વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g99 ૩/૮ પાન ૭
  • ફક્ત સાચા દેવને ઓળખવા

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ફક્ત સાચા દેવને ઓળખવા
  • સજાગ બનો!—૧૯૯૯
  • મથાળાં
  • સરખી માહિતી
  • નામ ઓળખવું
  • યહોવાહ કે પછી યાહવેહ?
  • શું એ ખરેખર મહત્ત્વનું છે?
  • સાચા દેવના ગુણો
  • દેવ પોતે પ્રગટ થયા
  • યહોવા કોણ છે?
    સવાલોના શાસ્ત્રમાંથી જવાબ
  • ક-૪ હિબ્રૂ શાસ્ત્રવચનોમાં ઈશ્વરનું નામ
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ઈશ્વરનું નામ
    સજાગ બનો!—૨૦૧૭
સજાગ બનો!—૧૯૯૯
g99 ૩/૮ પાન ૭

ફક્ત સાચા દેવને

ઓળખવા

લગભગ માનવો અસ્તિત્વમાં આવ્યા ત્યારથી, તેઓ પાસે ઘણા દેવો હતા. પૃથ્વી પર અસંખ્ય દેવદેવીઓની ઉપાસના કરવામાં આવે છે કે જેની ચોક્કસ ગણતરી કરવી મુશ્કેલીભર્યુ છે—અને આ સંખ્યા લાખો સુધી પહોંચે છે.

દેવ છે એવું પુરવાર થાય છે ત્યારે, અમારો પ્રશ્ન છે, પૃથ્વી પર જેટલા દેવોની ઉપાસના હમણાં થાય છે અને ભૂતકાળમાં થતી હતી, શું તે સાચા દેવ છે? ફક્ત એક જ સાચા દેવ છે કે જેને ઓળખી શકાય, બાઇબલમાં યોહાન ૧૭:૩માં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે: “અનંતજીવન એ છે કે તેઓ તને એકલા ખરા દેવને તથા ઈસુ ખ્રિસ્ત જેને તેં મોકલ્યો છે તેને ઓળખે.”

નામ ઓળખવું

એ વાજબી છે કે પોતાનું નામ બીજા દેવોના નામથી અલગ રાખવા કોઈ પણ દેવ જેનું વ્યક્તિત્વ હોય તેમને પોતાના વ્યક્તિગત નામની જરૂર હોય છે. ઉપાસના કરનારાઓ દેવનું નામ આપે એ કરતાં દેવ પોતે તેમનું નામ આપે એ ઇચ્છવા યોગ્ય થશે.

તેમ છતાં, આને ઝીણવટથી જોતા ગુંચવણભરી હકીકત સામે આવે છે. ઘણા સ્થાપિત ધર્મોએ પોતાના દેવોના વ્યક્તિગત નામ જોડી દીધા છે, યહુદી અને ખ્રિસ્તીધર્મના મુખ્ય ચર્ચ, જે દેવની તેઓ ઉપાસના કરે છે તે દેવનું વ્યક્તિગત નામ લઈને ઉપાસના કરવામાં નિષ્ફળ ગયા. એના બદલે તેઓ પ્રભુ, દેવ, સર્વશક્તિમાન, અને પિતા જેવા ખિતાબનો ઉપયોગ કરે છે.

પ્રકાશન થીઓલૉજીમાં લખતા, લેખક ડેવિડ ક્લાઈનસે જણાવ્યું: “પાંચમી અને બીજી સદી બી.સી.ની વચ્ચે ક્યારેક દુઃખદ દુર્ઘટના દેવ પર વીતી અને તેમનું નામ ખોવાઈ ગયું. વધુમાં, યહુદીઓ દેવના વ્યક્તિગત નામ તરીકે યાહવેહ ઉપયોગ કરતા હતા, અને યાહવેહ માટે જુદા જુદા ખિતાબો શરૂ કર્યા: જેવા કે દેવ, પ્રભુ, નામ, પવિત્ર, હાજરી, સ્થળ. બાઇબલમાં યાહવેહ લખ્યું હતું ત્યાં પણ વાચકો એનું ઉચ્ચારણ એડોનાય કરતા હતા. આખરે મંદિર પડી ગયું ત્યારે, નામનો જે પ્રસંગોપાત્ત ઉપયોગ થતો હતો એ પણ બંધ થઈ ગયો અને નામનો જે ઉચ્ચાર થતો હતો એ પણ ભૂલાઈ ગયો.” તેમ છતાં કોઈ પણ વ્યક્તિ ખાતરીથી કહી ન શકે કે યહુદી પાદરીઓએ ક્યારે દેવના નામને ઉચ્ચારવાનું બંધ કર્યું અને એને બદલે દેવ અને સર્વોચ્ચ પ્રભુ જેવા હેબ્રુ શબ્દોનો ઉપયોગ શરૂ કર્યો.

એવું લાગે છે કે, “ફક્ત સાચા દેવ” કોણ છે એ ઓળખવા માટે સૌ પ્રથમ તેમનું નામ જાણવું જરૂરી છે. એ શોધવું મુશ્કેલ નથી, કારણ કે સર્વશક્તિમાન દેવ, ઉત્પન્‍નકર્તાનું નામ ગીતશાસ્ત્ર ૮૩:૧૮માં જણાવવામાં આવ્યું છે: “જેથી તેઓ જાણે કે તું, જેનું નામ યહોવાહ છે, તે તું જ આખી પૃથ્વી પર પરાત્પર દેવ છે.”

યહોવાહ કે પછી યાહવેહ?

કિંગ જેમ્સ વર્શન અને બીજા બાઇબલ ભાષાંતરમાં યહોવાહ નામ આવે ત્યારે, ઘણા યહોવાહને બદલે યાહવેહ નામ ઉપયોગ કરવાનું પસંદ કરે છે. કયું નામ સાચું છે?

પ્રાચીન બાઇબલ હસ્તપ્રતો હેબ્રી ભાષામાં લખાઈ હતી. હેબ્રી શાસ્ત્રવચનમાં પરમેશ્વરનું નામ ૭,૦૦૦ વખત આવે છે, જેને ચાર અક્ષર—યહવહ, અથવા જહવહથી લખી શકાય. આ ચાર અક્ષરોને ટેટ્રાગ્રમેટન, અથવા ટેટ્રાગ્રમ કહ્યા છે, કે જેને બે ગ્રીક શબ્દોથી એટલે “ચાર અક્ષરો”થી જુદા પાડ્યા. હવે સ્પષ્ટ ઉચ્ચારનો પ્રશ્ન ઉભો થશે, કારણ કે પહેલાના ખ્રિસ્તીઓ વ્યંજનમાં લખતા હતા, સ્વર અક્ષર ન હતા કે જે વાચકને માર્ગદર્શન આપે. તેથી ટેટ્રાગ્રમેશનનો ઉચ્ચાર યાહવેહ અથવા યહોવાહ એ વાચકો પર આધારિત છે કે તેઓ ચાર અક્ષરમાંથી કયા સ્વરનો ઉપયોગ કરે છે. આજે ઘણા હેબ્રી તજજ્ઞો સાચા ઉચ્ચાર તરીકે યાહવેહને પસંદ કરે છે.

તેમ છતાં, સુસંગતતા યહોવાહની બાજુ છે. કઈ રીતે? અંગ્રેજીમાં યહોવાહ ઉચ્ચાર સદીઓથી સ્વીકાર્ય હતો. આ ઉચ્ચારનો વિરોધ કરનારાઓએ યર્મિયાહ અને ઈસુના ઉચ્ચારનો પણ વિરોધ કરવો જોઈએ. મૂળ હેબ્રી ઉચ્ચારણ પ્રમાણે યર્મિયાહનો ઉચ્ચાર યિરમેયાહ અથવા યિરમેયાહુ, અને ઈસુનો ઉચ્ચાર યેશુઆ (હેબ્રી) અથવા યેસોસ (ગ્રીક) એમ બદલવાની જરૂર છે. આ કારણે યહોવાહના સાક્ષીઓ સમેત ઘણા બાઇબલ વિદ્યાર્થીઓ અંગ્રેજી ભાષા પ્રમાણે જાણીતો ઉચ્ચાર “યહોવાહ”નો ઉપયોગ કરવાની તરફેણમાં છે, અને જે બીજી ભાષાઓમાં પણ સરખું છે.

શું એ ખરેખર મહત્ત્વનું છે?

ઘણા એવી દલીલ કરે છે કે તમે સર્વશક્તિમાન દેવને વ્યક્તિગત નામથી બોલાવો કે નહિ એ મહત્ત્વની બાબત નથી, અને તેઓ દેવને પિતા અથવા ફક્ત દેવ કહેવાથી સંતુષ્ટ થાય છે. તેમ છતાં આ બંને વ્યાખ્યા ખિતાબ છે નામ નથી અને એ વ્યક્તિગત કે લાક્ષણિક પણ નથી. બાઇબલ સમયમાં દેવ માટે (એલો-હિમ; હેબ્રી)નો ઉપયોગ કોઈ પણ દેવ માટે થતો હતો—પલિસ્તીઓના દાગોન નામના વિધર્મી દેવ માટે પણ ઉપયોગ થતો હતો. (ન્યાયાધીશ ૧૬:૨૩, ૨૪) તેથી, હેબ્રીઓ પલિસ્તીઓને કહેતા કે અમે હેબ્રીઓ “દેવ”ની ઉપાસના કરીએ છીએ તો એ ઉપાસના સાચા દેવની ઓળખ નથી આપતું.

ધી ઇમ્પેરિયલ બાઇબલ ડિક્શનરીએ ૧૮૭૪માં રસપ્રદ ટીકા આપી: “[યહોવાહ] દરેક જગ્યાએ યોગ્ય નામ છે, જે ફક્ત વ્યક્તિગત દેવ રજૂ કરે છે; ઈલોહિમ એ સંજ્ઞાના અક્ષરો ધરાવે છે ત્યાં, વાસ્તવમાં સર્વશક્તિમાનને સૂચવે છે, પરંતુ એ જરૂરી નથી. . . . હેબ્રીઓ બીજા જૂઠા દેવો આગળ સાચા દેવ ઈલોહિમ કહી શકે, પરંતુ તેઓ યહોવાહ ફક્ત સાચા દેવનું નામ એમ ક્યારેય નહિ કહે. તેમણે વારંવાર મારા પિતા કહ્યું . . . ; પરંતુ તેઓ મારા યહોવાહ ક્યારેય નહિ કહે, કેમકે તેઓ મારા દેવ કહે છે ત્યારે, એનો અર્થ યહોવાહ થાય છે. તેઓ ઈસ્રાએલના દેવ વિષે વાત કરે છે, પરંતુ તેઓ ક્યારેય ઈસ્રાએલના યહોવાહની વાત નહિ કરે, ત્યાં બીજા કોઈ યહોવાહ નથી. તેઓ જીવતા દેવની વાત કરે છે, પરંતુ તેઓ જીવતા યહોવાહની વાત ક્યારેય નહિ કરે, કારણ કે તેઓ માને છે કે યહોવાહ જીવતા છે, એના સિવાય બીજુ કોઈ જ નહિ.”

સાચા દેવના ગુણો

અલબત્ત, ફક્ત કોઈનું નામ જાણવું એનો અર્થ એ નથી કે આપણે તેમને સારી રીતે જાણીએ છીએ અથવા તેઓથી એકદમ સારી રીતે પરિચિત છીએ. આપણામાંના બધા રાજકારણીઓના નામ જાણે છે. આપણે બીજા દેશના પ્રખ્યાત મનુષ્યોના નામ પણ જાણીએ છીએ. પરંતુ તેઓના નામ જાણવાથી—તેમના નામનો સ્પષ્ટ ઉચ્ચારણ કરવાથી—એનો અર્થ એ નથી કે આપણે લોકોને વ્યક્તિગત રીતે જાણીએ છીએ અથવા તેઓ કેવા પ્રકારના લોકો છે એ જાણીએ છીએ. તેવી જ રીતે, સાચા દેવને જાણવા માટે આપણે તેમના પ્રશંસનીય ગુણોને જાણવાની જરૂર છે.

તેથી, એ સાચું છે કે કોઈ પણ માનવ દેવને જોવા માટે શક્તિમાન નથી, તેમણે બાઇબલમાં પોતાના વ્યક્તિત્વ વિષે ઘણી વિગતો આપણા માટે નોંધી છે. (નિર્ગમન ૩૩:૨૦; યોહાન ૧:૧૮) ઘણા હેબ્રી પ્રબોધકોને સર્વશક્તિમાન દેવના આકાશી રાજ્યનું સંદર્શન થયું હતું. તેઓએ ફક્ત મહાન ગૌરવ અને વૈભવ અને શક્તિનું જ વર્ણન નથી કર્યું, પરંતુ શાંતિ, વ્યવસ્થા, સુંદરતા, અને આનંદનું પણ વર્ણન કર્યું.—નિર્ગમન ૨૪:૯-૧૧; યશાયાહ ૬:૧; હઝકીએલ ૧:૨૬-૨૮; દાનીયેલ ૭:૯; પ્રકટીકરણ ૪:૧-૩.

યહોવાહ પરમેશ્વરે પોતાના આકર્ષક અને આજીજીપૂર્વક ગુણો વિષે મુસાને રૂપરેખા આપી, જે નિર્ગમન ૩૪:૬, ૭માં આ પ્રમાણે નોંધી: “યહોવાહ, યહોવાહ, દયાળુ તથા કૃપાળુ દેવ, મંદરોષી, અને અનુગ્રહ તથા સત્યથી ભરપૂર; હજારો પર કૃપા રાખનાર, અન્યાય તથા ઉલ્લંઘન તથા પાપની ક્ષમા કરનાર.” શું તમને એમ નથી લાગતું કે દેવના આ ગુણો જાણવાથી તે આપણને તેમની પાસે ખેંચે છે અને આપણને તેમના વ્યક્તિત્વ વિષે વધારે જાણવાની ઇચ્છા થાય છે?

કોઈ પણ માનવ યહોવાહ દેવને તેમના મહિમાવાન તેજમાં જોવા શક્તિમાન નથી, એ નોંધવામાં આવ્યું છે કે ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર હતા ત્યારે, તેમણે પોતાના પિતા, યહોવાહ દેવ કેવા પ્રકારના વ્યક્તિ હતા એ પર પ્રકાશ પાડ્યો હતો. એક પ્રસંગે ઈસુએ કહ્યું: “દીકરો બાપને જે કંઈ કરતો જુએ છે તે સિવાય પોતે કંઈ કરી નથી શકતો; કેમકે તે જે જે કરે છે તે તે દીકરો પણ કરે છે.”—યોહાન ૫:૧૯.

તેથી, આપણે એ નિર્ણય પર આવી શકીએ કે ઈસુએ જે માયાળુપણું, દયા, નમ્રતા, અને ગુસ્સો તેમ જ ન્યાયીઓ પ્રત્યે પ્રેમ અને દુષ્ટો પ્રત્યે ધિક્કાર પ્રદર્શિત કર્યા આ બધા ગુણો ઈસુએ પૃથ્વી પર માણસ તરીકે આવ્યા પહેલા આકાશી અદાલતમાં પોતાના પિતા, યહોવાહ દેવમાં જોયા હતા. તેથી, આપણે સમજણ સાથે યહોવાહના નામનો પૂરો અર્થ જાણીએ છીએ ત્યારે, આપણી પાસે તેમના પવિત્ર નામની પ્રશંસા કરવા, સ્તુતિ કરવા, ગૌરવવાન કરવા, અને એમાં ભરોસો રાખવાને બધા જ કારણ છે.

ફક્ત સાચા દેવને ઓળખવા એ જ ખરેખર પ્રગતિનો રસ્તો છે, જે ન્યૂ વર્લ્ડ ટ્રાંસલેશન ઑફ ધ હોલી સ્ક્રિપ્ચર્સની અંદર યોહાન ૧૭:૩માં સ્પષ્ટ રીતે બતાવવામાં આવ્યું છે. અહીં “ઓળખવું” વિષેનું ક્રિયાપદ સાચા કાળમાં મદદ કરે છે, સાદા વર્તમાનકાળ કરતા ચાલુ વર્તમાનકાળનો ઉપયોગ કર્યો છે. તેથી, આપણે વાંચીએ છીએ “અનંતજીવન એ છે કે તેઓ તને એકલા ખરા દેવને તથા ઈસુ ખ્રિસ્ત જેને તેં મોકલ્યો છે તેને ઓળખે.” (અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.) હા, ફક્ત સાચા દેવ, અને તેમના પુત્ર, ઈસુ ખ્રિસ્તનું સતત જ્ઞાન લેવું એ એવી પ્રગતિ છે કે જેનો અંત ક્યારેય નહિ આવે.

દેવ પોતે પ્રગટ થયા

તેથી, ઘણા જૂઠા દેવોથી સાચા દેવ અલગ પડી આવે છે. તે જ વિશ્વના સર્વશક્તિમાન ઉત્પન્‍નકર્તા છે, જેમાં પૃથ્વી અને માનવોનો સમાવેશ થાય છે. તેમનું અજોડ વ્યક્તિગત નામ છે યહોવાહ, અથવા યાહવેહ. તે રહસ્યમય ત્રિપુટી અથવા ત્રૈક્યના ભાગ નથી. તે પ્રેમના દેવ છે, અને તે માનવના નિર્માણ માટે સૌથી સારું ઇચ્છે છે. પરંતુ તે ન્યાયના દેવ પણ છે, અને તે હંમેશા સહન નહિ કરે કે જેઓ પૃથ્વીને બગાડે છે અને યુદ્ધ અને હિંસાની ભંભેરણી કરે છે.

યહોવાહે જાહેર કર્યું કે તે પૃથ્વી પરથી ફક્ત દુષ્ટતા અને યાતનાને જ દૂર નહિ કરે પણ પૃથ્વીને પારાદેશ બનાવશે કે જ્યાં પ્રમાણિક લોકો હંમેશા શાંતિમાં રહી શકશે. (ગીતશાસ્ત્ર ૩૭:૧૦, ૧૧, ૨૯, ૩૪) સર્વશક્તિમાન દેવે હમણાં પોતાના પુત્ર ઈસુને દેવના રાજ્યના આકાશી રાજા બનાવ્યા છે, અને જલદી જ ઈસુ ન્યાયીઓનું નવું જગત લાવશે અને પૃથ્વી પર ફરી પારાદેશ જેવી સ્થિતિ લાવશે.—દાનીયેલ ૨:૪૪; માત્થી ૬:૯, ૧૦.

શું દેવ ખરેખર અસ્તિત્વ ધરાવે છે? અમે આશા રાખીએ છીએ કે હવે તમે વધારે સારી રીતે આ પ્રશ્નનો જવાબ આપવા શક્તિમાન છો.

ઈસુ ખ્રિસ્તે ફક્ત યહોવાહને સાચા દેવના

રૂપમાં ઓળખાવ્યા

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો