બાઇબલ શું કહે છે
કઈ બાબતો સારા નાગરિક બનાવે છે?
બીજા વિશ્વયુદ્ધ પછી, યુરોપ અને જાપાનમાંના ઘણા લોકો જેઓ પોતાને સારા, કાયદા પાળનારા માનતા હતા તેઓએ પોતાને યુદ્ધની હિંસાના કારણે પૂછપરછનો સામનો કરતાં અને સજા ભોગવી રહેલા જોયા. તેઓ મધ્યે ઉચ્ચ લશ્કરીય અધિકારીઓ, વૈજ્ઞાનિકો, અને અન્ય વ્યવસાય કરનારાઓ હતા. તેઓનાં કાર્યોને વાજબી ઠેરવવાના પ્રયત્નમાં, આ ગુનેગારોમાંના કેટલાકે જણાવ્યું કે એક સારા નાગરિક પાસે અપેક્ષા રાખવામાં આવે છે તેમ તેઓ ફક્ત હુકમોને આધીન થયા હતા. તેમ છતાં, તેઓએ પોતે-જાહેર કરેલું સારું નાગરિકત્વ, તેઓને માનવતા વિરુદ્ધ ભયંકર ગુનાઓ કરવા તરફ દોરી ગયું.
બીજી તર્ફે, એવાઓ પણ છે કે જેઓ રાજ્યની સત્તાની ઉપેક્ષા કરે છે. કેટલાક જાહેર રીતે સરકારી સત્તાનો નકાર કરે છે, જ્યારે બીજાઓ પકડાવાનો થોડો ભય હોવાથી બની શકે તેટલો નિયમને તોડવા તૈયાર છે. અલબત્ત, ફક્ત થોડાક જ નકારી શકે કે સત્તાને આધીન રહેવાની જરૂર છે, કેમ કે એના સિવાય અરાજકતા અને અંધાધૂંધી ફેલાશે. તેમ છતાં, પ્રશ્ન એ છે કે કઈ હદ સુધી આપણે નાગરિકત્વની ફરજ બજાવવી જોઈએ અને કાયદાને આધીન રહેવું જોઈએ? કેટલાક પાયાના સિદ્ધાંતોનો વિચાર કરો કે જેણે પ્રથમ સદીના ખ્રિસ્તીઓને રાજ્ય પ્રત્યે પોતાની જવાબદારીની સમતોલ દૃષ્ટિ રાખવા મદદ કરી.
ખ્રિસ્તીઓ સત્તાને આધીન રહે છે
પ્રથમ સદીના ખ્રિસ્તીઓએ સ્વેચ્છાથી “મુખ્ય અધિકારીઓ”ના—એ સમયના શાસકોના નિયમો અને કાયદાઓ પાળ્યા. (રૂમી ૧૩:૧) ખ્રિસ્તીઓ માનતા હતા કે “રાજસત્તાને આધીન રહેવું, અધિકારીઓના હુકમો માનવા” એ યોગ્ય હતું. (તીતસ ૩:૧) તેઓએ ખ્રિસ્તને પોતાના આકાશી રાજા તરીકે ઓળખ્યા હોવા છતાં, તેઓ પોતાના માનવી શાસકોને આધીન રહી કાયદા પાળનારાઓ હતા અને રાજ્યની સલામતી માટે કોઈ ધમકી ઊભી કરનારા ન હતા. હકીકતમાં, દરેક સમયે “રાજાનું સન્માન” કરવાનું ઉત્તેજન આપતા હતા. (૧ પીતર ૨:૧૭) પ્રેષિત પાઊલે ખ્રિસ્તીઓને ઉત્તેજન આપ્યું: “હવે સહુથી પ્રથમ હું એવો બોધ કરૂં છું, કે વિનંતી, પ્રાર્થના, આજીજી તથા ઉપકારસ્તુતિ સઘળાં માણસોને માટે કરવામાં આવે; રાજાઓને માટે, તેમ જ સર્વ અધિકારીઓને માટે, જેથી આપણે પૂરા ભક્તિભાવથી તથા ગંભીરપણે, શાંત તથા સ્વસ્થ રીતે જીવન ગુજારીએ.”—૧ તીમોથી ૨:૧, ૨.
પ્રથમ સદીના ખ્રિસ્તીઓ તેઓ માગતા હતા એ ગમે તેવા કરોને પણ અંત:કરણપૂર્વક ભરતા હતા, ભલે પછી એ કઠિન બોજરૂપ હોય. તેઓ આ બાબત વિષે પ્રેષિત પાઊલે જે નિર્દેશન આપ્યું હતું એ પ્રમાણે વર્તતા હતા: “દરેકને તેના જે હક હોય તે આપો: જેને કરનો તેને કર.” (રૂમી ૧૩:૭) ઈસુના શિષ્યોની દૃષ્ટિએ, રૂમી સરકાર અને એના અધિકારીઓ દેવની પરવાનગીથી શાસન ચલાવતા હતા અને એ અર્થમાં “દેવના સેવક” તરીકે સેવા આપતા હતા કે જેથી તેઓ સમાજમાં શાંતિ અને સ્થિરતાનું વાતાવરણ પૂરું પાડે.—રૂમી ૧૩:૬.
“સર્વ સારાં કામ કરવામાં તત્પર”
પ્રથમ સદીના ખ્રિસ્તીઓને રાજ્ય દ્વારા લાદેલ નાગરિક ફરજોને સ્વીકારવા ઉત્તેજન આપવામાં આવ્યું હતું. ઈસુ ખ્રિસ્તે પોતે પોતાના શિષ્યોને દીવાની અધિકારીઓ દ્વારા ઓછામાં ઓછી માંગવામાં આવતી માંગણીઓથી વધુ કરવાની ઇચ્છાની સલાહ આપી. તેમણે કહ્યું, “અને જે કોઈ બળાત્કારથી તને એક ગાઉ લઈ જાય, તેની સાથે બે ગાઉ જા.” (માત્થી ૫:૪૧) તેમની સલાહને અનુસરીને, ખ્રિસ્તીઓએ બતાવ્યું કે તેઓ કંઈ પણ આપ્યા વગર સંસ્કારી સમાજમાં રહેવાના લાભો મેળવવાનું ઇચ્છતા ન હતા. તેઓ હંમેશા “સર્વ સારાં કામ કરવામાં તત્પર” હતા.—તીતસ ૩:૧; ૧ પીતર ૨:૧૩-૧૬.
તેઓ પોતાના પડોશીઓને સાચો પ્રેમ કરતા હતા અને તેઓને મદદ કરવાનું ઇચ્છતા હતા. (માત્થી ૨૨:૩૯) તેઓનો પ્રેમ અને ઉચ્ચ નૈતિક ધોરણોને વળગી રહેવાને કારણે, પ્રથમ સદીના ખ્રિસ્તીઓનો તેઓના સમાજમાં સારો પ્રભાવ હતો. તેઓના પડોશીઓને ખ્રિસ્તીઓના ઘર પાસે રહેવાના આનંદ માટે ઘણાં કારણો હતાં. (રૂમી ૧૩:૮-૧૦) ખ્રિસ્તીઓએ ખરાબ બાબતોથી દૂર રહેવા કરતાં વધુ કરીને પોતાનો પ્રેમ દર્શાવ્યો. તેઓને ઈસુ ખ્રિસ્તે કર્યું તેમ ‘બધાંઓનું, અને વિશેષે કરીને વિશ્વાસના કુટુંબનાં જે છે તેઓનું સારૂં કરવાʼનું ઉત્તેજન આપવામાં આવ્યું હતું.—ગલાતી ૬:૧૦.
“માણસોના કરતાં દેવનું . . . વધારે માનવું જોઈએ.”
તેમ છતાં, દુન્યવી સત્તાઓને આધીન રહેવામાં મર્યાદા હતી. તેઓ એવું કંઈ કરતા ન હતા કે જેથી તેઓનું અંત:કરણ ડંખે કે દેવ સાથેનો તેઓનો સંબંધ તૂટી જાય. દાખલા તરીકે, યરૂશાલેમમાં ધાર્મિક સત્તાઓએ પ્રેષિતોને ઈસુ વિષે પ્રચાર બંધ કરવાનો હુકમ આપ્યો ત્યારે, તેઓએ આજ્ઞાને માનવાનું નકાર્યું. તેઓએ જાહેર કર્યું, “માણસોના કરતાં દેવનું અમારે વધારે માનવું જોઈએ.” (પ્રેરિતોનાં કૃત્યો ૫:૨૭-૨૯) ખ્રિસ્તીઓએ મક્કમપણે મૂર્તિપૂજક શાસકની ઉપાસના કરવાની મનાઈ કરી. (૧ કોરીંથી ૧૦:૧૪; ૧ યોહાન ૫:૨૧; પ્રકટીકરણ ૧૯:૧૦) ક્યાં પરિણામો સહિત? ઇતિહાસકાર જે. એમ. રોબટ્ર્સ કહે છે, “ખ્રિસ્તીઓ હોવાને કારણે નહિ, પરંતુ કાયદાઓને આધીન રહેવાની ના પાડવાને કારણે તહોમતો ચાલુ રહ્યાં.”—શોર્ટર હિસ્ટરી ઑફ ધ વર્લ્ડ.
આ બનાવમાં કેમ તેઓએ કાયદાઓને આધીન રહેવાનો નકાર કર્યો હતો? તેઓને ખબર પડી કે “ઉચ્ચત્તર સત્તાઓ” દેવની પરવાનગીથી સત્તા ચલાવે છે અને આમ કાયદા અને વ્યવસ્થા જાળવવામાં “દેવનો કારભારી” તરીકે સેવા આપે છે. (રૂમી ૧૩:૧, ૪) પરંતુ ખ્રિસ્તીઓએ દેવના કાયદાને ઉચ્ચત્તર તરીકે ગણ્યા. તેઓએ યાદ રાખ્યું કે ઈસુ ખ્રિસ્તે આ સમતોલપણાનો સિદ્ધાંત પોતાના ભાવિ શિષ્યો માટે સ્થાપ્યો હતો: “જે કાઈસારના તે કાઈસારને, તથા જે દેવનાં તે દેવને ભરી આપો.” (માત્થી ૨૨:૨૧) દેવ પ્રત્યેની તેઓની જવાબદારીઓ કાઈસારની માંગણીઓની ઉપરવટ જતી હતી.
ઘણા કહેવાતા ખ્રિસ્તીઓ આ સારા સિદ્ધાંતોને અનુસરવામાં નિષ્ફળ ગયા ત્યારે જે પરિણમ્યું એ દ્વારા એ માર્ગ સાચો હતો એમ જણાયું. દાખલા તરીકે, “ખ્રિસ્તીરાષ્ટ્રના ધર્મભ્રષ્ટ આગેવાનો નોંધપાત્રપણે લશ્કરીય દળોને ઊભા કરવા અને જાળવવા માટે દીવાની સરકારનાં પ્યાદા તરીકે વપરાયા, લશ્કરીય ઇતિહાસકાર જોન કીગન કહે છે. તેઓના અનુયાયીઓએ છેવટે એવાં યુદ્ધોમાં ભાગ લીધો કે જેમાં લાખો નિર્દોષોનું લોહી વહી ગયું. કીગન કહે છે: “માણસોનું લોહી વહી ગયું ત્યારે દેવના શબ્દને ધ્યાન આપવામાં ન આવ્યું.”
તેમ છતાં, પ્રથમ સદીના ખ્રિસ્તીઓએ યોગ્ય સમતોલપણું જાળવી સારું ઉદાહરણ પૂરું પાડ્યું. તેઓ સારા નાગરિકો હતા. તેઓએ પોતાની દીવાની ફરજો અને જવાબદારીઓ સારી રીતે બજાવી. પરંતુ તેઓ સ્પષ્ટ બાઇબલ સિદ્ધાંતોને મક્કમપણે વળગી રહ્યા અને જીવનનાં દરેક પાસાઓમાં પોતાના બાઇબલ આધારિત-અંત:કરણને વળગી રહ્યા.—યશાયાહ ૨:૪; માત્થી ૨૬:૫૨; રૂમી ૧૩:૫; ૧ પીતર ૩:૧૬.
“કાઈસારના તે કાઈસારને . . . ભરી આપો”