હું કુદરતનો આનંદ હંમેશા માણીશ
ડોરથી કોનેલીના જણાવ્યા પ્રમાણે
હું નાની છોકરી હતી ત્યારે, મને કહેવામાં આવ્યું હતું કે હું નર્કમાં જઈશ કારણ કે હું આદિવાસી છું. વર્ષો પછી, ૧૯૩૬માં, મેં બાઇબલ ભાષણ રેકોર્ડીંગ સાંભળ્યું જેણે નર્કના શિક્ષણ પર પાણી ફેરવી દીધું અને મારા હૃદયમાં એક ચિનગારી જગાડી. એ ચિનગારી હવે આગ બની ગઈ છે. એ કઈ રીતે બન્યું તે હું તમને સમજાવું તે પહેલાં, મારા વિષે કંઈક જણાવવા ઇચ્છું છું.
હું લગભગ ૧૯૧૧માં જન્મી હતી. હું “લગભગ” કહું છું કારણ કે એ દિવસોમાં આદિવાસીઓને તારીખ કે જન્મ પ્રમાણપત્રની કંઈ જરૂર પડી ન હતી. મારાં માબાપ મહેનતું, દેવનો-ભય રાખનાર લોકો હતા. અમે કેન્દ્રિય ક્વીન્સલૅન્ડ, ઑસ્ટ્રેલિયામાં ઊંચા-નીચા અને સુંદર કાર્નારવન પર્વતમાળામાં, સ્પ્રીંગસ્યોર નાના નગરમાં રહેતા હતા.
મારા પિતાને એક ગોરા કુટુંબે રોમન કૅથલિક ધર્મમાં ઉછેર્યા હતા. તોપણ, મારાં આદિવાસી માબાપ મારામાં પોતાના વંશપરંપરાગત રિવાજો અને પૃથ્વી માટેનો પ્રેમ સિંચતા હતા. અમે ખાવા માટે કાંગારું, ઈમુ પક્ષી, દરિયાઈ કાચબો, સાપ, માછલી તેમજ ખાઈ શકાય એવી મોટી ઇયળ પકડતા. પરંતુ હું ઈમુ ખાતી નહિ. અમારા કુટુંબમાં, ફક્ત મને એની મનાઈ હતી કારણ કે એ મારું વ્યક્તિગત કૂળપ્રતીક હતું. આદિવાસી પરંપરા, કે “સ્વપ્નસમય” અનુસાર, જાતિના દરેક સભ્યને પોતાનું કૂળપ્રતિક હતું, જેમ કે બાધા લીધી હોય તેમ તેઓ અમુક વસ્તુ ન ખાય શકે.
કૂળપ્રતિકની માન્યતાનું મૂળ અંધશ્રદ્ધા હોવા છતાં, આ બિનઆદરણીય રિવાજ જીવનની પવિત્રતાને યાદ કરાવતો હતો. આદિવાસીઓ આનંદ માટે શિકાર કરતા ન હતા. હું નાની હતી ત્યારે, ખડમાકડીનાં અંગોને તોડતાં પિતાએ મને પકડી પાડી ત્યારે હું તેમના ભયંકર ગુસ્સાને કારણે ધ્રુજતી હતી તે મને યાદ છે. “એ અતિશય ખરાબ કહેવાય!” તે બરાડી ઉઠ્યા. “તું જાણતી નથી કે દેવ ક્રૂરતાને ધિક્કારે છે? તને કોઈ એવું જ કરે તો તને કેવું લાગશે?”
અમે ઘણી અંધશ્રદ્ધામાં માનતા હતા. દાખલા તરીકે, વીલી વેગટેઈલ (નાની ચકલી) અમારા આંગણામાં ફરકે તો, એનો અર્થ અપશુકન થતો; અથવા ઘુવડ દિવસે ઝાડના ઠુંઠા પર બેસે તો, અમે એવું માનતા કે કોઈક મરી જવાનું છે. અમુક સ્વપ્નોને પણ ભાવિસૂચક ચિહ્ન માનવામાં આવતાં હતાં. દાખલા તરીકે, સ્વપ્નમાં કાદવકીચડવાળું પાણી દેખાય તો એવું માનતા કે કુટુંબમાં કોઈક બીમાર છે. અથવા પાણી કાદવ સાથે વહેતું હોય તો એ ગર્ભિત સૂચન કરતું કે કોઈક મરવાનું છે. ખરૂં કે અમે કૅથલિક હતા છતાં, આદિવાસીની જે અંધશ્રદ્ધામાં માનતા હતા, તે દૂર ન કરી શકયા.
મારું કુટુંબ પણ અમારી આદિવાસી ભાષા જ બોલતું હતું. હવે, એ મૂળ ભાષા લુપ્ત થવા આવી છે. હજુ પણ, હું બીજાઓ સાથે બાઇબલ વિષે વાત કરું છું ત્યારે, પ્રસંગોપાત્ત એનો ઉપયોગ કરી શકું છું. મોટે ભાગે, જો કે હું અંગ્રેજી અથવા સ્થાનિક ભાષાનો ઉપયોગ કરું છું.
બાળપણની મૂલ્યવાન કેળવણી
હું દસ વર્ષની હતી ત્યારે, અમારું કુટુંબ પશુપાલન કેન્દ્રમાં રહતું, જે સ્પ્રીંગસુરથી લગભગ ૩૦ કિલોમીટર દૂર હતું. દરરોજ હું ઘરકામ કરવા કેટલાય કિલોમીટર ચાલીને ફાર્મહાઉસમાં જતી. દૂધની નાની બરણી અને પાંઉ દરરોજનું મારું વેતન હતું. અમારું કુટુંબ જેમ પરંપરાગત આદિવાસીઓ રહેતા તેમ વૃક્ષની ડાળીઓથી ઝૂંપડું બનાવીને રહેતું. વરસાદ પડતો ત્યારે, અમે રાત્રે નજીકની ગુફામાં સૂઈ જતા. શું આ મશ્કેલીભર્યું જીવન કહેવાય? ના. સદીઓથી આદિવાસીઓ એ રીતે જ જીવે છે, અને અમે પણ એ જીવન સ્વીકારી લીધું હતું.
સાચે જ, હું આભારી છું કે હું વૈભવશાળી જીવનમાં ઉછરી ન હતી, મારાં માબાપ મને ચાહતા તેથી તેઓએ મને સારી કેળવણી આપી હતી. તેઓએ મને સખત મહેનતું બનાવી, અને ધરતીની ઉપજથી કઈ રીતે જીવવું એ શીખવ્યું. વર્ષ ૧૯૩૪માં, અમે ક્વીન્સલૅન્ડમાં વોરાબીન્ડા નજીક રહેવા ગયા, પછી ટૂંક સમયમાં જ કામવાળી તરીકે ઢોરઢાંક અને ઘેટાં કેન્દ્રમાં કામ કરવા માટે હું પહેલી વખત ઘર છોડીને બહાર પશ્ચિમમાં કામ કરવા ગઈ. કામ કરતી કરતી હું છેક પૂર્વમાં, રૉકહેમ્પ્ટન શહેરના દરિયા કિનારાએ પહોંચી. ત્યાં હું મારટીન કોનેલી, આઈરીશ છોકરાને મળી અને પછી અમે ૧૯૩૯માં લગ્ન કર્યા, જે હવે ગુજરી ગયા છે.
બાઇબલ સત્ય શીખવું
મને હંમેશા બાઇબલ માટે ઊંડો આદર હતો. હું તરુણ વયની હતી ત્યારે, પશુપાલન કેન્દ્રની માલિકણ—આદિવાસીઓનાં અને ગોરાઓના બાળકોને ભેગાં કરીને અમને—ઈસુ વિષે વાર્તાઓ કહેતી. એક વખત, તેમણે ઈસુના શબ્દોનો અર્થ સમજાવ્યો: “બાળકોને મારી પાસે આવવા દો, ને તેઓને વારો મા.” (માત્થી ૧૯:૧૪) મને કહેવામાં આવ્યું હતું કે હું નર્કમાં જઈશ ત્યાર પછી પહેલી વખત, મેં આશાનું કિરણ જોયું.
શરૂઆતમાં જ જણાવ્યું હતું તેમ, અમુક સમય પછી મેં રેકોર્ડ કરેલ વાર્તાલાપ સાંભળ્યો કે નર્ક બળતો અગ્નિ નથી. એણે મને વિચારતી કહી મૂકી છતાં, ૧૯૪૯ સુધી હું ફરી યહોવાહના સાક્ષીઓને મળી ન હતી. અમે એમેરૉલ્ડમાં જ્યાં રહેતા હતા, તે રૉકહેમ્પ્ટનથી પશ્ચિમ, દિશામાં લગભગ ૨૫૦ કિલોમીટરે આવેલું હતું. અમારી મુલાકાત લેનાર આર. બેનેટ બ્રીકેલેa અમારી સાથે બાઇબલ વિષે વાત કરી. ત્યાર પછી, જ્યારે પણ તે અમારા વિસ્તારમાં હોય ત્યારે અમારું ઘર તેમનું ઘર બન્યું. માર્ટીન અને અમારાં ચાર બાળકો સહિત, અમને બધાને તેમના માટે ઊંડો આદર હતો. માર્ટીને બાઇબલ સંદેશામાં રસ લીધો નહિ છતાં, સાક્ષીઓ પ્રત્યે હંમેશા દયાળુ અને પરોણાગત બતાવનાર બન્યા અને વિશેષ કરીને બેનેટ પ્રત્યે.
a બેનેટ બ્રીકેલનું નોંધપાત્ર જીવન વૃત્તાંત સપ્ટેમ્બર ૧, ૧૯૭૨ના ચોકીબુરજ (અંગ્રેજી)ના પાન ૫૩૩-૬માં આપવામાં આવેલું છે.
બેનેટે મને બાઇબલ અભ્યાસ કરવા માટે ઘણી સામગ્રી આપી, પરંતુ એક મોટી સમસ્યા એ હતી કે—હું વાંચી શકતી ન હતી. આમ, બેનેટ ધીરજથી બાઇબલ અને બાઇબલ-આધારિત સાહિત્યો, બાળકો અને મારી સમક્ષ વાંચી સંભળાવતા, અને સાથે તેમણે શું વાંચ્યું તે સમજાવતા. તે પાદરીઓથી કેટલા ભિન્ન અને તાજગી આપનાર હતા, કે જેઓ ધાર્મિક વિધી પતી ગયા પછી, કઈ રીતે વાંચવું તે અમને શીખવવા પાંચ મિનિટ પણ કાઢતા ન હતા! બેનેટે બાઇબલમાંથી અમને બતાવ્યું કે શેતાન અને તેના ભૂતો ઘણી અંધશ્રદ્ધાના ઉદ્ભવો છે જે મારા લોકો સહિત, માણસજાતને ફસાવે છે. ઈસુના શબ્દો પ્રત્યે મારી કદર ખૂબ વધી: “સત્ય તમને મુક્ત કરશે.”—યોહાન ૮:૩૨.
હું રોમાંચિત થઈ ગઈ જયારે હું પ્રથમ વાર શીખી કે આજ્ઞાધીન લોકો માટે દેવનો હેતુ તો પારાદેશ પૃથ્વી છે. એ ઉપરાંત, મેં જેઓને મરણમાં ગુમાવ્યા છે તેઓ માટે પુનરુત્થાનની આશા રાખું છું. મારી મા ૧૯૩૯માં અને પિતા ૧૯૫૧માં મરણ પામ્યા. હું એ દિવસની રાહ જોઉ છું જ્યારે હું તેઓને ભેટી શકું અને તેમને ગમતી પૃથ્વી પર પાછા આવવા માટે ખુશીથી તેઓનું સ્વાગત કરી શકું. અને તેઓને યહોવાહ દેવ અને તેમના રાજ્ય વિષે શીખવવું એ કેટલું રોમાંચક હશે!
એક અભણ પ્રચારક
બાઇબલનું મારું જ્ઞાન વધ્યું તેમ, હું એમાં સહભાગી થવા માંગતી હતી. હું સગાસંબંધીઓ અને મિત્રોને વાત કરતી, પરંતુ હું મારી સેવા વધારવા માંગતી હતી. તેથી બેનેટ બીજી વખત એમેરૉલ્ડ આવ્યા ત્યારે, મેં જલદી બાળકોને એકઠાં કર્યાં, અને અમે બધા તેમની સાથે પ્રચારમાં ગયા. તેમણે સાદી રજૂઆતો મને બતાવી અને પ્રાર્થના દ્વારા યહોવાહ પર આધાર રાખવાનું શીખવ્યું. હું કબૂલું છું કે મારી રજૂઆત બહુ સારી ન હતી, પરંતુ એ મારા હૃદયમાંથી હતી.
પ્રથમ, મેં ઘરમાલિકને જણાવ્યું કે હું વાંચી શકતી નથી; અને બીજું, મેં તેમને બાઇબલમાંથી અમુક ભાગ વાંચવાનું આમંત્રણ આપ્યું જે મેં તેમને ચીંધ્યું હતું. મેં એ ભાગ યાદ રાખી લીધો હતો. આ મોટાભાગની ગોરાઓની ટાઉનશીપમાં તેઓને આશ્ચર્ય થતું હતું, પરંતુ લોકો સારા હતા. સમય પસાર થતા, હું વાંચતા શીખી જેને કારણે મારો આત્મવિશ્વાસ અને આત્મિકતામાં આગળ વધવામાં મને ખૂબ મદદ મળી!
મારું પ્રથમ મહાસંમેલન
માર્ચ ૧૯૫૧માં, મેં યહોવાહને મારું જીવન સમર્પણ કર્યું તેથી બે બાબતો સિદ્ધ કરી: પાણીનું બાપ્તિસ્મા અને યહોવાહના સાક્ષીઓનું મારું પ્રથમ મહાસંમેલન. એમ કરવા માટે મોટા શહેર સુધી મુસાફરી કરવાની હતી—એક ગામડાની છોકરી એમ વિચારી પણ શકતી ન હતી. તે ઉપરાંત, મારી પાસે ગાડીના ભાડા માટે પણ પૈસા ન હતા. હવે હું શું કરૂં?
મેં મારા ભાડાના પૈસા મેળવવા માટે જુગાર રમવાનું નક્કી કર્યું. મેં વિચાર્યું કે, ‘હું તો એ યહોવાહ માટે કરું છું, તેથી નિશ્ચે તે મને જીતવામાં મદદ કરશે.’ પત્તાંના થોડા ચક્કરના અંતે, મને લાગ્યું કે તેમણે મને મદદ કરી હતી, કેમ કે મારી પાસે હવે ભાડા માટે પૂરતા પૈસા હતા.
બેનેટ મારી સિડની જવાની યોજના વિષે જાણતા હતા માટે બીજી વખત તેમણે મુલાકાત લીધી ત્યારે, તેમણે મારી પાસે પૂરતા પૈસા છે કે નહિ એ વિષે પૂછ્યું. મેં જવાબ આપ્યો, “હા છે ને! મેં એને માટે જુગાર રમીને ગાડીનું ભાડું મેળવ્યું છે.” તેથી, તેમનો ચહેરો લાલ ટામેટા જેવો થઈ ગયો, અને મને તરત ખબર પડી ગઈ કે મેં કંઈક ખોટું કહ્યું હતું. તેથી પોતાનો બચાવ કરતા, તરત મેં ઉમેર્યું: “તમને શું થયું છે? મેં ચોરી કરી નથી!”
થોડા ઠંડા પડ્યા પછી, બેનેટે માયાળુપણે મને સમજાવ્યું કે શા માટે ખ્રિસ્તીઓ જુગાર રમતા નથી અને તેમણે એ ઉમેરતા ફરી ખાતરી આપી: “પરંતુ એમાં તારો વાંક નથી. મેં તને જણાવ્યું ન હતું.”
આવકારવા યોગ્ય બનાવી
માર્ચ ૨૨-૨૫, ૧૯૫૧માં, એ ચાર-દિવસના મહાસંમેલનમાં ઘણા બધા સાક્ષીઓ સાથે મારો પ્રથમ વાર સંપર્ક હતો. હું ફક્ત બેનેટ અને બીજી થોડી જ વ્યક્તિઓને જાણતી હોવાથી, બીજાઓ કઈ રીતે મારો આવકાર કરશે એની મને ખબર ન હતી. તેથી હું મારા ભવિષ્યના ભાઈઓ અને બહેનો જેઓ પૂર્વગ્રહનો અણસાર પણ બતાવતા ન હતા તેઓએ મારો ઉષ્માભર્યો આવકાર કર્યો ત્યારે, હું કેટલી રોમાંચિત થઈ ગઈ હોઈશ તેની તમે કલ્પના કરી શકો. મને ખરેખર ઘર જેવું જ લાગ્યું અને રાહત થઈ.
એ મહાસંમેલન હજુ પણ મારા મનમાં તાજું છે, ખાસ કરીને એટલા માટે કે જેઓ બોટાની કિનારેમાં બાપ્તિસ્મા પામ્યા એ ૧૬૦ વ્યક્તિઓની વચ્ચે હું પણ હતી. દેખીતી રીતે, હું ઓસ્ટ્રેલિયન આદિવાસીઓમાંથી યહોવાહની સાક્ષી બનનાર પ્રથમ હતી. મારો ફોટો રવિવારના વર્તમાનપત્રમાં આવ્યો તેમજ તાજા સમાચાર સીનેમામાં પણ બતાવવામાં આવ્યા.
શહેરમાં ફક્ત એક જ સાક્ષી
હું સિડનીથી પાછી આવી તેના એક મહિના પછી, અમારું કુટુંબ પહાડ ઈશાથી ઉત્તરપશ્ચિમ ક્વિન્સલૅન્ડમાં ખાણવાળા શહેરમાં રહેવા ગયું. શહેરની બહાર મોટા પ્લોટમાં અમે નાના ઝૂપડાંમાં ચોકીદાર તરીકે છ વર્ષ સુધી રહ્યા. અમે નજીકના કાષ્ટના થડને કાપીને ઈમારતી લાકડામાંથી શેડ માટેની દીવાલો બાંધી. તેમજ જૂના પીપમાંથી છાપરું બનાવવા ઊભો ચીરો કરી કાપીને સીધું કર્યું. માર્ટીનને રેલ્વેમાં નોકરી મળી, પરંતુ પીવાના કારણે તેમની તંદુરસ્તી પર ખરાબ અસર થઈ. પછી, કુટુંબની જરૂરિયાત પૂરી પાડવા હું એકલી જ હતી. તે ૧૯૭૧માં ગુજરી ગયા.
શરૂઆતથી, માઉન્ટ ઇસા પર હું એકલી સાક્ષી હતી. બેનેટ લગભગ દર છ મહિને કે તેથી વધુ વખત મુલાકાત લેતા, કેમ કે માઉન્ટ ઇસા તેમના વિશાળ પ્રચાર વિસ્તારનો ભાગ હતો. ઈસુ ખ્રિસ્તના મરણના સ્મરણ પ્રસંગે તેઓ એ શહેરમાં હોય તો—એ બેનેટ માટે વિશિષ્ટ પ્રસંગ બનતો, કેમ કે તેમને આકાશી જીવનની આશા હતી—તે મારા કુટુંબ સાથે, બહાર ઝાડ નીચે એ ઉજવતા.
સામાન્ય રીતે બેનેટ લાંબો સમય રોકાતા નહિ, તેથી બાળકો અને હું અમારું સાક્ષીકાર્ય અમે એકલા જ કરતા. સાચું, અમે એકલા હતા; પરંતુ યહોવાહનો આત્મા અમને શક્તિ આપતો, અને સાથે તેમનું પ્રેમાળ સંગઠન. અમારું વૃંદ વર્ષોથી ઘણું નાનું હોવા છતાં, વિશ્વાસુ પ્રવાસી નિરીક્ષકો અને તેઓની પત્નીઓ ધખધખતા તાપમાં, માખીઓ, ધૂળ, અને ખરબચડા રોડ સહન કરીને અમને ઉત્તેજન આપવા માઉન્ટ ઇસાએ આવતા. લગભગ ૧૨૦૦ કિલોમીટર કરતાં વધુ દૂર, ડાર્વિનમાં નવા સ્થપાયેલા પડોશી મંડળમાંથી પણ સાક્ષીઓ વખતોવખત અમારી મુલાકાત લેતા.
મંડળ સ્થપાયું
ડિસેમ્બર ૧૯૫૩માં, માઉન્ટ ઇસા પર એક મંડળ સ્થાપ્યું. એમાં બેનેટની નિરીક્ષક તરીકે નિમણૂક થઈ, અને બીજાઓમાં ફક્ત મારી દીકરી ઍન અને હું જ સેવામાં ભાગ લેતા. પરંતુ તરત જ અન્ય સાક્ષીઓ એ શહેરમાં રહેવા આવ્યા. અમારા પ્રચાર વિસ્તારે પણ શિષ્યોનો પાક પેદા કરવાનું શરૂ કર્યું, જેમાં ઘણા આદિવાસી લોકોનો પણ સમાવેશ થાય છે.
મંડળ વધતું જ રહ્યું, જલદી જ સભાઓ માટે રાજ્યગૃહની જરૂર હતી તે દેખાતું હતું. મે ૧૯૬૦માં, સખત મહેનત પછી, અમે અમારું નવું રાજ્યગૃહ બાંધકામ પૂરું કર્યું. બીજાં ૧૫ વર્ષો પછી એને ફરી બેઘણું વિસ્તારવું પડ્યું. પરંતુ ૧૯૭૦ની મધ્યમાં, અમે પ્રચારકાર્યમાં ભાગ લેનારાઓ લગભગ ૧૨૦ જેટલા હતા, અને રાજ્યગૃહ ફરીથી નાનું પડવા લાગ્યું. તેથી, સુંદર, ૨૫૦ની બેઠકો ધરાવતું એક બીજુ રાજ્યગૃહ બાંધવામાં આવ્યું, અને ૧૯૮૧માં એનું સમર્પણ કરવામાં આવ્યું. એની વધુ બેઠકોની ક્ષમતાને લીધે, એ રાજ્યગૃહને અમે સરકીટ સંમેલનો માટે પણ ઉપયોગ કરતા.
આદિવાસીઓમાં વધારો
વર્ષ ૧૯૯૬માં ઑસ્ટ્રેલિયન મૂળવતનીઓ અને ટાપુના વતનીઓનું વૃંદ સ્થપાયું જે માઉન્ટ ઇસા મંડળ સાથે સંગત ધરાવતું હતું એ મારા માટે ખૂબ રોમાંચક બાબત હતી. ટાપુના મૂળ વતનીઓ આદિવાસીઓ જ છે જેઓ ઓસ્ટ્રેલિયા નજીકના ટાપુ પરથી આવ્યા છે. આ વૃંદનો મુખ્ય હેતુ આદિવાસીઓને વધુ સારી સાક્ષી આપવાનો હતો, તેઓમાંના કેટલાકને ગોરા લોકો સાથે વ્યવહાર રાખવો અઘરો લાગતો હતો.
ઓસ્ટ્રેલિયાની આજુબાજુ વિખરાયેલા આદિવાસીઓના આવા લગભગ ૨૦ બીજાં વૃંદો છે. વધુમાં, ઓસ્ટ્રેલિયન મૂળવતનીનાં મંડળો એડલાઈડ, કેઈર્ન, ઈપ્સવીચ, પર્થ, અને ટાઉન્સવીલમાં સ્થપાયેલાં છે. લગભગ ૫૦૦ લોકો—મારા પોતાના કુટુંબ સહિત—આ વૃંદો અને મંડળોમાં હાજરી આપે છે. ઓસ્ટ્રેલિયન મૂળવતની લગભગ ૧૦ ટકા પ્રકાશકો પાયોનિયરો, અથવા પૂરા-સમયના સેવકો છે!
વર્ષ ૧૯૭૫માં મને મધુપ્રમેહ થયો, કે જેણે ઘણા આદિવાસીઓને અસર કરી હતી, વર્ષો જતા એ વધુ વિનાશ લાવ્યો. વાંચવું મુશ્કેલ બનતું જાય છે. તોપણ, યહોવાહ મને સતત બચાવે છે અને આનંદ આપે છે.
હું ધીરજવાન સેવકો માટે આભારી છું કે જેઓએ મને અને મારા કુટુંબને મદદ કરી છે. તેઓનો અતિ ઉત્સાહ, તેઓનો પ્રેમ, અને આત્મિક સંપત્તિને કારણે, તેઓ ધૂળિયા, એકાંત રોડ અને ક્વીન્સલૅન્ડની બહારના રસ્તાઓ પર સાયકલ પર મુસાફરી કરીને પણ આવતા, જેથી બાઇબલ સત્ય શીખવું અમારા માટે શક્ય બન્યું. હવે હું આત્મવિશ્વાસથી એ સમયની રાહ જોઉ છું જ્યારે પૃથ્વી માટેનો મારો પ્રેમ હંમેશ માટે સંતોષાશે.
વર્ષ ૧૯૫૦ની મધ્યમાં બેનેટ સાથે મહાવરા સત્ર
પર્થ
આજે ડોરથી
ડાર્વિન
કેર્ન્સ
ટાઉન્સવીલ
માઉન્ટ ઇસા
રૉકહેમ્પ્ટન
એમેરૉલ્ડ
સ્પ્રીંગસ્યોર
વુરાબીન્ડા
ઈપ્સવીચ
એડેલેઈડ
સિડની