લાખો લોકો જશે
શું તમે જશો?
દર વર્ષે જગતવ્યાપી ૮૦ લાખ લોકો યહોવાહના સાક્ષીઓના વાર્ષિક ડિસ્ટ્રીક્ટ મહાસંમેલનમાં હાજરી આપે છે. આ વર્ષે, ભારતમાં “દેવનો પ્રબોધકીય શબ્દ” મહાસંમેલન ૨૭ જગ્યાએ રાખવામાં આવ્યું છે. સંભવિત, એક તમે રહો છો એની નજીક રાખવામાં આવશે. અમે તમને શુક્રવારે સવારે ૯:૩૦ વાગે કાર્યક્રમની શરૂઆત થાય ત્યારે હાજર રહેવાનું ઉત્તેજન આપીએ છીએ.
સવારના કાર્યક્રમમાં આવકારનો વાર્તાલાપ તેમ જ ચાવીરૂપ ભાષણ “દેવના પ્રબોધકીય શબ્દને ધ્યાન આપો”નો સમાવેશ કરવામાં આવશે. બપોરે “દેવનો શબ્દ વાંચવામાં આનંદ મેળવો” પરિસંવાદ આપવામાં આવશે કે જે બાઇબલ વાંચન કઈ રીતે લાભકારક અને આનંદદાયક બનાવવું એના વ્યવહારું સૂચનો પૂરાં પાડશે. એ દિવસનો સમાપ્તિ વાર્તાલાપ “દેવની વિરુદ્ધ લડનારાઓ ટકશે નહિ” કે જે આધુનિક સમયના દેવના રાજ્યની ઘોષણા કરનારાઓ વિરુદ્ધની લડાઈની સમીક્ષા કરશે.
શનિવાર સવારનો કાર્યક્રમ બાપ્તિસ્મા વિષે ચર્ચશે, અને લાયકાત ધરાવનાર વ્યક્તિઓ માટે બાપ્તિસ્માની તક પૂરી પાડશે. બપોરનો કાર્યક્રમ લૅટિન અમેરિકા, આફ્રિકા અને પૂર્વીય યુરોપ તેમ જ વિશાળ કઝાખસ્તાન દેશોમાં બાઇબલ સત્યને લોકો અદ્ભુત રીતે પ્રત્યુત્તર આપી રહ્યાં છે એનો અહેવાલ રજૂ કરશે. આ ભાગનું શીર્ષક છે “‘ઇચ્છનીય બાબતો’ યહોવાહના ઘરમાં ભરાય છે.” શનિવારના કાર્યક્રમનો બે વાર્તાલાપથી અંત આવશે, “પ્રબોધકીય શાસ્ત્રવચનો આપણને સતર્ક રહેવા સજાગ કરે છે” અને “અંતના સમયમાં પ્રબોધકીય શબ્દ.” છેલ્લો વાર્તાલાપ બાઇબલ પુસ્તક દાનીયેલ પર પ્રકાશ પાડશે અને એની ભવિષ્યવાણીને ધ્યાન આપવા કારણો પૂરાં પાડશે.
રવિવાર સવારે હબાક્કૂકની ભવિષ્યવાણી “નિયુક્ત સમય માટેના પ્રબોધકીય શબ્દો” શીર્ષકવાળા એક કલાકના પરિસંવાદની ચર્ચા કરવામાં આવશે. તમે જોશો કે આ નાનું પુસ્તક આજના ખ્રિસ્તીઓ માટે કેટલું ઉત્તેજન પૂરું પાડે છે. ત્યાર પછી યોગ્ય વેશભૂષાવાળા નાટકનો મુખ્ય વિષય “આપણા આત્મિક વારસાની કદર કરવી,” યાકૂબ અને એસાવનો બાઇબલ અહેવાલ બતાવશે. રવિવાર સવારનો કાર્યક્રમ ઉત્તેજિત કરતો વાર્તાલાપ “આપણા મૂલ્યવાન વારસાનો તમારા માટે શું અર્થ થાય છે?” એનાથી સમાપ્ત થશે. ત્યાર પછી બપોરે, તમે “અગાઉ ભાખવામાં આવ્યું હતું તેમ—સઘળી વસ્તુઓ નવી બનાવવી” જાહેર ભાષણનો આનંદ માણશો.
એમાં હાજરી આપવાની હમણાંથી યોજના કરો. તમારા ઘર નજીકનું સ્થળ શોધી કાઢવા, યહોવાહના સાક્ષીઓના રાજ્યગૃહનો સંપર્ક સાધો અથવા આ સામયિકના પ્રકાશકને લખો.