દ કાવાયોન એક ગીત વધારે દુન્યવી બાબતોમાં પડીને “પોતાના મુખ્ય કામને તરછોડવા” માટે પાદરીવર્ગને દોષ આપે છે. ટ્રુબાડોરનાં ગીતોએ નર્કાગ્‍નિ, ક્રોસ, પાપની કબૂલાત, અને “પવિત્ર પાણી”ની ઠઠ્ઠામશ્કરી કરી. તેઓએ ભોગવિલાસ અને માનવશેષની તથા પાદરીઓ તથા બિશપોને “વિશ્વાસઘાતી, જૂઠા અને ઢોંગી” વ્યક્તિઓ કહીને મશ્કરી કરી.”

સ્વતંત્રતા વિરુદ્ધ ચર્ચની લડાઈ

પરંતુ, રોમન ચર્ચ પોતાને બધા સામ્રાજ્ય અને રાજ્યથી સર્વોચ્ચ સમજતા હતા. યુદ્ધ તેમની શક્તિનું સાધન બની ગયું. પોપ ઈનોસંટ ત્રીજાએ રાજકુમારોને હરાવી અને ફ્રાંસના દક્ષિણી ક્ષેત્રોના વિરોધને પૂરી રીતે જીતી શકે એવી કોઈ પણ સેનાને લૅંગડૉકનું બધું ધન આપવાનું વચન આપ્યું. એના પછી જે સમય આવતો એ ફ્રાંસના ઇતિહાસમાં યાતના અને હત્યાનો બહુ લોહિયાળ સમય હતો. એ એલ્બિજેન્સીઅન ધર્મયુદ્ધ (૧૨૦૯-૨૯) તરીકે જાણીતું થયું.d

d સપ્ટેમ્બર ૧, ૧૯૯૫ના ચોકીબુરજના પાન ૨૭-૩૦ જુઓ.

ટ્રુબાડોરે એને જૂઠું ધર્મયુદ્ધ કહ્યું. ચર્ચે વિરોધીઓ સાથે ક્રૂરતાથી વ્યવહાર કર્યો અને પોપે ફ્રાંસમાં વિરોધીઓનું ખૂન કરવા માટે વિધર્મીઓ ગણાતા મુસલમાનના ખૂન જેટલી જ કિંમત રજૂ કરી. ટ્રુબાડોરનાં ગીતોએ એના પ્રત્યે ગુસ્સો પ્રદર્શિત કર્યો. ચર્ચે એલ્બિજેન્સીઅન ધર્મયુદ્ધ અને એના પછી જે ઇન્ક્વીઝીશન અનુસર્યું એનાથી પોતાના માટે ઘણું ઘન ભેગું કર્યું. કુટુંબોને વારસાથી વંચિત કરવામાં આવ્યા, એમની જમીનો અને ઘર પડાવી લેવામાં આવ્યા.

ટ્રુબાડોર પર કૈથારસ અપધર્મી થવાનો આરોપ મૂકાતા, મોટા ભાગના ઓછા વિરોધવાળા દેશમાં નાસી છૂટ્યા. આ યુદ્ધે ઑક્સીટન સંસ્કૃતિ, તેઓની જીવન-ઢબ, અને તેઓનાં કાવ્યોનો અંત ચિહ્‍નિત કર્યો. ઈન્ક્વીઝીશનના કાયદાએ ટ્રુબાડોર ગીતો ગાવાનું તો ઠીક પણ ગણગણવાને પણ ગેરકાયદેસર બનાવ્યું. પરંતુ તેઓનો વારસો જીવંત રહ્યો. વાસ્તવમાં, ચર્ચો વિરોધી તેઓનાં ગીતોએ એવું વાતાવરણ ઊભું કર્યું કે જે આગળ જતા ધર્મસુધારણા કહેવાયું. સાચે જ, ટ્રુબાડોરને તેઓનાં પ્રેમ ગીતો માટે જ નહિ, પરંતુ એનાથી વધુ માટે યાદ કરી શકાય છે.

Printer’s Ornaments/by Carol Belanger Grafton/Dover Publications, Inc.

Bibliothèque Nationale, Paris

બારમી-સદીની હસ્તપ્રતમાંથી લધુચિત્ર

Bibliothèque Nationale, Paris

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો