કટોકટી
હેઠળ બાળકો
“બાળકોનું બરાબર ધ્યાન નહિ રાખવામાં આવે તો, માનવજાતિની લાંબા સમયની પ્રાથમિક સમસ્યાઓ એવીને એવી જ રહેશે.”—સંયુક્ત રાષ્ટ્રોનો બાળકોમાં ફાળો.
આખા જગતમાં બાળકો કટોકટી હેઠળ છે. બાળકોના જાતીય અત્યાચારના શોષણ વિરુદ્ધ કોંગ્રેસે પુરાવો રજૂ કર્યો કે આ દુઃખ ઘણા મોટા પ્રમાણમાં છે, આ સભા સ્ટૉકહોમ, સ્વીડનમાં ૧૯૯૬માં થઈ અને ૧૩૦ દેશના પ્રતિનિધિઓ હાજર હતા. દાખલા તરીકે, જગતના ઘણા ભાગોની અંદર ઘણી યુવાન છોકરીઓ છે અને અમુક તો દસ વર્ષની જ છે કે જેઓને વેશ્યાગીરી કરવા બળજબરી કરવામાં આવે છે.
ઑસ્ટ્રેલિયન મેલ્બોરુયન યુનિવર્સિટી લૉ રીવ્યુએ નોંધ લીધી કે આવી બળજબરીથી વેશ્યાગીરીને “વર્તમાન સમયનું ખરાબ રૂપ, ગુલામ” કહેવાય છે. શારીરિક, માનસિક, અને લાગણીમય રીતે માર ખાવાથી આ છોકરીઓ થોડાં વર્ષો પછી જીવનને હાનિકારક સમજે છે. અમુક બનાવોમાં આ છોકરીઓ નિર્દયતાને તાબે થાય છે કારણ કે તેઓને જીવવા માટે ખોરાકની જરૂર હોય છે. અથવા તેઓ ભૂખે મરી જાય. દુઃખદપણે, આવા તજી દીધેલાં બાળકોને બળજબરીથી વેશ્યાગીરી પોતાના ગરીબ માબાપોના લીધે કરવી પડે છે કે જેઓએ પોતાનાં બાળકોને પૈસા માટે વેચી દીધાં હોય છે.
દેખીતી રીતે અવારનવાર બાળકોનાં દુઃખમાં વધારો કરતો વાદવિષય બાળ મજૂરી પણ છે. એશિયામાં, દક્ષિણ અમેરિકામાં, અને બીજી જગ્યાઓએ અને યુનાઈટેડ સ્ટેટ્સમાં સ્થળાંતર કરેલા સમાજોમાં બાળકો યુવાન હોય એટલે પાંચ વર્ષની ઉંમરે પણ તેઓને બળજબરી કરવામાં આવે છે કે જેને “ગુલામ”ની વ્યાખ્યા આપી શકાય. તેઓ આઘાતજનક પરિસ્થિતિમાં નાના રોબર્ટ યંત્ર જેવું કામ કરે છે કે જે તેઓના શરીર અને મનને ખરાબ કરે છે. ઘણાઓ પાસે શિક્ષણ નથી, માબાપનો પ્રેમ નથી મળતો, ઘર નથી કે જ્યાં સલામતીનો અનુભવ થાય, રમકડાં નથી, રમવા માટે બાગ પણ નથી. ઘણાનું પોતાનાં માબાપ જ કઠોર રીતે શોષણ કરે છે.
લશ્કરી બાળકો અને અનાથાશ્રમ
દુઃખમાં વધારો કરવા બાળ સૈનિકોનો સમાવેશ ગોરીલા લશ્કરમાં થાય છે. બાળકોનું અપહરણ કરવામાં આવી શકે અથવા તેઓને બજારમાંથી ગુલામ તરીકે ખરીદવામાં આવી શકે અને પછી તેઓને ક્રૂરતા બતાવવામાં આવે છે, અને તેઓને ખૂન થતું હોય એ બતાવવામાં આવે છે. ઘણાને પોતાનાં માબાપોને મારી નાખવાનો હુકમ આપવામાં આવે છે અથવા મારી નાખવાની વૃતિને વધારવા માટે તેઓને ડ્રગ લેવાનો હુકમ આપવામાં આવે છે.
આફ્રિકામાં હજારો બાળ સૈનિકોના મગજને ખરાબ કરી દેવામાં આવ્યા છે અને એનાથી જે અસર થઈ છે એ નીચે પ્રમાણે જોવા મળે છે. સમાજ સેવક અને બાળ સૈનિક વચ્ચે ધ્રુજારી ચઢી જાય એવી વાતચીત થઈ અને બાળક પોતાની નિર્દોષતા બતાવવાનો પ્રયત્ન કરે છે:
“તે ખૂન કર્યું? ‘ના.’
તારી પાસે બંદૂક હતી? ‘હા.’
તારી બંદૂકમાં ગોળીઓ હતી? ‘હા.’
તે ગોળી ચલાવી હતી? ‘હા.’
શું થયું હતું? ‘તેઓ ફક્ત પડી ગયા.’”
એક વ્યક્તિને બાળ સૈનિકોની ઉંમર સાત અથવા એથી વધારે લાગી, પરંતુ અમુક બાળકો સાત વર્ષથી પણ નાની ઉંમરના હતા. એવો અહેવાલ જાણવા મળ્યો કે ૧૯૮૮માં જગતફરતે લશ્કરી બાળકોની સંખ્યા લગભગ ૨,૦૦,૦૦૦ હતી.
એવું કહેવામાં આવે છે કે વર્ષ ૧૯૮૮થી ૧૯૯૨માં એશિયા દેશના અનાથાશ્રમમાં ૫૫૦ બાળકો હતાં, લગભગ છોકરીઓ ભૂખમરાથી મરતી હતી. ડૉક્ટરે અહેવાલ આપ્યો: “અનાથોની પાસે પોતાનું દરદ મટાડવા દવા ન હતી. તેઓ મરતા હતા તો પણ પોતાના ખાટલેથી બંધાયેલા હતા.”
યુરોપની પરિસ્થિતિ કેવી છે? આ દેશે શોધ્યું કે આંતરરાષ્ટ્રીય બાળ અશ્લીલ મંડળ જાતીય શોષણ કરવા માટે છોકરીઓનું અપહરણ કરે છે ત્યારે આ દેશમાં ખલેલ પહોંચી હતી. કમભાગે અમુક છોકરીઓનું ખૂન કરવામાં આવતું અથવા ભૂખે મારવામાં આવતી હતી.
આ અહેવાલ દર્શાવે છે કે ઘણા દેશોમાં બાળકો પર અત્યાચાર કરવાનો અને તેઓનું શોષણ કરવાની સમસ્યા છે. પરંતુ શું આવું કહેવું અતિશયોક્તિ છે કે આ સમસ્યા જગતવ્યાપી છે? હવે પછીનો લેખ આ જવાબ આપશે.
FAO photo/F. Botts
લાઇબીરિયામાં એક બાળ સૈનિક
કોલંબિયામાં ઈંટોની કંપનીમાં બાળકો વજન ઉંચકનાર લારીની જેમ કામ કરે છે
John Gunston/Sipa Press
UN PHOTO 148000/Jean Pierre Laffont