અ મા રા વા ચ કો ત ર ફ થી
ટીબી “ટીબી—ખૂની રોગ પાછો ફરે છે” (જાન્યુઆરી ૮, ૧૯૯૮) શૃંખલાની હું કદર કરું છું. મને ૧૯૮૮માં ટીબી થયો હતો, અને હું સાજો થયો. તમે જણાવ્યું એ સાવ સાચું છે કે, દરદીઓએ પોતાની દવા “ચૂકી ગયા વિના” લેવી જ જોઈએ.
વાય. એલ., ફ્રાંસ
મારા સાસુ, જે બહુ ધાર્મિક નથી, તેમણે મારા ટેબલ પર એ સામયિક જોયું, અને એ લેખ વાંચ્યો. તેમણે એ ઘરે લઈ જવાની ઇચ્છા દર્શાવી. હું સજાગ બનો!ના બીજા બે અંકો પણ તેમને આપી શકી. દરેક સામયિક પાછળ તમે જે સખત મહેનત કરો છો એ માટે તમારો ઘણો જ આભાર.
એલ. એન., યુનાઈટેડ સ્ટેટ્સ
મને ૧૧ વર્ષો અગાઉ ટીબી થયો હતો. રજૂ કરવામાં આવેલી માહિતી ચોકસાઈભરી હતી. ઘણી વખત, એ વાંચતી વખતે જાણે કે મને મારો અનુભવ યાદ આવી જતો હતો. હું જીવન અને આપણી તંદુરસ્તી સાચવવા માટે નિયમિત સલાહ આપતું સજાગ બનો! આપવા બદલ યહોવાહ દેવનો આભાર માનું છું.
જી. બી. ઇટાલી
મને આ રોગ થયો હતો અને છ મહિના સુધી એની દવા ચાલી હતી. તમારા લેખે મને આ ખૂની રોગ વિષે વધુ જાણવા મદદ કરી. વધુ મહત્ત્વનું તો, એણે મને મારો વિશ્વાસ દૃઢ કરવા મદદ કરી કે, દેવનું રાજ્ય આ સમસ્યાનો ગોળાવ્યાપી ઉકેલ લઈ આવશે.
પી. પી. ઇંડોનેશિયા
દેવનો ભય? “બાઇબલનું દૃષ્ટિબિંદુ: તમે કઈ રીતે પ્રેમના દેવનો ભય રાખી શકો?” (ફેબ્રુઆરી ૮, ૧૯૯૮)ના લેખ માટે હું મારો હર્ષ વ્યક્ત કરવા માંગું છું. કેટલાક વખતથી હું પ્રશ્ન પર ચિંતન કરી રહી હતી. હું સમજતી હતી કે દેવનો ભય રાખવો એટલે કે તેમને નાખુશ ન કરવાનો હિતકર ભય રાખવો. પરંતુ, મને લાગતું હતું કે મારે એ વિષયે વધુ સમજણની જરૂર હતી. પછી મેં આ લેખ વાંચ્યો. છેવટે, દેવનો ભય રાખવાનો શું અર્થ થાય એની ખૂબ જ સંતોષપ્રદ ચર્ચા કરવામાં આવી હતી!
એમ. જે. ટી., યુનાઈટેડ સ્ટેટ્સ
બાળકો ઘર છોડે છે “જ્યારે બાળકો ઘર છોડે” (ફેબ્રુઆરી ૮, ૧૯૯૮) શૃંખલા માટે હું આભારી છું. મારા પ્રિય બાળકોને જતાં જોવા દુઃખદ અને ધીમું બન્યું છે. જોકે, તમારું કહેવું સાચું છે. સમય જતાં અને સમજણ વધતા ધીમે ધીમે સૂના ઘરમાં રહેવાથી ટેવાઈ જવાય છે. અમે માબાપ પોતાના સાથી સાથે લગ્નસંબંધ તાજો કરી શકીએ.
એ. ઈ., કૅનેડા
લેખો તો મારી પ્રાર્થનાઓનો જવાબ હતા. બાળકો ઘરેથી જવું એક કડવાશ અને બોલાચાલીનો ઉદ્ભવ બની શકે. પરંતુ આ લેખમાંની સુંદર સલાહથી, શાંતિ અને પ્રેમ વિજયી બને છે.
પી. એન., ફ્રાંસ
મને એમ લાગ્યું કે જાણે આ લેખો ખાસ મારા માટે જ લખાયા છે. હમણાં જ મેં પૂરા-સમયના સુવાર્તિકોની જરૂર હોય એવા વિસ્તારમાં આવવા ઘર છોડ્યું છે. આ લેખોએ મને એ સમજવા મદદ કરી કે મારા માબાપને કેવું લાગતું હશે, અને તેઓને છોડી આવવાને કારણે મારી દોષિતપણાની લાગણી આંબવા પણ મદદ કરી. વધુમાં, “પુખ્ત બાળકો—તમારાં માબાપને માટે બાબત સહેલી બનાવો” વિભાગમાં આપેલી સલાહ હું અનુસરીશ. હું ભલે ઘણી દૂર છું છતાં, હું મારા માબાપ પાસે જ હોવાનો અહેસાસ કરી શકીશ. તમારા લેખો માટે આભાર જે હંમેશા ખરા સમયે જ મળે છે.
જી. યુ., ઇટાલી