કલકત્તા - નોખું પણ સુંદર શહેર
રાડયડ કિપલીન એ બ્રિટીશ લેખક માટે, એ “ઘૃણાજનક રાત્રિનું શહેર,” “ગીચ અને ઘાતક શહર” હતું. પરંતુ પ્રખ્યાત ઉર્દુ કવિ મિરઝા ગાલીબ માટે, એ “નવચેતનનું શહર,” “એ આકાશી શહેર” હતું. લેખક દોમીનીક લાપીએરન શહેરની દરેક મુલાકાતે “એક નવો મુગ્ધ કરનારા અનુભવો” જોવા મળ્યા, એનાથી ભિન્ન, પીટર ટી. વાઈટ, રાષ્ટ્રીય ભેગાલિક (અંગ્રેજી)ના લખાણમાં બીજાઓની ટીકા નોંધી “ઘૃણાજનક, ધિક્કારજનક, ભયંકર. દુનિયાના સૌથી મોટો કંગાળ વિસ્તાર.” નિઃશંક, કલકત્તા (બંગાળી, કોલીકત્તા) એક નાખું શહેર છે.
શહેરની શરૂઆત
ભારતના ઉત્તરપૂર્વ કિનારાએ આવેલ પશ્ચિમ બંગાળના રાજ્યમાં કલકત્તા આવેલું છે જે ભારતના પ્રાચીન ભૂતકાળનો ભાગ ન હતું. દિલ્હી અને તંજાઊર શહેરની સરખામણીમાં, એ નાનું શહેર છે. શહેરોનો કિસ્સામાં ઘણી વાર બને છે તમે, કલકત્તાનો જન્મ મહાન ગંગા નદીના કારણે થયો. બંગાળના ઉપસાગરની નજીક, ગંગા બે ઉપનદી અને ત્યાર પછી ઘણા બધા ભાગોમાં વહેંચાય જાય છે, એ દુનિયાનો સૌથી મોટો ત્રિકોણાકાર બનાવે છે. પશ્ચિમ કિનારાની આ નદી શરૂઆતમાં ભગીરથી-ગંગા અને પાછળથી હૂગલી નામથી ઓળખાતી હતી કે જે દક્ષિણ તરફ વહે છે.
પંદરમી અને સોળમી સદીઓમાં, પાર્ટુગીઝ, ડચ અને બ્રિટીશ વેપારીઓને હૂગલી સુધી સમુદ્રયાત્રા કરી અને સ્થાનિક શાસકોની પરવાનગીથી, વેપારી મથક સ્થાપ્યા. બ્રિટીશની પૂર્વ ભારતીય કંપનીના અધિકારી જોબ ચર્નોખ વેપારના કેન્દ્ર તરીકે સુથાનોટી શહેરને પસંદ કર્યું. કેટલીક અડચણ પછી, તેણે સુથાનોટીમાંથી મુસાફરી કરીને ગાવિંદપૂર અને કાલીકત્તા ગામડાંઓમાં ગયા, અને ફક્ત વેપારી મથક કરતાં બ્રિટીશ વસાહતના પાયા માટેની સ્થાપના કરી. આગસ્ટ ૨૪, ૧૬૯૦માં કલકત્તાનો જન્મ થયો!
વર્ષ ૧૬૯૮માં કાયદેસર રીતે સત્તાનો અધિકાર મળ્યો, અને ૧૭૫૭ સુધી બ્રિટીશો મોગલ શાસકોને ભાડું ચૂકવ્યું. બ્રિટીશએ વિકસિત શહેરને લશ્કરી રક્ષણ આપવા ફાર્ટ વિલ્યમ બાંધ્યું. વેપારીઓ, ફોર્ટ વિલ્યમથી સલામતી અનુભવવા લાગ્યા અને મોટા મકાનો બાંધવાનું શરૂ કર્યું. ત્યાં સુધીમાં નગર અને આસપાસનાં ગામડાંઓની સંખ્યા ૪,૦૦,૦૦૦ સુધી પહોંચી, અને વેપારીઓ એક વર્ષમાં હૂગલીમાં લગભગ ૫૦ વહાણો લાવ્યા.
કલકત્તાનો કાળો ધબ્બો
વર્ષ ૧૭૫૬માં અવિચારી સ્થાનિક યુવાન શાસક, બંગાળના સીરાજો દૌલાએ કલકત્તા પર હુમલો કર્યો. મોટા ભાગના રહેવાસીઓ ભાગી ગયા, પરંતુ ફોર્ટ વિલ્યમમાં આશ્રય લેતા કેટલાક યુરોપીયનો તાબે થયા અને જૂનની સખત ગરમીમાં એક નાની જેલમાં ગોંધી રાખવામાં આવ્યા. બીજા દિવસે, ઘણા લોકો શ્વાસ ન લેવાથી મરી ગયા. જેલને કલકત્તાનો કાળો ધબ્બો તરીકે ઓળખવામાં આવી.
આ બનાવે ઇસ્ટ ઇંડીયા કંપનીમાં રોષ ભર્યો અન ૧૭૫૭માં, રોબર્ટ ક્લાઈવ બ્રિટીશ લશ્કરના દળથી નગર ફરીથી લઈ લીધું. એમ કહેવામાં આવ્યું છે કે પ્લાસીના યુદ્ધથી ભારતમાં બ્રિટીશ શાસન શરૂ થયું. અને કલકત્તાનું પરિણામ? વર્ષ ૧૭૭૩માં ભારતમાં, બ્રિટીશનું મુખ્ય શહેર બન્યું અને એ ૧૯૧૧ સુધી રહ્યું.
કલકત્તાને સુધારવામાં આવ્યું
શહેરમાં પુષ્કળ ધનસંપત્તિ આવતી ગઈ તેમ, ભવ્ય મકાનો બંધાયા, જેણે કલકત્તાને રાજમહલોનું શહેર એવું નામ આપ્યું. પહોળા માર્ગો બંધાયા, અને સંગ્રહસ્થાનો અને પુસ્તકાલયો સ્થાપવામાં આવ્યા. આજ સુધી ઘણા પ્રભાવશાળી મકાનો હયાત છે જે એના પુરાવા છે.
ભારતમાં બ્રિટીશ શાસનના ૧૯૦ વર્ષ પછી, ગાંધીજી અને જવાહરલાલ નહેરુના નેતૃત્વ હેઠળ, ૧૯૪૭માં સ્વતંત્રતા મેળવવામાં સફળ થયા અને એનાથી ભાગલા પડ્યા. મોહમ્મદ અલી જીણા હેઠળ, પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તના રાજ્યો અસ્તિત્વમાં આવ્યા. ત્યાર પછી, ૧૯૭૧માં પૂર્વ પાકિસ્તાન બાંગ્લાદેશ બન્યું. આ બનાવના કારણે મોટા ભાગના શરણાર્થીઓ કલકત્તામાં આવ્યા; આજે આ મોટા નગરના વિસ્તારામાં અંદાજે ૧,૨૦,૦૦,૦૦૦ ઉપરની વસ્તી છે.
આજીવિકાના સાધન વગર અણધાર્યા ઘણા લોકો આવ્યા જેનાથી પ્રચંડ સમસ્યાઓ ઉભી થઈ. મકાનની ખામીનો અર્થ લાખો લોકો કંગાલ ગંદા લત્તામાં રહેતા હતા, કારબોર્ડ અને શણથી રહેવાના સ્થાનો બનાવ્યા, એમાં થોડી કે બિલકુલ સ્વાસ્થ્યસંરક્ષક, વીજળી કે પાણી ન હતા. બીજા હજારો રસ્તાઓ પર રહેતા હતા. વર્ષ ૧૯૬૭માં, નવ આંતરાષ્ટ્રીય નગર આયાજકોએ કલકત્તાની પરિસ્થિતિનો અહેવાલ આપતા કહ્યું કે એ “એની આર્થિક, મકાન, સ્વાસ્થ્યસંરક્ષક, પરિવહન અને જીવનના જરૂરી માનવગુણો ઝડપથી ભાંગી જવાના સ્તરે પહોંચ્યા” હતા. ભાવિ ધૂંધળું દેખાતું હતું.
પ્રાપ્ય મકાનો મેળવવાના પ્રયત્નો વધી જતાં, ખાસ કરીને ઓછી આવકવાળા લોકો માટે, મીઠાંના વિશાળ વિસ્તારને સાફ કરવામાં આવ્યો. વળી, નદીમાં જમીન ભરી દેતો કચરો બહાર કાઢવાથી, નૌકાયાન સુધર્યું હતું.
દાયકા ૧૯૯૦ની શરૂઆતમાં ભારતમાં વધારે આંતરરાષ્ટ્રીય નાણાં રોકનારાઓ જવા મળ્યા અને કલકત્તા તેઓને ગુમાવવા માંગતુ ન હતું. તેથી જોરદાર સાફસફાઈ શરૂ થઈ. ગંદા વિસ્તારોમાં રહેનારાઓને શહેરની બહાર ફરી વસાવવામાં આવ્યા, કચરાનો વીજળી અને ખાતર માટે ઉપયોગ કરવામાં આવતો હતો અને પ્રદૂષણ કરતા વાહનો અને ધુમાડો વધારતા ચૂલાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. રસ્તાઓ વિસ્તૃત કરવામાં આવ્યા અને શોપિંગ સેન્ટરો બાંધવામાં આવ્યા. નાગરિકના વૃંદે ભેગા મળી ઘસીને સાફસફાઈ કરી અને રંગ કર્યો. કલકત્તાને વિનાશ કિનારેથી પાછું ખેંચી કાઢવામાં આવ્યું અને એને એક નવું જીવન આપવામાં આવ્યું—એક સમયનું “મૃત” “વિનાશક” શહેર ફરીથી જીવંત બન્યું. વર્ષ ૧૯૯૭ના લાભે અને નાગરિક રીતભાત પરના અહેવાલમાં, એ ભારતના બીજા મુખ્ય શહેરો કરતાં ઘણું ઊંચું હતું.
વેપારી મહાનગરી
પડોશી દેશોમાંથી આવેલા શરણાર્થીઓ, ભારતના બીજા રાજ્યોમાંથી આવેલા વસાહતીઓ, સ્થાનિક બંગાળીઓ અને લાંબા સમયથી રહેતા ચીની અને આર્મેનિયોથી મહાનગરી ભાષા, સંસ્કૃતિ, ધર્મ અને રાંધણકળાના મિશ્રણનું સાધન બન્યું છે. કઈ બાબત લાખો લોકોને કલકત્તામાં ખેંચી લાવી? વેપાર! આખા જગતમાંથી વહાણો આ બંદરે આવ્યા જ્યાં પૂર્વ પશ્ચિમને મળે છે. નિકાસમાં સૂરોખાર, શણ, ચા, ખાંડ, ગળી, રૂ અને સિલ્કનો સમાવેશ થાય છે. ધોરીમાર્ગ, રેલ અને સમુદ્રથી મોટા જથ્થામાં માલ કલકત્તામાં આવતો જતો થયો. સ્વતંત્રતા પછી, લોખંડ અને પોલાદના વિશાળ કારખાના વિકસ્યા, અને ઘરના ઉપયોગ અને નિકાસ માટે મૂલ્યવાન ખનીજ ખોદવામાં આવ્યા.
વેપાર વિકસવા માટે પાયારૂપ બંદર હતું. અસલમાં હૂગલીના એકદમ અંદરના ભાગમાં બ્રિટીશ પોતાના જહાજોને લાંગરતા હતા અને નાની હોડીઓથી માલનું સ્થળાંતર કરતા હતા. વર્ષ ૧૭૫૮માં કલકત્તા મુખ્ય કેન્દ્ર બન્યું અને કાળક્રમે ભારતનું મુખ્ય બંદર બનાવવામાં આવ્યું હતું. સતત આધુનિકરણ અને ગંગા પર બંધથી પ્રાપ્ત થતા વધારે પાણીને કલકત્તાના આંતરાષ્ટ્રીય, કિનારાના અને અંતર્દેશી સમુદ્રીયાત્રાને વધારવામાં ફાળો આપ્યો.
પરિવહન—પ્રાચીન અને અર્વાચીન
શહેરના ૧.૨ કરોડ કરતાં વધારે લોકો માટે, પરિવહન મુખ્ય સમસ્યા છે. આધુનિક શહેરોમાં સામાન્ય રીતે જોવા મળતા દરેક પરિવહન કલકત્તામાં છે—એથી પણ વધારે! મુલાકાતીઓને હાથરીક્ષા ખેંચતા ચપળ માનવીઓ ટ્રાફીકમાંથી આગળ વધે એ જોવું આશ્ચર્યજનક લાગે છે કે જેઓ અવારનવાર બસ અને ટેક્ષી કરતાં મુસાફરોને તેઓના મુકામે જલદી પહોંચાડે છે. માલ ખસેડવા ૧૯૦૦માં દાખલ કરેલી રીક્ષા જલદી જ માણસોને લઈ જવા ઉપયોગમાં લેવામાં આવી; માનવામાં આવે છે કે શહેરના રસ્તાઓ પર લગભગ ૨૫,૦૦૦ જેટલી રીક્ષાઓ જોવા મળે છે! એઓ ટ્રાફિકને ધીમા કરી નાખે છે છતાં, એઓ લગભગ ૫૦,૦૦૦ માણસોને રોજગાર અને ઘણા લોકો માટે પરિવહન પૂરું પાડે છે.
દરરોજ, નાની હોડીઓ કલકત્તાના મુખ્ય રેલ્વ સ્ટેશન અને જિલ્લાના વેપારના કેન્દ્રમાં હજારો લોકોને લઈ જાય છે. નદીની યાત્રાને મહત્ત્વ આપવામાં આવે છે જેથી રસ્તા પરના પરિવહનની સમસ્યા ઓછી થાય, કેમ કે દરરોજ ૫૦,૦૦૦થી વધારે કાર અને હજારો ખટારા, દુનિયાના સૌથી વધારે ઉપયોગમાં કરવામાં આવતા પુલ, હાવડા પરથી જાણે ધક્કા મારતા પસાર થાય છે.
કદાચ શહેરનું મુખ્ય આકર્ષણ વીજળીથી ચાલતી ટ્રામ છે. હંમશા અનુકૂળ ન હોવા છતાં, પ્રદૂષણવિનાની, વધારે મોટી, કાર્યશક્તિ-દક્ષતાનું વાહન લાખો લોકોને દરરોજ આખા શહેરમાં ફેરવે છે. ટ્રામના દરવાજાએ લટકાવા ખાસ કુશળતાની જરૂર છે! તાજેતરમાં બંધાયલી મેટ્રા રેલ સિસ્ટમથી મોટા ફેરફાર થયા, કે જે કલાકમાં ૬૦,૦૦૦ મુસાફરોને મઝાની ઠંડકમાં વ્યવસ્થિત રીતે શહેરની વચ્ચેથી લઈ જાય છે.
કલકત્તાની વિવિધ સંસ્કૃતિ
કલકત્તામાં શિક્ષણની સારી તકો હોવાના લીધે ઘણા વિજ્ઞાન અને કાયદાના ક્ષેત્રમાં આગળ વધ્યા છે, અને કળા ફૂલી ફાલી કે જે સંસ્કૃતિના કેન્દ્રનું ઉપખંડ બન્યું. કલકત્તાની ૧૪૦ વર્ષ જૂની વિદ્યાપીઠમાં ૨.૫ લાખ કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ હાજરી આપે છે, જે દુનિયામાં સૌથી મોટી વિદ્યાપીઠોમાંની એક છે.
મુંબઈ ભારતનું વ્યાપારી ચલચિત્ર માટેનું કેન્દ્ર છે તો, કલકત્તા ચોક્કસ ઉચ્ચ-ગુણવત્તાના કળા ચલચિત્રનું ઘર છે. સત્યજીત રે અને મ્રિનલ સેન જેવા નામો કળામાં પોતાના ફાળા માટે જગતવ્યાપી જાણીતા છે. કલકત્તા રોમ અને પેરિસને ભેગા કરીએ એ કરતાં વધારે કવિતા ધરાવે છે, ન્યૂયોર્ક અને લંડન કરતાં વધારે સાહિત્ય સામયિકો છે અને કૉલેજ માર્ગ પર, દુનિયાનું બીજા નંબરનું સૌથી મોટું જૂના પુસ્તકનું બજાર છે.
જોવાલાયક અસાધારણ બાબતો
ઇટાલિઅન નવચેતના ઢબથી બનેલું, વિક્ટોરીયા મેમોરિયલ જોવા જેવું છે. વર્ષ ૧૯૨૧માં ખોલવામાં આવ્યું હતું, આ બહુ મોટું સંગ્રહાલય છે જેમાં ભારતમાં બ્રિટીશ શાસનના સ્મૃતિ-ચિહ્નો રાખવામાં આવ્યા છે. કલકત્તાના સંગ્રહસ્થાનમાં ભારતના સૌથી મોટા સંગ્રહસ્થાનો સમાવેશ કરતાં બીજા ૩૦ સંગ્રહસ્થાનો છે. ભારતીય બોટોનિકલ ગાર્ડનમાં ૨૪૦ વર્ષ જૂનું વડનું ઝાડ છે, કે જેનો ધેરાવા ૪૦૦ મીટરનો છે, અને એક પ્રાણી સંગ્રહસ્થાન છે જે મુલાકાત કરવા જેવું છે. મેદાન—૧,૨૮૦ એકર ખુલ્લી જગ્યા પર ફેલાયલું—કલકત્તાના ફેફસાં તરીકે જાણીતું છે, અને આખા ભારતના સૌથી મોટા ગામડાંનું ચોક માનવામાં આવે છે. કલકત્તામાં આખી દુનિયાનો સૌથી મોટા પ્લેનેટેરિયમમાંનું એક બિર્લા પ્લેનેટેરિયમ પણ છે. ક્રિકેટમાં રસ ધરાવનાર લોકોથી, ઇડન ગાર્ડન ક્રિકેટ મેદાન આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન ૧,૦૦,૦૦૦થી પણ વધારે ઉત્સાહી દર્શકોથી ભરાઈ જાય છે.
સાયન્સ સિટી ખરેખર સુંદર મકાન છે, આ એશિયાનું સૌથી મોટું ભાગ લેવાનું આકર્ષક વિજ્ઞાન કેન્દ્ર છે, કે જે મુલાકાતીઓને ધરતીકંપનો અનુભવ કરાવે છે, ટાપુ ડુબી જતા બતાવે છે, વંટાળિયા બનતા બતાવે છે અને વાતાવરણ અન ઘણા પ્રાણીઓની ટેવો વિષેની રોમાંચક હકીકતો શીખવે છે. પરંતુ હિંદુઓ માટે કલકત્તાનું સૌથી મોટું આકર્ષણ દુર્ગા પૂજાનો ઉત્સવ છે, તે વખતે શહેર પાંચ દિવસ પ્રચંડ ધાર્મિક ઉલ્લાસથી નાચી ઉઠે છે, જેનાથી સામાન્ય પ્રવૃત્તિઓ લગભગ બંધ થઈ જાય છે.
કલકત્તાના બજારમાં જાવ તો તમને શું જોવા મળી શકે? લગભગ બધું જ! ઘોંઘાટિયા ટોળાના ધક્કા ખાવા તૈયાર રહો અને એમાં પણ સ્ત્રીઓને તેઓને પચરંગી સાડીમાં જોવાનું ચૂકશો નહિ. તમે ચામડાંનો માલ વાજબી દરે મેળવી શકો, જેમાં ચીની દુકાનોમાં સરસ ચામડાંના પગરખાંનો પણ સમાવેશ થાય છે. સ્ટેઈનેલેસ સ્ટીલની વસ્તુઓ, કપડાં, સુંદર માટીનાં વાસણો અને સુંદર પ્રવિણતાથી બનાવેલા ઘરેણાં જે ધીરજથી ખરીદનારને આ “ખરીદનારના સ્વર્ગ”માં મોટા બજારમાંથી મળી શકે.
સ્વાદ યાત્રા
કલકત્તા સ્વાદ પ્રેમીઓ માટેનું સ્વર્ગ પણ કહેવામાં આવ્યું છે, તેથી આપણે એના કેટલાક સ્વાદિષ્ટ ભોજનને ચાખ્યા વગર રહી શકીએ નહિ. એવું કહેવામાં આવે છે કે બંગાળીઓ ખોરાકની પૂજા કરે છે અને તેઓને તેઓની રાંધણકળાની કુશળતા પરથી ઓળખવામાં આવે છે. માછલી કલકત્તાનો મુખ્ય ખોરાક છે, વિશાળ બજાર વિવિધ માછલી, મટન અને શાકભાજી પૂરાં પાડે છે. તાજા મસાલા, કાળજીપૂર્વકનું મિશ્રણ, સાધારણ શાકભાજીને પણ સ્વાદિષ્ટ બનાવે છે. ચીની ખોરાક દરેક જગ્યાએ મળે છે. અને કલકત્તાની રાંધણકળા આહ્લાદક બનાવે છે એ ત્યાંની પ્રખ્યાત મિઠાઈ, રસગુલ્લા, બંગાળનું પ્રતિક છે. દહીંમાંથી પાણી કાઢી નાખેલા ગોળ, લહેજતદાર અને એને ખાંડની ચાસણીમાં બોળવામાં આવે છે. અને મિસ્ટી દોઈ ખાવાનું ચૂકી જશો નહિ, એક આહ્લાદક મીઠું દહીં છે કે જે સામાન્ય રીતે જમ્યા પછી ખાવામાં આવે છે. શું તમારા મોંમા પાણી આવી ગયું? શું તમને એ રેસ્ટોરંટમાંથી સ્વાદિષ્ટ સુગંધ આવી રહી છે? હા, કલકત્તા ખરેખર નોખું પરંતુ સુંદર શહેર છે!
[Caption on page ૧૫]
સજાગ બનો!ના ભારતમાંના ખબરપત્રી તરફથી
[Caption on page ૧૫]
Mountain High Maps® Copyright © 1997 Digital Wisdom, Inc.
[Caption on page ૧૫]
ભા ર ત
[Caption on page ૧૫]
ક લ ક ત્તા
[Caption on page ૧૫]
બાંગ્લાદેશ
[Caption on page ૧૫]
શ્રીલંકા
[Caption on page ૧૫]
ક લ ક ત્તા
[Caption on page ૧૫]
ભારતીય બોટોનિકલ ગાર્ડન
[Caption on page ૧૫]
મેદાન
[Caption on page ૧૫]
પ્રાણી સંગ્રહસ્થાનો
[Caption on page ૧૫]
બિર્લા પ્લેનેટેરિયમ
[Caption on page ૧૫]
વિક્ટોરિયા મેમોરિયલ
[Caption on page ૧૫]
ભારતીય સંગ્રહસ્થાન
[Caption on page ૧૫]
હૂગલી
[Caption on page ૧૫]
નદી
[Caption on page ૧૫]
ખારા પાણીનું સરાવર
[Caption on page ૧૫]
ડમ ડમ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક
[Caption on page ૧૫]
સાયન્સ સીટી
[Caption on page ૧૬]
વિક્ટોરીયા મેમોરિયલ
[Caption on page ૧૭]
ધાંધલિયા બજારનું દૃશ્ય
[Caption on page ૧૭]
રસ્તા પરની હજામની દુકાન