વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g01 ૪/૮ પાન ૧૪
  • શાકભાજી ખાઓ!

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શાકભાજી ખાઓ!
  • સજાગ બનો!—૨૦૦૧
  • સરખી માહિતી
  • પગલું ૧ સમજી-વિચારીને ખાઓ
    સજાગ બનો!—૨૦૧૧
  • સ્વાસ્થ્યપ્રદ ખોરાક પસંદ કરવો
    સજાગ બનો!—૧૯૯૭
સજાગ બનો!—૨૦૦૧
g01 ૪/૮ પાન ૧૪

શાકભાજી ખાઓ!

બ્રાઝિલના સજાગ બનો!ના લેખક તરફથી

“એ તો કડવાં છે.” “એનો સ્વાદ કેવો ખરાબ છે.” “મેં તો કદી એ ખાધા જ નથી.”

ઘણા લોકો શાકભાજી ખાતા નથી, એના આ તો થોડાક જ કારણો છે. તમારા વિષે શું? શું તમે દરરોજ શાકભાજી ખાઓ છો? સજાગ બનો!એ લોકો પાસેથી એ જાણવા પૂછપરછ કરી કે, શા માટે કેટલાકને શાકભાજી ગમે છે, પણ બીજાને ગમતાં નથી.

શાકભાજી ખાનારાઓનું કહેવું છે કે માબાપે તેઓને નાનપણથી જ શાકભાજી, કઠોળ અને ફળ ખાવાનું મહત્ત્વ શીખવ્યું હતું. જ્યારે કે શાકભાજી ગમતા નથી, એ લોકોનું કહેવું છે કે બાળકો તરીકે તેઓને એવી ટેવ પાડવામાં આવી ન હતી. એના બદલે, તેઓને આચરકૂચર ખાવાનું પસંદ છે. જોકે, તેઓ પણ સહમત થાય છે કે સારી તંદુરસ્તી માટે શાકભાજી ખાવા જરૂરી છે.

માબાપો, તમારાં બાળકોને શાકભાજી ખાવાની ટેવ પાડો! પણ કઈ રીતે? યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડે પ્રકાશિત કરેલા જીવનની હકીકતો (અંગ્રેજી)માં સૂચન આપવામાં આવ્યું છે કે, લગભગ છ મહિનાના બાળકને દૂધ પીવડાવ્યા પછી, દિવસમાં ઓછામાં ઓછું એક વાર તેને બાફેલા, છોલેલાં અને છૂંદેલા હોય એવા શાકભાજી ખવડાવવા જોઈએ. અલગ અલગ પ્રકારનો ખોરાક બાળક માટે સારો હોય છે. બાળનિષ્ણાત, બ્રાઝિલના ડૉ. વાગ્‍નેર લાપેટ કહે છે કે શરૂઆતના બે વર્ષ બાળકનો મુખ્ય ખોરાક દૂધ છે. એ જ સમયે બીજો ખોરાક આપવાથી “બાળક નવા નવા સ્વાદનું રસિયું થવા લાગે છે.”

કાર્લા લીયોનેલ, દવા—વાર્તાઓ અને સત્ય (પોર્ટુગીઝ) પુસ્તકમાં સૂચવે છે, કે સંતરા અથવા નારંગીનો થોડો રસ, ફળોનો (કેળા, સફરજન કે પપૈયાનો) છૂંદો, સીરિયલ અને શાકભાજીનું સૂપ, ઉપર જણાવેલી બાળકની ઉંમર કરતાં વહેલાં પણ આપી શકાય. ખરું કે, આ વિષેના મંતવ્યો અલગ અલગ હોય શકે, એટલે બાળકો માટેના ડૉક્ટરની સલાહ લેવી સૌથી સારું છે. (g01 1/8)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો