વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g98 ૬/૮ પાન ૨૮
  • બા ઇ બ લ નું દૃ ષ્ટિ બિં દુ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • બા ઇ બ લ નું દૃ ષ્ટિ બિં દુ
  • સજાગ બનો!—૧૯૯૮
  • મથાળાં
  • સરખી માહિતી
  • યહોવાહ, સમયપાલક છે
  • “એ બધું ક્યારે થશે?”
  • સમયના પાબંદ યહોવામાં પૂરો ભરોસો રાખીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૨
  • આવો
    સજાગ બનો!—૧૯૯૯
  • અમારા વાચકો તરફથી
    સજાગ બનો!—૨૦૦૧
સજાગ બનો!—૧૯૯૮
g98 ૬/૮ પાન ૨૮

બા ઇ બ લ નું દૃ ષ્ટિ બિં દુ

બે હજારનું વર્ષ કેટલું નોંધપાત્ર છે?

મોટા ભાગના લોકો માટે પાશ્ચાત્ય દેશોમાં તેમ જ બીજા દેશો ૨૦૦૦ના વર્ષમાં શું થશે એ વિષે ધાર્મિક રીતે કશું જ નોંધપાત્ર નથી. દાખલા તરીકે, યહુદીઓ, મુસલમાનો અને હિંદુ સર્વને તેઓનું પોતાનું ધાર્મિક કૅલેન્ડર હોય છે કે જે પાશ્ચાત્ય વ્યક્તિઓ સાથે સમાન નથી. ધાર્મિક અને પ્રણાલિગત તારીખો માટે, ચીનીઓ ચંદ્ર પંચાંગનો ઉપયોગ કરે છે. એથી, આજે લાખો લોકો, કદાચ જગતની વસ્તીના મોટા ભાગના લોકો, ૨૦૦૦ના વર્ષ સાથે કોઈ ખાસ અર્થ જોડતા નથી.a

a ખાસ દૃષ્ટિબિંદુથી, કહેવાતી ત્રીજી સહસ્ત્રવર્ષાવધિ જાન્યુઆરી ૧, ૨૦૦૧થી શરૂ થાય છે. પહેલી સહસ્ત્રવર્ષાવધિ શૂન્ય વર્ષથી નહિ, પરંતુ વર્ષ ૧થી શરૂ થઈ. તેમ છતાં, લોકો “ત્રીજી સહસ્ત્રવર્ષાવધિ”ને ૨૦૦૦ વર્ષ સાથે જોડે છે. આ લેખ ૨૦૦૦ના વર્ષને લગતી પ્રખ્યાત અપેક્ષાઓ પર પ્રકાશ ફેંકે છે.

તોપણ, ખાસ કરીને પશ્ચિમના દેશોમાં, ઘણા ગ્રેગોરિયન કૅલેન્ડરે ચિહ્‍નિત કરેલા નજીક આવી પહોંચેલા બીજા સહસ્ત્રવર્ષાવધિની જિજ્ઞાસાથી રાહ જુએ છે. બીજાઓ માટે એ ફક્ત જિજ્ઞાસા કરતાં વધારે છે. તેઓ ૨૦૦૦ના વર્ષને નવા યુગ, ઇતિહાસના વળાંક બિંદુ તરીકે જુએ છે. ઘણા બાઇબલમાં માનવાનો દાવો કરે છે તેઓ ભવિષ્યવાણીઓની પરિપૂર્ણતાઓ ૨૦૦૦ વર્ષની સાથે સાંકળે છે. કેટલાક મોટા આત્મિક પ્રકટીકરણની આશા રાખે છે. બીજાઓને પ્રલય—જગતના અંતનો ભય લાગે છે. શું બાઇબલ આ અપેક્ષાઓ માટે કંઈ પાયો પૂરો પાડે છે?

યહોવાહ, સમયપાલક છે

બાઇબલના દેવનું “એક વયોવૃદ્ધ પુરુષ” તરીકે વર્ણન કરવામાં આવ્યું છે. (દાનીયેલ ૭:૯) તે સમયને ચોક્કસપણે અંકુશમાં રાખે છે, જેમ કે તેમની ઘણી ઉત્પત્તિનાં કાર્યો, જેવા કે ગ્રહના ગોળ ફરવાથી લઈને સૌથી નાના અણુ, એના પુરાવા છે. તેમને પોતાનું સમયપત્રક છે જેને તે ચોકસાઈથી વળગી રહે છે. બાઇબલ કહે છે, “તેણે તેઓને સારૂ નિર્માણ કરેલા સમય તથા તેઓના રહેઠાણની હદ ઠરાવી આપી.” (પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૨૬) યહોવાહ ચોક્કસ સમયપાલક છે.

પરિણામે, બાઇબલ કાળક્રમને ચોક્કસ ધ્યાન આપે છે. તે સળંગ અહેવાલ પૂરો પાડે છે કે જેથી પાછળથી માનવ ઇતિહાસના શરૂઆતની વ્યવસ્થિત ગણતરી કરી શકાય છે. આ પ્રકારની ગણતરી પ્રમાણે દેવે આદમને બનાવ્યો તે વર્ષ ૪૦૨૬ બી.સી.ઈ. હતું. લગભગ ૨,૦૦૦ વર્ષ પછી, ઈબ્રાહીમનો જન્મ થયો હતો. બીજા ૨,૦૦૦ વર્ષો પછી ઈસુનો જન્મ થયો હતો.

બાઇબલ કાળક્રમનો અભ્યાસ કરનારે કેટલાંક સમીકરણો બનાવ્યાં છે જે ભવિષ્યની ચોક્કસ તારીખો બતાવે છે. દાખલા તરીકે, લગભગ ૨,૦૦૦ વર્ષનો સમયગાળો જેણે આદમ, ઈબ્રાહીમ અને ઈસુને અલગ પાડ્યા, એના આધારે, કેટલાકે ઈસુના જન્મના સમયથી ૨૦૦૦ વર્ષના અંતે ભવિષ્ય ભાખ્યું છે. આ તો સમયની ગણતરીનું એક માત્ર ઉદાહરણ છે કે જે બાઇબલ કાળક્રમની ગણતરીના આધારે છે.

કબૂલ કે, બાઇબલ યહોવાહ દેવ દુષ્ટતા કાઢી નાખી અને નવા જગતને સ્થાપિત કરીને માણસજાતની બાબતોમાં દરમિયાનગીરી કરશે એના સમય વિષે કહે છે. બાઇબલ ભવિષ્યવાણી “અંતકાળ વિષે,” “જગતના અંતની,” “છેલ્લા સમય” અને ‘દેવના દિવસ’ વિષે કહે છે. (દાનીયેલ ૮:૧૭; માત્થી ૨૪:૩; ૨ તીમોથી ૩:૧; ૨ પીતર ૩:૧૨) તેમ છતાં, બાઇબલમાં ભાખવામાં આવેલો “અંત” કોઈ પણ રીતે ૨૦૦૦ના વર્ષ સાથે સંકળાયેલો નથી. ગ્રેગોરિયન કૅલેન્ડરે ગણતરી કરેલા બીજા સહસ્ત્રવર્ષાવધિના અંતની ખાસ નોંધપાત્રતા વિષે શાસ્ત્રવચન કંઈ પણ બતાવતું નથી.

“એ બધું ક્યારે થશે?”

ઈસુના પ્રેષિતોએ તેમને પૂછ્યું ત્યારે તેઓએ દેવના સમયપત્રકમાં ઉત્સાહી રસ બતાવ્યો: “એ બધું ક્યારે થશે? અને તારા આવવાની તથા જગતના અંતની શી નિશાની થશે? તે અમને કહે.” (માત્થી ૨૪:૩) ઘણા આજે ભાવિ વિષે એ જ પ્રકારની જિજ્ઞાસા બતાવે છે. આ પ્રકારની નોંધપાત્ર બાઇબલ ભવિષ્યવાણીઓ અને એની પરિપૂર્ણતાના સમયમાં ઉત્સાહી રસ બતાવવો કુદરતી છે. તેમ છતાં, આ બાબતમાં દેવની સત્તાને સ્વીકારી અને માન આપવું ડહાપણભર્યું છે.

યહોવાહે, પોતાના પુત્ર દ્વારા પોતાના હેતુઓ બતાવ્યા છે અને આ વિષય પર સ્પષ્ટ જવાબ આપ્યો છે. ઈસુના આકાશમાં જવાના થોડા સમય પહેલાં, તેના શિષ્યોએ ફરી દેવનાં વચનોની પરિપૂર્ણતાના સમયપાલન વિષે પૂછ્યું. ઈસુએ પ્રત્યુત્તર આપ્યો: “જે કાળ તથા સમય બાપે પોતાના અખત્યારમાં રાખ્યા છે, તે જાણવાનું તમારૂં કામ નથી.” (અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.) (પ્રેરિતોનાં કૃત્યો ૧:૭) અગાઉના પ્રસંગે, ઈસુએ તેમના શિષ્યોને કહ્યું: “પણ તે દહાડા તથા તે ઘડી સંબંધી બાપ વગર કોઈ પણ જાણતો નથી, આકાશના દૂતો નહિ તેમજ દીકરો પણ નહિ.”—માત્થી ૨૪:૩૬.

સ્પષ્ટ રીતે, “કાળ તથા સમય,” ખાસ કરીને એ બાઇબલ ભવિષ્યવાણીની ભાવિ પરિપૂર્ણતા વિષે આવે છે ત્યારે, એ માનવ અધિકાર હેઠળ નથી. દેવે આ પ્રકારની માહિતી આપણી સમક્ષ પ્રગટ નહિ કરવાનું પસંદ કર્યું છે. (માત્થી ૨૪:૨૨-૪૪) શું તેમની ઇચ્છાઓ વિરુદ્ધ “તે દહાડા તથા તે ઘડી સંબંધી” અર્થ કાઢીને આપણે કોઈ પણ રીતે દેવના હેતુઓને અસર કરી શકીશું? દેખીતી રીતે, એ અશક્ય હશે. (ગણના ૨૩:૧૯; રૂમી ૧૧:૩૩, ૩૪) બાઇબલ બતાવે છે: “યહોવાહનો મનસૂબો સર્વકાળ ટકે છે.” (ગીતશાસ્ત્ર ૩૩:૧૧) સર્વશક્તિમાન દેવ હોવાથી, તે હંમેશા સફળ થાય છે.—યશાયાહ ૫૫:૮-૧૧.

‘કાળ તથા સમય . . . અખત્યારમાં રાખવાની’ દેવની સત્તા હોવા છતાં, ઘણાને એના વિષે અનુમાન કરવાનું ગમે છે. કેટલાક વિનાશના સ્વ-નિયુક્ત કરેલા પ્રબોધકો બને છે. આ કારણે પ્રેષિત પાઊલે થેસ્સાલોનીકીઓને તારીખ ભાખે છે તેઓનું સાંભળવાના જોખમ વિષે ખાસ સૂચનાઓ આપી હતી. તેમણે લખ્યું: “અમે તમને વિનંતી કરીએ છીએ, કે પ્રભુનો દહાડો જાણે હમણાં જ આવ્યો હોય, એમ સમજીને તમે કોઈ આત્મા, વચનથી, કે જાણે અમારા તરફથી આવેલા પત્રથી સહેજે તમારાં મનને ચલિત થવા ન દો, અને ગભરાઓ નહિ. કોઈ માણસ કોઈ પણ પ્રકારે તમને ભમાવે નહિ.”—૨ થેસ્સાલોનીકી ૨:૧-૩.

યહોવાહના સાક્ષીઓ નિશ્ચે માને છે કે ભાવિ માટે દેવના હેતુઓના તેમના નક્કી કરેલા સમય માટે અમુક અપેક્ષાઓ છે, ચોક્કસ દિવસ અને ઘડી તેમણે નિયુક્ત કરેલા છે. (હબાક્કૂક ૨:૩; ૨ પીતર ૩:૯, ૧૦) અને અમે માનીએ છીએ કે આ બનાવો નજીકના ભાવિમાં બનવાના છે. (૨ તીમોથી ૩:૧-૫) તેમ છતાં, અમે એના વિષે અટકળ કરતા નથી કે આજની અસંખ્ય ફિલસૂફીને ટેકો આપતા નથી.b ખરેખર, ૨૦૦૦નું વર્ષ કે ૨૦૦૧નું, કે માણસોએ નજીકમાં નક્કી કરેલો બીજો કોઈ પણ સમય યહોવાહના સમયપત્રકને કંઈ કરી શકતા નથી.

b સપ્ટેમ્બર ૧, ૧૯૯૭ના ચોકીબુરજ અંકના પાન ૨૨ પર બતાવ્યું છે: “યહોવાહના સાક્ષીઓ જાણવા આતુર છે કે ક્યારે યહોવાહનો દિવસ આવશે. તેઓની આતુરતામાં પ્રસંગોપાત્ત તેઓએ એ ક્યારે આવશે એવું અનુમાન કર્યું હતું. પરંતુ એમ કરી, તેઓ ઈસુના શરૂઆતના શિષ્યોની જેમ પોતાના ધણીની ચેતવણીને ધ્યાન આપવામાં નિષ્ફળ ગયા, કે આપણે “તે સમય ક્યારે આવશે તે . . . જાણતા નથી.” (માર્ક ૧૩:૩૨, ૩૩) ઠઠ્ઠા કરનારાઓએ પોતાની અપરિપક્વ અપેક્ષાઓ માટે વિશ્વાસુ ખ્રિસ્તીઓની મશ્કરી કરી. (૨ પીતર ૩:૩, ૪) તથાપિ, પીતરે દૃઢપણે જણાવ્યું, યહોવાહનો દિવસ, તેમના સમયપત્રક પ્રમાણે આવશે.”

૧

૯

૯

૯

૨

૦

૦

૦

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો