દુનિયામાં
વધતી વૃદ્ધોની સંખ્યા
વર્ષ ૧૫૧૩માં સ્પૅનિશ સંશોધક, યોઆન પોન્ડસ દે લીઓન, ઉત્તર અમેરિકાના અજાણ્યા કિનારે આવી પહોંચ્યા. એક અહેવાલ કહે છે કે તેમણે શોધી કાઢેલો વિસ્તાર ફૂલોથી ભરેલો હતો આથી, તેમણે એનું નામ ફ્લોરિડા પાડ્યું જેનો અર્થ સ્પૅનિશ ભાષામાં “ફૂલોવાળો વિસ્તાર” થાય છે. નામ શોધવું એ સહેલું છે. પરંતુ વૃદ્ધોને પાછા યુવાન બનાવે એવું પાણી શોધવા નીકળેલા તેમના હેતુને સાબિત કરવું અશક્ય હતું. મહિનાઓ સુધી એવી જગ્યા શોધ્યા પછી, આ સંશોધકે પૌરાણિક વાર્તાઓમાં સાંભળવા મળતા યુવાનીના ઉદ્ગમસ્થાનને શોધવાનું છોડી દીધું.
યોઆન પોન્ડસ દે લીઓનની જેમ આજે હંમેશા યુવાન રહેવાના ઉદ્ગમસ્થાનને મેળવવું એ છેતરામણું લાગે છે છતાં, લેખિકા બેટી ફ્રિકેને જે શોધી કાઢ્યું એને “વયોવૃદ્ધોનું ઉદ્ગમસ્થાન” નામ આપ્યું. એ તેણે આ ગોળાવ્યાપી નાટકીય ઢબે વૃદ્ધોની સંખ્યામાં થયેલા વધારાના કારણે કહ્યું. ઘણા લોકો વૃદ્ધાવસ્થાએ પહોંચી રહ્યા હોવાથી એણે જગતની વસ્તીમાં બદલાણ કર્યું છે. વાસ્તવમાં જગતમાં વૃદ્ધોની સંખ્યા વધી રહી છે.
“માનવીની સૌથી મોટી સફળતા”
આંકડાઓ હકીકત જણાવે છે. આ સદીની શરૂઆતમાં, એકદમ ધનવાન દેશોમાં પણ, અપેક્ષિત જીવન ૫૦ વર્ષ કરતાં ઓછું હતું. આજે એ વધીને ૭૫ વર્ષ કરતાં વધારે છે. એવી જ રીતે, ચીન, હોન્ડુરાસ, ઇંડોનેશિયા, વિયેટનામ જેવા વિકસિત દેશોમાં પણ ફક્ત ચાર દાયકાઓ પહેલાં હતું એના કરતાં અપેક્ષિત જીવન ૨૫ વર્ષ લાંબું થયું છે. દરેક મહિને, જગતવ્યાપી દસ લાખ લોકો ૬૦ વર્ષની ઉંમરે પહોંચી રહ્યાં છે. નવાઈની વાત છે કે, યુવાન લોકો નહિ પરંતુ ૮૦ વર્ષ કરતાં વધારે ઉંમરના ‘વૃદ્ધ લોકો’ પૃથ્વી પર સૌથી-ઝડપથી વધી રહ્યાં છે.
વસ્તી ગણતરી કરનાર આઇલીન ક્રિમન્સ વિજ્ઞાન અંગ્રેજી સામયિકમાં કહે છે કે “અપેક્ષિત જીવન લંબાવવામાં આ માનવીઓનો સૌથી મોટો વિજય છે.” યુનાઈટેડ નેશન્સ એની સાથે સહમત થાય છે, અને એણે આ સિદ્ધિ પર ધ્યાન દોરવા, ૧૯૯૯ને આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વ્યક્તિઓના વર્ષ તરીકે જાહેર કર્યું છે.—પાન ૩ પરનું બૉક્સ જુઓ.
દૃષ્ટિબિંદુ બદલવાની જરૂરિયાત
તેમ છતાં, આ વિજય માણસજાતના અપેક્ષિત જીવનમાં ફેરફાર કરવા કરતાં વધારે છે. એમાં માણસજાતનું વૃદ્ધાવસ્થાને જોવાનું દૃષ્ટિબિંદુ બદલવાનો પણ સમાવેશ થાય છે. સાચું, તેઓ વૃદ્ધ થશે એવો વિચાર ઘણા લોકોમાં ચિંતા અને ભય ઉત્પન્ન કરે છે કારણ કે વૃદ્ધાવસ્થા સામાન્ય રીતે માનસિક તથા શારીરિક નબળાઈ સાથે સંકળાયેલી છે. તેમ છતાં, વૃદ્ધોનો અભ્યાસ કરનારા સંશોધકો ભાર આપે છે કે વૃદ્ધ થવું અને બીમાર થવું એ બંને અલગ બાબતો છે. લોકો કઈ રીતે વૃદ્ધ બને છે એમાં એકદમ ભિન્નતા છે. સમયક્રમાનુસારની ઉંમર અને જીવવૈજ્ઞાનિક ઉંમર વચ્ચે તફાવત છે. (“વૃદ્ધાવસ્થા શું છે?” બૉક્સ જુઓ.) બીજા શબ્દોમાં, વૃદ્ધ થવું અને શકિત ગુમાવી એ બંને સાથે સાથે હોય એ જરૂરી નથી.
હકીકતમાં, તમે વૃદ્ધ થાવ તેમ, તમે તમારા જીવનની ગુણવત્તા સુધારવાના પગલાં લઈ શકો છો. કબૂલ કે, આવા પગલાં તમને યુવાન બનાવશે નહિ, પરંતુ એ તમને તમારી વધતી ઉંમરે પણ વધારે તંદુરસ્ત બનાવશે. હવે પછીનો લેખ આમાંના કેટલાક પગલાંને વિચારણામાં લેશે. વૃદ્ધાવસ્થા તમારી હાલની મહત્ત્વની ચિંતાનો વિષય ન હોય છતાં, તમે આ લેખ વાંચવાનું ચાલુ રાખો કેમ કે એ જલદી તમારા માટે પણ મહત્ત્વનો વિષય બનશે.
વૃદ્ધ વ્યક્તિઓ માટેનું આંતરરાષ્ટ્રીય વર્ષ
તાજેતરમાં વૃદ્ધ વ્યક્તિઓ માટેનું આંતરરાષ્ટ્રીય વર્ષ જાહેર કરતાં પહેલાં યુએન સેક્રેટરી જનરલ, કોફી અન્નને કહ્યું, “હું પોતે ૬૦ વર્ષનો થયો છું . . .મેં અગાઉ ઉલ્લેખેલા આંકડાઓમાં હવે મારો પણ સમાવેશ થાય છે.” શ્રી. અન્નનની ઉંમરના બીજા ઘણા છે. સંશોધકો કહે છે કે આ સદીના અંતમાં, ઘણા દેશોમાં ૫માંથી ૧ વ્યક્તિ ૬૦ કે એથી વધારે ઉંમરની હશે. તેઓમાંના કેટલાકને મદદની જરૂર હશે, પરંતુ તેઓમાંના બધાને એવા માર્ગની જરૂર છે કે જેમાં તેઓ પોતાની સ્વતંત્રતા, પોતાનું માન અને પોતાની કાર્યશીલતા જાળવી રાખી શકે. પોલિસી બનાવનારાઓને આ ‘વસ્તીના આંકડાઓʼના ફેરફારોથી આવેલા પડકારોનો સામનો કરવામાં મદદ કરવા અને “સમાજમાં વયોવૃદ્ધોનું મૂલ્ય” સારી રીતે સમજવા યુએન જનરલ એસેમ્બ્લીએ ૧૯૯૨માં વર્ષ ૧૯૯૯ને આંતરરાષ્ટ્રીય વયોવૃદ્ધ વ્યક્તિઓના વર્ષ તરીકે જાહેર કરવાનું નક્કી કર્યું હતું. “સમાજના બધી ઉંમરનાઓ પ્રત્યે,” આ
ખાસ વર્ષનો વિષય છે.
વૃદ્ધાવસ્થા શું છે?
એક સંશોધક કહે છે, “વૃદ્ધાવસ્થાની બાબતમાં જીવવિજ્ઞાન ધૂંધળું દેખાય છે.” બીજા કહે છે, “કોઈ પણ એને બરાબર સમજી શકતું નથી.” જેરન્ટૉલૉજીસ્ટો (ઉંમરનો અભ્યાસ કરનાર વૈજ્ઞાનિકો)એ પણ એની વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો છે. તેઓ સરળ રીતે વૃદ્ધાવસ્થાને, વ્યક્તિ અસ્તિત્ત્વમાં આવી ત્યારથી માંડીને એને સમયક્રમાનુસારની ઉંમર કહે છે. પરંતુ વૃદ્ધાવસ્થા વર્ષો પસાર કરવા કરતાં વધારે છે. સામાન્ય રીતે કોઈ બાળકને વૃદ્ધ કહેતું નથી કારણ કે વૃદ્ધાવસ્થા એ કાર્યશક્તિમાં ઘટાડો છે. વ્યક્તિના પસાર થતા વર્ષો સાથે આવતો ઘસારો એ વૃદ્ધાવસ્થા છે. કેટલાક લોકો પોતાની ઉંમર કરતાં નાના લાગતા હોય છે. દાખલા તરીકે વ્યક્તિને કહેવામાં આવે કે “તે પોતાની ઉંમર” પ્રમાણે લાગતી નથી. સમયક્રમાનુસાર અને જીવવૈજ્ઞાનિકની ઉંમર વચ્ચે તફાવત પાડતા, સંશોધકો સામાન્ય રીતે જીવવૈજ્ઞાનિક ઉંમરનું (વૃદ્ધાવસ્થા જે શારીરિક ઘસારા સાથે જોડાયેલી છે એનું) વૃદ્ધાવસ્થા તરીકે વર્ણન કરે છે.
પ્રાણીશાસ્ત્રના પ્રાધ્યાપક સ્ટીવન એન. ઓસ્ટેડ વૃદ્ધાવસ્થાનું “સમય જતાં શરીરના દરેક તંત્રમાં ધીમે ધીમે ઓછી થતી શક્તિ” તરીકે વર્ણન કરે છે. અને નેશનલ ઇન્ટીટ્યુટ ઑફ એજીંગના ડૉ. રીચર્ડ સ્પ્રોટ કહે છે કે વૃદ્ધાવસ્થા “જેનાથી આપણે દબાણનો યોગ્ય રીતે સામનો કરી શકીએ એવા આપણા તંત્રનો અમુક ભાગ ધીમે ધીમે ઘસાતો જાય છે.” તેમ છતાં મોટા ભાગના નિષ્ણાતો સહમત થાય છે કે વૃદ્ધાવસ્થાની સ્પષ્ટ વ્યાખ્યા આપવી એ એક પડકાર છે. પરમાણુ જીવવૈજ્ઞાનિક ડૉ. જોન મીડિના સમજાવે છે, શા માટે: “માથાથી પગના તળિયા સુધી, પ્રોટીનથી ડીએનએ સુધી, જન્મથી મરણ સુધીની પ્રક્રિયા અગણ્ય મોટા વૃંદોમાં માનવમાં સાંઠ લાખ કરોડ કોષો ઉત્પન્ન કરે છે.” એમાં કંઈ આશ્ચર્ય નથી કે ઘણા સંશોધકો નિષ્કર્ષ આપે છે કે વૃદ્ધાવસ્થા “બધી જીવવૈજ્ઞાનિક સમસ્યાઓમાં સૌથી જટિલ” છે!
કોફી અન્નન
UN photo
UN/DPI photo by Milton Grant