વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g07 જાન્યુઆરી પાન ૧૪
  • પહેલી સદીનું મનોરંજન

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • પહેલી સદીનું મનોરંજન
  • સજાગ બનો!—૨૦૦૭
  • સરખી માહિતી
  • રૂમી ઇતિહાસમાંથી એક ખાસ બોધપાઠ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
  • સમજદારીથી મનોરંજન પસંદ કરો
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
  • યહોવાને પસંદ પડે એવું મનોરંજન માણો
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
  • સારું મનોરંજન કેવી રીતે પસંદ કરશો?
    ઈશ્વરના પ્રેમની છાયામાં રહો
વધુ જુઓ
સજાગ બનો!—૨૦૦૭
g07 જાન્યુઆરી પાન ૧૪

પહેલી સદીનું મનોરંજન

દક્ષિણ ઇટાલીના એક એમ્પી-થિયેટરમાં બે પડોશી શહેરો વચ્ચે રમત ચાલી રહી હતી. કોઈક કારણે એ બંને શહેરોના રમતના શોખીનોમાં ઝઘડો થયો. મારા-મારી થઈ. ઘણાને વાગ્યું, ઘણા માર્યા ગયા, જેમાં અમુક બાળકો પણ હતાં. એ બનાવને લીધે અધિકારીઓએ દસ વર્ષો સુધી એમ્પી-થિયેટરને તાળાં મરાવી દીધા.

આજકાલ પેપરમાં આવું કંઈ વાંચીએ તો નવાઈ નહિ લાગે. જોકે આ બનાવ તો આજથી લગભગ ૨,૦૦૦ વર્ષો પહેલાં બનેલો. રોમન ઇતિહાસકાર ટેસિટસે એના વિષે જણાવ્યું. એ વખતે સમ્રાટ નીરોનું રાજ હતું. પોમ્પેના એમ્પી-થિયેટરમાં તરવારિયા કે ગ્લેડીયેટરોની હરીફાઈ ચાલતી હતી. ત્યારે ઉપર જોઈ ગયા એમ ત્યાંના લોકો બાજુના શહેર નુકેરિયાથી આવેલા રમત-ગમતના શોખીનોની સામે મારા-મારી પર ઊતરી આવ્યા.

પહેલી સદીમાં મનોરંજન પાછળ લોકો ગાંડા હતા. રોમન રાજનાં મોટાં મોટાં શહેરોમાં થિયેટરો, એમ્પી-થિયેટરો અને સરકસો હતા. તો વળી અમુક પાસે ત્રણેય હતા. ઍટલસ ઑફ ધ રોમન વર્લ્ડ કહે છે કે ‘રમત-ગમતોમાં પાગલપન હતું, જોખમ હતું, ખૂન-ખરાબી હતી.’ રથોની દોડ થતી, એમાં દરેક રથ દોડાવનારા જુદા જુદા રંગના કપડાં પહેરતા હતા. દરેક ટુકડી સમાજના કે રાજકારણના કોઈ વર્ગને રજૂ કરતી. જ્યારે પોતાની ટીમ દેખાય ત્યારે તેઓ જાણે પાગલ બની જતા. આ રમતવીરો પાછળ લોકો એટલા પાગલ હતા કે પોતાનાં ઘરોમાં તેઓના પોસ્ટર રાખતા. રમતવીરોને પણ પુષ્કળ પૈસા મળતા.

શહેરોમાં લોકોને લોહી તરસ્યા તરવારિયા કે ગ્લેડીયેટરની લડાઈ ખૂબ ગમતી. જાનવર અને માણસ વચ્ચે પણ લડાઈ થતી, જેમાં કોઈ વાર માણસ હથિયાર વગર લડતો. ઇતિહાસકાર વીલ ડ્યુરેન્ટના કહેવા પ્રમાણે, ‘સજા પામેલા ગુનેગારોને કોઈક વાર એવા ચામડાનો ડ્રેસ પહેરાવવામાં આવતો, જેનાથી તેઓ જાનવર જેવા દેખાય. પછી તેઓને જંગલી અને ભૂખ્યા જાનવર સામે નાખવામાં આવતા. આવા કિસ્સામાં વિચારી પણ ન શકાય એવી રીતે રિબાઈ રિબાઈને તેઓ મોતને ભેટતા.’

આવી રમત કોને ગમે? જે લોકોની “બુદ્ધિ અંધકારમય થયેલી” હોય અને જેઓ ‘નઠોર થઈ’ ગયા હોય તેઓને. (એફેસી ૪:૧૭-૧૯) બીજી સદીમાં ટર્ટુલિયને લખ્યું કે “સરકસનું પાગલપન, થિયેટરોના બેશરમ દૃશ્યો અને અખાડાની ખૂન-ખરાબી જેવું કંઈ પણ [ખ્રિસ્તીઓમાં] ક્યારેય જોવા, બોલવા કે સાંભળવામાં આવ્યું નથી.” આજેય સાચા ખ્રિસ્તીઓ પુસ્તકો, ટીવી, કૉમ્પ્યુટર ગેમ્સ કે બીજી કોઈ પણ રીતે હિંસાની મજા લેતા નથી. તેઓ જાણે છે કે યહોવાહ ‘જુલમીને’ ધિક્કારે છે.—ગીતશાસ્ત્ર ૧૧:૫. (g 11/06)

[પાન ૧૪ પર ચિત્ર]

રથદોડમાં વિજયી રમતવીરનું મોઝાઈક ચિત્ર

[પાન ૧૪ પર ચિત્ર]

સિંહણ સાથે લડતા માણસનું ચિત્ર

[પાન ૧૪ પર ચિત્ર]

પહેલી સદીનું રોમન થિયેટર

[ક્રેડીટ લાઈન]

Ciudad de Mérida

[પાન ૧૪ પર ચિત્રની ક્રેડીટ લાઈન્સ]

ડાબે ઉપર અને નીચે: Museo Nacional de Arte Romano, Mérida

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો