અમારા વાચકો તરફથી
દાઝી જતા રોકવું વિશ્વ પર નજરમાં “રસોઈ કરતા સાવચેત રહેવું” (જાન્યુઆરી ૮, ૧૯૯૯) સામગ્રી વાંચી ત્યારે હું ચિંતામાં પડી ગઈ. એણે સમાચારપત્રનો ઉલ્લેખ કર્યો જેણે સ્ટવના આગળના બર્નર પર રાંધવાનું સૂચવ્યું. તેમ છતાં, મેં સાંભળેલી માબાપોને આપવામાં આવેલી સલાહ—કે તેઓએ હંમેશાં પાછળના બર્નરનો ઉપયોગ કરવો જોઈએ, કે જેને બાળકો પહોંચી ન શકે—કરતાં આ વિરુદ્ધની છે.
એમ. બી., ઇંગ્લૅંડ
અમે આ સલામતી માટેનાં સૂચનોની કદર કરીએ છીએ. અમે જે સલાહ વિષે જણાવ્યું હતું એ પ્રાથમિક રીતે વડીલોએ આપેલી હતી, તેઓમાંના કેટલાકને પાછળના બર્નર પરની તપેલી પકડતા આગે બાંય પકડી લીધી હતી. જોકે, નાનાં બાળકોવાળી માતાઓ, સામાન્ય રીતે રાંધવાનું વાસણ તેઓની પહોંચ બહાર હોય એ રીતે રાખે છે.—સંપાદક
અવકાશી પદાર્થ વિનાશક? હું દસ વર્ષનો છું અને મેં “બાઇબલ શું કહે છે: શું એક અવકાશી પદાર્થ પૃથ્વી પર વિનાશ સર્જશે?” (જાન્યુઆરી ૮, ૧૯૯૯) લેખનો આનંદ માણ્યો. એણે મને એ જોવામાં મદદ કરી કે કોઈ અવકાશી પદાર્થ આપણી પૃથ્વીનો નાશ ન કરી શકે કારણ કે આપણે પારાદેશ પૃથ્વી પર રહીએ એવું યહોવાહ ઇચ્છે છે.
જે. પી., યુનાઈટેડ સ્ટેટ્સ
ધૂમ્રપાન છોડવું! “અમે છોડી શક્યા—તમે છોડી શકો છો!” (જાન્યુઆરી ૮, ૧૯૯૯) લેખ મારા માટે ખાસ હતો. મેં ધૂમ્રપાન કરનાર બહેન સાથે હમણાં જ બાઇબલનો અભ્યાસ પૂરો કર્યો. તે આપણી બધી સભાઓમાં આવે છે, પરંતુ તેણે પોતાની કુટેવને લીધે આત્મિક માર્ગ રોકી રાખ્યો છે. મેં તેને ધૂમ્રપાન છોડવા પર બીજા લેખો આપ્યા હતા, પરંતુ હું પ્રાર્થના કરું છું કે આ લેખ તેનું વિઘ્ન આંબવામાં તેને છેવટે મદદ કરે.
ઈ. સી., યુનાઈટેડ સ્ટેટ્સ
માબાપને ગુમાવવા આવો અદ્ભુત લેખ લખવા માટે તમારો આભાર, અર્થાત, “યુવાનો પૂછે છે . . . હું મારાં માબાપ વિના કઈ રીતે જીવી શકું?” (જાન્યુઆરી ૮, ૧૯૯૯) આપણે આપણાં માબાપ ગુમાવીએ તોપણ આપણ નાનેરાઓને રક્ષવાની યહોવાહની ક્ષમતા વિષે એણે મને ફરી ખાતરી કરવામાં મદદ કરી. મેં મારાં માબાપ મરણમાં ગુમાવ્યાં નથી, પરંતુ મને ઘણી વાર ચિંતા થાય છે કે તેઓ મરી જાય તો મારું શું થશે. ઓરૉસ્યોના સારા ઉદાહરણે મને ખૂબ ઉત્તેજન આપ્યું.
એમ. જે., ત્રિનિદાદ
સાત પુત્રોને ઉછેરવા હું “સાત પુત્રોને ઉછેરવાના પડકારો અને આશીર્વાદો” (ફેબ્રુઆરી ૮, ૧૯૯૯) લેખ માટે આભાર માનવાની તકને ઝડપી લેવા માંગુ છું. મને ખબર છે કે તરુણોને ઉછેરવા એક પડકાર છે, ખાસ કરીને એક વિધવા માટે. આ લેખ આવ્યો ત્યાં સુધી મને ખાતરી ન હતી કે આ તબક્કે મારાં બાળકોને સારી રીતે ઉછેરવાં શક્ય છે.
એ. આર., યુનાઈટેડ સ્ટેટ્સ
હું પણ સાત બાળકોવાળા કુટુંબમાંથી આવું છું. અત્યાર સુધી, અમે એકતામાં યહોવાહની સેવા કરતા આવ્યા હતા. તેમ છતાં, છ મહિના પહેલાં, મારી એક નાની બહેન બહિસ્કૃત થઈ. મેં લેખને પહેલી વખત જોયો ત્યારે, હું સફળ કુટુંબનું વૃત્તાંત વાંચવા માંગતી ન હતી. મેં પ્રાર્થના કરી કે હું અદેખાઈ વગર લેખમાંથી લાભ મેળવી શકું. હું એ જાણીને ખૂબ ઉત્તેજન પામી કે અમારા જેવા જ અનુભવવાળું કુટુંબ છે અને યહોવાહ અમારી પરિસ્થિતિને સમજે છે. હું ડીકમેનનો તેમના જીવનવૃંત્તાતના સહભાગી થવા માટે આભાર માનું છું. મને ખાતરી છે કે મારાં માબાપ અને મારા નાનાં ભાઈબહેનો આ લેખથી ખૂબ ઉત્તેજન અને દિલાસો પામ્યા.
ડબલ્યુ. વાય., જાપાન
સિંહો “સિંહ આફ્રિકાની ભવ્ય બિલાડી” (ફેબ્રુઆરી ૮, ૧૯૯૯)ના લેખ માટે તમારો આભાર. આ લેખ મારા માટે ખૂબ જ મહત્ત્વનો છે કેમ કે વર્ષોથી મને સિંહો ગમે છે. હું એઓની પ્રશંસા કરું છું કારણ કે તેઓ સુંદર અને બહાદુર છે. એક દિવસે મને પણ ‘સિંહ સાથે એકઠાં રહેવાનું’ ગમશે.—યશાયાહ ૧૧:૬-૯.
ઈ. એ. એસ., બ્રાઝિલ