વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g98 ૬/૮ પાન ૨૧
  • તમારા નખ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • તમારા નખ
  • સજાગ બનો!—૧૯૯૮
  • મથાળાં
  • સરખી માહિતી
  • જટિલ રચના
  • તેની ઉપયોગિતા
  • યોગ્ય કાળજી તેઓને મજબૂત બનાવે છે
  • એની વૃદ્ધિ અને સુંદરતાની કાળજી લેવી
  • અમારા વાચકો તરફથી
    સજાગ બનો!—૧૯૯૯
  • અઠવાડિયા દરમિયાન થતી સભાનું નવું નજરાણું
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
  • વાચકો તરફથી પ્રશ્નો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
સજાગ બનો!—૧૯૯૮
g98 ૬/૮ પાન ૨૧

તમારા નખ

શું તમે એની

કાળજી રાખો છો?

કોઈક તમને પૂછે કે, “હું તમારા નખ જોઈ શકું?” તો તમે કેવો પ્રત્યાઘાત પાડશો? શું તમે સ્વચ્છ રાખેલા તમારા નખ આનંદથી બતાવશો કે પછી તરત જ સંતાડી દેશો? તમારા નખ સંતાડવાનું સારું કારણ હોય પણ શકે. એ સારા ન દેખાતા હોય કે તમે નખ કાતરનારા હોવ. આપણા નખની અદ્‍ભુત રચના વિષે જાણવાથી, એની વધુ કદર કરવામાં મદદ મળશે, અને એની સારી કાળજી રાખવા માટે પ્રેરણા આપી શકે.

તમારા નખ મુખ્યત્વે કઠણ મૃત કોશના મજબૂત પ્રોટીન કિરેટિનથી બનેલા હોય છે. નખની વૃદ્ધિ આંગળી આંગળીએ અને વ્યક્તિ વ્યક્તિએ અલગ હોય છે. નખ દર મહિને લગભગ ૦.૧૨ ઇંચ વધે છે. નખ કાપવામાં ન આવે તો એ ઘણા વધી જઈ શકે. ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકોડ્‌ર્સ ૧૯૯૮ અનુસાર, એક ભારતીય માણસે તેના ડાબા હાથના પાંચેય નખ વધવા દીધા અને એની સંયુક્ત લંબાઇ ૨૪૧ ઇંચ, અને અંગૂઠાના નખની લંબાઇ ૫૫ ઇંચ થઈ.

જટિલ રચના

પ્રથમ દૃષ્ટિએ તમે વિચારી શકો કે નખ આખો એક જ ભાગ છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે નખને ઘણા દૃશ્ય અને અદૃશ્ય ભાગો છે. ચાલો આપણે નખની રચનાને નજીકથી જોઈએ.

૧. નખનું પડ. આ કઠણ ભાગને સામાન્ય રીતે આપણે નખ કહીએ છીએ. નખ ઉપરનું અને નીચેનું એમ બે પડ ધરાવે છે. આ બે ભાગોના કોશો અનોખી રીતે ગોઠવાયેલા હોવાથી એ અલગ ઝડપે વધે છે. ઉપરનું પડ લીસું હોય છે, જ્યારે કે અંદરનું પડ ઉપસેલી ધારો જેવું હોય છે. આ ઉપસેલી ધારો દરેક વ્યક્તિઓમાં અજોડ હોય છે અને એ ઓળખ ચિહ્‍ન પણ બની શકે.

૨. લુનૂલ. આ અર્ધચંદ્રાકારનો સફેદ જેવો ભાગ નખના નીચેના ભાગ પાસે હોય છે. દરેક આંગળીઓને દૃશ્ય લુનૂલ હોતા નથી. નખના પડના નીચેના ભાગમાં આવેલા, મેટ્રિક્સ કહેવાતા જીવંત ભાગના નાના વિસ્તારમાંથી નખ વધે છે. આ નખના આખા ભાગમાં એકદમ મહત્ત્વનો ભાગ છે. લુનૂલ નખના મેટ્રિક્સના અંતે, જીવંત નખના દૃશ્ય ભાગ તરીકે હોય છે. બાકીના ભાગના નખનું પડ મૃત કોશોથી બનેલું હોય છે.

૩. નખનો વળાંક, નિકટના અને પડખાં. આ નખના પડની આજુબાજુની ચામડીને કહે છે. આ ચામડીને નખનો વળાંક કહેવામાં આવે છે કારણ કે એ નખના પડની સાથે અંત આવતો નથી પરંતુ વળાંક હેઠળ અને નખના પડના આવરણમાંથી બહાર આવે છે. આ ચામડીના વળાંક નખની આસપાસના વિસ્તારનું રક્ષણ કરે છે અને ટેકો આપે છે.

૪. એપ્નીકીએમ. આ ચામડીનો વળાંક નખના પડના અંતે જોવા મળે છે. અમુક સમયે, એને ક્યૂટિકલ કહેવામાં આવે છે.

૫. ક્યૂટિકલ. સાચું ક્યૂટિકલ ઓનિકીયમના નીચેના ભાગમાં પાતળો ભાગ છે. આ ચામડી રંગવિહીન છે, જે નખના પડની પાછળના ભાગને વળગી રહે છે.

૬. આગળની ધાર. નખની આ આગળની ધાર ટેરવાથી આગળ વધે છે.

૭. હાઇપોનિકિયમ. આ નખની આગળની ધાર છે, એમાંથી પાણી જઈ શકતું નથી. જેથી એ નખમાં રોગ થતા બચાવે છે.

તેની ઉપયોગિતા

આપણા નખ ઘણી રીતે ઉપયોગી છે જેમ કે ખંજવાળવા માટે. નારંગી છોલવા, ગાંઠ છોડવા, અથવા નાની ચીજવસ્તુઓ વાપરવા અતિ ઉપયોગી છે. વધુમાં, નખ સંવેદી પણ નાજુક ટેરવાને ટેકો અને રક્ષણ આપે છે.

નખની સુંદરતા પ્રત્યે આંખ આડા કાન કરવા જોઈએ નહિ. આપણા નખ સારા—કે ખરાબ—શણગારનું પ્રતિબિંબ પાડી શકે. તેઓ સામાન્ય હાવભાવમાં મહત્ત્વનો ભાગ ભજવે છે, અને સારી રીતે રાખીએ તો, તેઓ આપણા હાથને સુંદર બનાવી શકે. એના વિના, આપણા દરરોજના જીવનમાં અવરોધ આવી શકે, અને આપણા હાથમાં કચાશ રહી જાત.

યોગ્ય કાળજી તેઓને મજબૂત બનાવે છે

આપણા અદ્‍ભુત શરીરના ભાગ તરીકે, આપણા નખની યોગ્ય રીતે કાળજી રાખવી જોઈએ. તમારા નખમાં ખામી હોય તો, તમારા ડૉક્ટરને બતાવવું જોઈએ. હકીકતમાં, તમારા આંગળીના ટેરવા કહી આપી શકે કે તમને સારું નથી. હા, એવો દાવો કરવામાં આવ્યો છે કે કેટલાક શારીરિક રોગ તમારા નખ જોઈને પણ કહી શકાય.

શું વધારે કૅલ્સિયમ કે વિટામીન લેવાથી તમારા નખ મજબૂત બની શકે? આ પ્રશ્નનો જવાબ આપતા, નખના વિષય પર સંશોધન કરતા, સ્વીડન, સ્ટોકહોમ સંસ્થાના પ્રાધ્યાપક બો ફલોરસીન્ડ કેરોલિન્સકાએ, સજાગ બનો!ને કહ્યું: “એ દૃષ્ટિને ટેકો આપતા કોઈ પુરાવા નથી. સામાન્ય નખ કેટલું કૅલ્સિયમ ધરાવે છે એનું પૃથક્કરણ બતાવે છે કે આ તત્ત્વ એકદમ સૂક્ષ્મ હોય છે.”

તમારા નખને મજબૂત અને નરમ રાખવા જરૂર મદદ કરે એ પાણી છે. અગાઉ ઉલ્લેખ કરવામાં આવ્યો તેમ, નખ કિરેટિન ધરાવે છે. આ કિરેટિનને નરમ રહેવા પાણીની જરૂર છે. પ્રાધ્યાપક ફ્લોરસીન્ડ ઉદાહરણ આપે છે: “તમે તમારા નખ કાપો છો ત્યારે નખનો એ ટુકડો નરમ હોય શકે છતાં, રાત દરમિયાન સૂકાઈ જવાથી એ બરડ થઈ જાય છે.” ભેજ તમારા નખને નરમ અને મજબૂત રાખવામાં મદદરૂપ રાખશે. પરંતુ આ ભેજ ક્યાંથી આવે છે? નખનું પડ સખત હોય છે, પરંતુ એમાં પ્રવેશ થઈ શકે એવું હોય છે. નખની નીચેનો ભેજ નખના પડથી એની સપાટી સુધી ઉપર આવે છે, જ્યાં એનું બાષ્પીભવન થઈ જાય છે. નખને સૂકાતા અટકાવવા અને મજબૂત રાખવા શું થઈ શકે? પ્રાધ્યાપક ફ્લોરસીન્ડ કહે છે: “દરરોજ તેલ લગાવવું લાભદાયી થશે.”

એની વૃદ્ધિ અને સુંદરતાની કાળજી લેવી

નખ મેટ્રિક્સમાંથી વધતા હોવાના કારણે, આ ભાગની યોગ્ય કાળજી રાખવી મહત્ત્વનું છે. મેટ્રિક્સને વૃદ્ધિ માટે નિયમિત ક્રીમ કે તેલની માલિસ કરવાથી નખના પડને લાભ થઈ શકે. વધુમાં, આગળની ધાર પર તેલનું ટીપું મૂકવું પણ મદદરૂપ થઈ શકે, જે નખને સૂકાવાથી રોકશે.

તમે કઈ રીતે નખને આકાર આપો કે કાપો છો એનાથી નખ સબળા કે નબળા બને છે. એવી ભલામણ કરવામાં આવી છે કે તમે તમારા નખને બાજુમાંથી વચ્ચેની તરફ આકાર આપો. યાદ રાખો કે ખૂણાને આકાર આપવાથી એ નખને નબળાં બનાવે છે. આ અણીદાર નખ ઉત્પન્‍ન કરે છે, કે જે બધા આકારમાં સૌથી નબળા હોવાથી, એની બાજુઓને ટેકો મળતો નથી. ટૂંકા મજબૂત નખ માટે, એવી ભલામણ કરવામાં આવી છે કે તમારા નખને લગભગ ૧/૧૬ ઇંચ સુધી સીધા વધવા દો અને આંગળીના ટેરવા ઉપર વધેલા ભાગને ગોળાકાર આપો.

કેટલીક સ્ત્રીઓને પોતાના નખ થોડા લાંબા રાખવાનું પસંદ હોય શકે. પરંતુ સાવચેત રહો. વધારે પડતા લાંબા નખ બિનજરૂરી ધ્યાન ખેંચે છે તેમ જ તમને સામાન્ય કામ કરતા અટકાવે છે. આથી તમારા નખની લંબાઈ વિષે સમતોલ દૃષ્ટિ રાખો. એમ કરશો તો, તમારા નખ કીમતી બનશે અને બીજાઓ પર સારી છાપ પાડશે.

તમારા નખમાં કદી પણ અણીવાળી વસ્તુથી ખોતરવા નહિ એવું નિષ્ણાતનું કહેવું છે. એનાથી વધેલા નખની નીચેના ભાગમાં આવેલા હાઈપોનીચ્યમને નુકશાન પહોંચી શકે. હાઈપોનીચ્યમ નખ નીચેનો ભાગ બંધ કરી એને રક્ષણ આપે છે. આ વિસ્તારને નુકશાન થાય તો, નખ કદાચ ઉખડી જઈ શકે અને ચેપગ્રસ્ત બની શકે. નખને અંદરથી એકદમ સાફ રાખવા માટે એકદમ પોચા બ્રશનો ઉપયોગ કરો.

મજબૂત અને આરોગ્યપ્રદ નખ કંઈક અંશે વારસાગત ઘટક છે. આથી કેટલાકને મજબૂત અને નરમ નખ હોય છે, જ્યારે કે બીજાઓને સૂકા અને બરડ હોય છે. તમારા નખની ગમે તે સ્થિતિ હોય, તમે એનો દેખાવ યોગ્ય અને નિયમિત કાળજીથી સુધારી શકો. ખરેખર, નખની રચના, કાર્ય, અને એની યોગ્ય કાળજી વિષે સમજવાથી, આપણને ઉપયોગી માહિતી મળે છે. આ પ્રકારની માહિતીનો ડહાપણભરી રીતે ઉપયોગ કરવાથી સારું પરિણામ આવશે.

ખરેખર નખ માનવ શરીરનો એક અદ્‍ભુત ભાગ છે. એની રચના અને કાર્ય એની પાછળની કુશળ વ્યક્તિ વિષે સાક્ષી આપે છે. પ્રાચીન સમયના રાજા દાઊદે નમ્રતાથી તેના ઉત્પન્‍નકર્તાના વખાણ કર્યા કે જે ગીતશાસ્ત્ર ૧૩૯:૧૪માં આ રીતે નોંધેલા છે: “ભય તથા આશ્ચર્ય પમાડે એવી રીતે મને રચવામાં આવ્યો છે, માટે હું તારી ઉપકારસ્તુતિ કરીશ; તારાં કામ આશ્ચર્યકારક છે, એ મારો જીવ સારીપેઠે જાણે છે.”

સજાગ બનો!ના સ્વીડનમાંના ખબરપત્રી તરફથી

૩

૪

૫

૨

૩

૩

૧

૬

૮

૩

૪

૫

૧

૯

૭

૧. નખનું પડ;

૨. લુનૂલ;

૩. નખનો વળાંક, નિકટના અને પડખાં;

૪. એપ્નીકીએમ;

૫. ક્યૂટિકલ;

૬. આગળની ધાર;

૭. હાઇપોનિકિયમ;

મેટ્રીક્ષ;

નખની કિનારી

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો