વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g ૭/૧૩ પાન ૧૬
  • ખૂંધવાળી વ્હેલનાં પાંખિયાં

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ખૂંધવાળી વ્હેલનાં પાંખિયાં
  • સજાગ બનો!—૨૦૧૩
  • સરખી માહિતી
  • કુદરત પાસેથી શીખીએ
    સજાગ બનો!—૨૦૦૬
  • પાયલટ વ્હેલની ચામડી કરે જોરદાર સફાઈ
    આનો રચનાર કોણ?
  • વિ શ્વ નિ હા ળ તા
    સજાગ બનો!—૧૯૯૭
સજાગ બનો!—૨૦૧૩
g ૭/૧૩ પાન ૧૬

આનો રચનાર કોણ?

ખૂંધવાળી વ્હેલનાં પાંખિયાં

સંપૂર્ણ વિકસિત ખૂંધવાળી વ્હેલ વજનવાળી ટ્રક કરતાં મોટી અને ભારે હોય છે. તેમ છતાં, આ મહાકાય સસ્તન માછલી તરે અને ફરે ત્યારે એકદમ ચપળ હોય છે. આ વ્હેલ આટલી ઝડપી કઈ રીતે હોય શકે? અમુક હદે એનું રહસ્ય છે એનાં પાંખિયાં પરનાં ઢીમણાં.

જાણવા જેવું: મોટા ભાગની વ્હેલ અને બીજા દરિયાઈ સસ્તન પ્રાણીઓનાં પાંખિયાંની આગળની ધાર લીસી હોય છે. પરંતુ, ખૂંધવાળી વ્હેલ કંઈક અલગ પ્રકારની છે. એનાં પાંખિયાંની આગળની ધાર પર અજોડ મોટાં ઢીમણાં (ગાંઠ) હોય છે. એ વ્હેલ માછલી જેમ તરતી જાય તેમ ઢીમણાં પરથી પાણી સહેલાઈથી સરતું જાય અને નાનાં નાનાં હજારો વમળ ઊઠતાં જાય. એનાં ઢીમણાં પાણીને એ રીતે વાળે છે કે પાણીમાં ખળભળાટ મચી જાય છે. આ ઢીમણાંની પાણી પર એવી અસર થાય છે કે વ્હેલને ઉપરની બાજુ ધક્કો લાગે છે, જેનાથી અટક્યા વગર એ પોતાનાં પાંખિયાં સહેલાઈથી ઊંચે વાળી શકે છે. પાંખિયાં ઊંચાં-નીચાં કરવામાં આ ઢીમણાં પાણીનાં વહેણ સામે જોરદાર કામમાં આવે છે. વ્હેલનાં શરીરની લંબાઈના ત્રીજા ભાગ જેટલાં લાંબાં પાંખિયાંને એ ઢીમણાં મહત્ત્વનો ફાયદો કરે છે.

આ રચનાની મદદથી સંશોધકો વહાણના સુકાન, પાણીચક્કી, પવનચક્કી અને હેલિકૉપ્ટરનાં ફરતાં પાંખિયાં વધારે સારી રીતે બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

વિચારવા જેવું: ખૂંધવાળી વ્હેલનાં પાંખિયાં શું પોતાની મેળે આવ્યાં કે પછી એનો કોઈ રચનાર છે? ◼ (g13-E 06)

[પાન ૧૬ પર ચિત્ર]

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો