યુદ્ધની કરુણતા
ઇંગ્લૅંડ, લંડનમાં એક ઇમ્પીરિઅલ વોર મ્યુઝિયમમાં આવનાર મુલાકાતીઓને ત્યાંની ગણતરી કરતી ડિજિટલ ઘડિયાળ અર્થાત એક આંકડા બતાવતી અનોખી ઘડિયાળને જોઈને આર્શ્ચય થાય છે. આ ઘડિયાળ સમય બતાવતી નથી. એનો હેતુ લોકોને આ સદીની મહત્ત્વની ગંભીરતા સમજાવવાનો છે, અને આ ખાસ બાબત છે—યુદ્ધ. ઘડિયાળના કાંટા ગોળ ફરે છે તેમ, આ ઘડિયાળ દરેક ૩.૩૧ સેકંડોમાં બીજા આંકડાને ઉમરીને એની ગણતરી કરે છે. દરેક સંખ્યાઓ આ ૨૦મી સદીમાં યુદ્ધ દરમિયાન મરણ પામેલા માણસો, સ્ત્રીઓ કે બાળકોની સંખ્યા બતાવે છે.
આ ગણતરી કરનાર ઘડિયાળે જૂન ૧૯૮૯માં કાર્ય કરવાનું શરૂ કર્યું. એ ડિસમ્બર ૩૧, ૧૯૯૯ની મધ્યરાત્રિએ ગણતરી કરવાનું પૂરું કરશે. એ સમયે સંખ્યા વધીને દસ કરોડ સુધીની થઈ જશે. આ વાસ્તવમાં ગયા ૧૦૦ વર્ષો દરમિયાન યુદ્ધમાં મરણ પામેલા લોકોની સંખ્યા હશે.
કલ્પના કરો—દસ કરોડ લોકો! એ ઇંગ્લૅંડની બમણી વસ્તી કરતાં પણ વધારે છે. તોપણ, આ સંખ્યા લોકોએ અનુભવેલા ભય અને દુઃખને બતાવતું નથી. તેમ જ એ મરણ પામનારાઓના પ્રિયજનોની—અસંખ્ય માતાઓ અને પિતાઓ, બહેનો અને ભાઈઓ, વિધવાઓ અને અનાથોની—વેદનાને બતાવતું નથી. આંકડાઓ આપણને આ જ બાબત બતાવે છે કે: સર્વ માનવ ઇતિહાસમાં આપણી સદીમાં સૌથી વધારે વિનાશ થયો છે; એની નિર્દયતા સરખાવી શકાય એમ નથી.
વીસમી સદીનો ઇતિહાસ એ પણ બતાવે છે કે માનવો બીજાઓને મારી નાખવામાં કેટલી હદ સુધી કુશળ બની ગયા છે. વીસમી સદી સુધી સમગ્ર ઇતિહાસ દરમિયાન નવા હથિયારોનો ધીમે ધીમે વિકાસ થયો છે કે જેણે અસંખ્ય પ્રમાણમાં શસ્ત્રો ઉત્પન્ન કર્યા છે. વર્ષ ૧૯૧૪માં પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યારે, યુરોપના લશ્કરમાં ઘોડેસવારો, ભાલાવાળા સિપાહીનો સમાવેશ કરવામાં આવતો હતો. આજે, ઉપગ્રહોના સેન્સર અને કોમ્પ્યુટર માર્ગદર્શનની પદ્ધતિની મદદથી, આર્શ્ચયમુગ્ધ કરી નાખે એવી ચોક્સાઈથી પૃથ્વીના કોઈ પણ ભાગ પર મિસાઈલથી મારી નાંખી શકાય છે. વચગાળાના વર્ષોમાં તેઓએ બંદૂકો, રણગાડીઓ, સબમરીન, યુદ્ધના વિમાનો તથા રાસાયણિક અને જીવાણું શસ્ત્રો જેવાં હથિયારો બનાવ્યા છે અને હાં, “બૉંબ” તો ખરા જ.
કટાક્ષપૂર્ણ રીતે, માણસજાત યુદ્ધ કરવામાં એટલી કુશળ બની ગઈ છે કે યુદ્ધ હવે એક રમત બની ગયું છે કે જે માણસજાતને હવ પોસાય એમ નથી. ફ્રેન્કેન્સ્ટીનની કાલ્પનિક વાર્તા કે જેમાં રાક્ષસ પોતાના બનાવનારનો નાશ કરે છે તેમ, યુદ્ધ પણ શસ્ત્ર બનાવનારને ધમકીરૂપ છે. શું આ રાક્ષસને અંકુશમાં રાખી શકાય કે એને નાબૂદ કરી શકાય? હવે પછીનો લેખ એની ચર્ચા કરશે.
[Picture Credit Lines on page 3]
U.S. National Archives photo
U.S. Coast Guard photo
By Courtesy of the Imperial War Museum