વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g98 ૫/૮ પાન ૩૧
  • અકલ્પિત સતાવણીનાં હથિયાર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • અકલ્પિત સતાવણીનાં હથિયાર
  • સજાગ બનો!—૧૯૯૮
  • સરખી માહિતી
  • એક “અપધર્મી” પર મુકદ્દમો અને વધ
    સજાગ બનો!—૧૯૯૭
સજાગ બનો!—૧૯૯૮
g98 ૫/૮ પાન ૩૧

અકલ્પિત સતાવણીનાં હથિયાર

શું તમે “સાંકળ,” “સતાવણી,” અને “વધ” શબ્દોથી ધ્રૂજી ઊઠો છો? યુરોપમાં (૧૩મી અને ૧૯મી સદીઓની વચ્ચે) ઈન્ક્વીઝીશન અને મેલીવિદ્યાની કસોટીના હજારો સતાવણી સહેનારાઓ માટે, એ એક પીડાકારક હકીકત છે. અહીં બતાવવામાં આવેલાં હથિયારો એ સમયના છે, અને જર્મનીમાં રાઈન નદી પર આવેલા રુડ્‌શેઈમ શહેરના સંગ્રહસ્થાનના છે. આ આપણને સતાવણી સહેનારાઓએ કેટલું સહ્યું એનો અંશમાત્ર આપે છે.

તેઓને તીક્ષ્ણ કાંટાઓથી ભરેલી ઈન્ક્વીઝીશન ખુરશીમાં પૂછપરછ કરવા માટે નગ્‍ન બેસાડવામાં આવતા હતા જે શારીરિક સતાવણીનું વર્ણન થઈ શકે એમ નથી. ભોગ બનનારના હાથ, પગ કે સાંધાઓને અલગ રીતે ચીરવામાં આવતા કે ઘૂંટણોને સ્ક્રૂ વડે ચીરવામાં આવતા હતા. નહોરવાળા પશુઓના પંજાથી તેના શરીરનો નાનો ટુકડો ચીરવામાં આવતો; શરીરનો કોઈ ભાગ બાકી રહેતો નહિ. ભોગ બનનારની ગરદન, ખભો, જડબાને સડો લગાડવા માટે કાંટાવાળા કોલર બનાવી લગાવવામાં આવતા હતા, કે જે ઝડપથી લોહીના ઝેર અને મૃત્યુ તરફ દોરી જતા.

રોમન કૅથલિક ચર્ચ દ્વારા પૂછપરછ કરનારાઓ આ અને એના જેવાં સાધનોનો ઉપયોગ અસહમત થનારા સાથે વાપરતા—ખાસ કરીને તહોમત મૂકાએલા અને હવે જેઓને રિબામણી દ્વારા બળજબરીથી “કબૂલાત” કરાવવાની હતી એવા સામાન્ય લોકો. ખરેખર, વોલ્ડનસીસનો સમાવેશ કરતા પોપના ઈન્ક્વીઝીશનમાં તો, સતાવણીનાં સાધનો પર પવિત્ર પાણી પણ છાંટવામાં આવતું હતું.

ખ્રિસ્તીરાષ્ટ્ર ઈન્ક્વીઝીશન માટે બેહદપણે જવાબદાર છે. ઇતિહાસકાર વોલ્ટર નીગ સમજાવે છે: “ખ્રિસ્તીરાષ્ટ્ર ઈન્કવીઝીશનમાં આચરેલા પાપોને છેવટે—જાહેરમાં અને હૃદયપૂર્વક—કબૂલ કરે નહિ ત્યાં સુધી અને પ્રમાણિકપણે અને બિનશરતીપણે ધર્મના નામે દરેક હિંસાના રૂપોને છોડી ન દે ત્યાં સુધી આશીર્વાદ મેળવશે નહિ.”

ઈન્ક્વીઝીશન ખુરશી

ઢીંચણો ફાડવાનો સ્ક્રૂ

નહોરવાળો પશુનો પંજો

કાંટાવાળો કોલર

સર્વ ચિત્રો: Mittelalterliches Foltermuseum Rüdesheim/Rhein

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો