વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ypq પ્રશ્ન ૫ પાન ૧૫-૧૭
  • સ્કૂલમાં કોઈ હેરાન કરે તો હું શું કરીશ?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સ્કૂલમાં કોઈ હેરાન કરે તો હું શું કરીશ?
  • ૧૦ સવાલોના જવાબ યુવાનો પૂછે છે
  • સરખી માહિતી
  • યુવાન લોકો પૂછે છે . . .
    સજાગ બનો!—૧૯૯૭
  • મારા બાળકને હેરાન કરવામાં આવે ત્યારે?
    કુટુંબ માટે મદદ
  • હેરાનગતિ થાય ત્યારે યહોવા પર ભરોસો રાખો
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • બદલો લેવામાં શું ખોટું છે?
    સજાગ બનો!—૨૦૦૨
૧૦ સવાલોના જવાબ યુવાનો પૂછે છે
ypq પ્રશ્ન ૫ પાન ૧૫-૧૭
એક છોકરા પર બીજો છોકરો તેના ક્લાસના મિત્રો આગળ બુલિંગ કરે છે

સવાલ ૫

સ્કૂલમાં કોઈ હેરાન કરે તો હું શું કરીશ?

એ જાણવું મહત્ત્વનું છે

તમે જે રીતે વર્તશો, એનાથી હાલત સુધરી શકે અથવા બગડી શકે.

તમે શું કરશો?

આની કલ્પના કરો: થોમસને આજે સ્કૂલમાં નથી જવું, કાલે નથી જવું; અરે, ફરી ક્યારેય નથી જવું. તેની સાથે ભણતા છોકરાઓએ ત્રણ મહિના પહેલાં તેના વિશે ખરાબ અફવાઓ ફેલાવી ત્યારથી આવું શરૂ થયું. પછી તેઓ તેનાં નામ પાડવાં લાગ્યાં. અમુક વાર કોઈ છોકરો થોમસના હાથમાંથી તેની બુક્સ પાડી નાખતો અને અજાણ હોવાનું નાટક કરતો. અથવા તેની પાછળ ઊભેલા છોકરાઓમાંથી કોઈએક તેને ધક્કો મારતો, પણ થોમસ પાછળ ફરીને જુએ તો કહી ન શકતો કે કોણે ધક્કો માર્યો. ગઈ કાલે તો પજવણી હદ વટાવી ગઈ! થોમસને ઓનલાઇન ધમકી મળી . . .

માનો કે તમે થોમસ છો તો તમે શું કરશો?

થોભો અને વિચારો!

એમ ન માનો કે તમે કમજોર છો! ખરું જોતાં, હાથ ઉપાડ્યા વગર તમે સતાવનાર સામે લડી શકો. કઈ રીતે?

  • કંઈ જ ન કરો. શાસ્ત્ર જણાવે છે: “મૂર્ખ માણસ પોતાનો ક્રોધ બોલી બતાવે છે; પણ ડાહ્યો માણસ તેને દબાવીને સમાવી દે છે.” (નીતિવચનો ૨૯:૧૧) જો તમે બને એટલા શાંત રહેશો, બીજું કંઈ નહિ તો બહારથી શાંત રહેશો, તો પજવણી કરનાર તમારાથી કંટાળીને તમને હેરાન નહિ કરે.

  • વેર ન વાળો. શાસ્ત્ર કહે છે: “ભૂંડાઈને બદલે ભૂંડું ન કરો.” (રોમનો ૧૨:૧૭) વેર લેવાથી મામલો વધારે બગડશે.

  • સામે ચાલીને તકલીફને આમંત્રણ ન આપો. શાસ્ત્ર કહે છે: “ડાહ્યો માણસ હાનિ આવતી જોઈને સંતાઈ જાય છે.” (નીતિવચનો ૨૨:૩) બની શકે તો, એવા લોકોથી દૂર રહો જેઓ મુસીબત ઊભી કરે છે. એવા સંજોગો ટાળો, જ્યાં હેરાનગતિ થઈ શકે છે.

  • ધાર્યો ન હોય એવો જવાબ આપો. શાસ્ત્ર કહે છે: “નમ્ર ઉત્તર ક્રોધને શાંત કરી દે છે.” (નીતિવચનો ૧૫:૧) તમે મજાક પણ કરી શકો. દાખલા તરીકે, જો હેરાન કરનાર કહે કે તમે જાડા છો, તો તમે સ્માઇલ આપીને કહી શકો: “એવું છે? તો કાલથી જીમમાં જઈશ!”

  • ત્યાંથી ચાલ્યા જાઓ. ૧૯ વર્ષની નોરા જણાવે છે, ‘શાંત રહેવું બતાવે છે કે તમે સમજુ છો અને પજવનારથી વધારે મક્કમ મનના છો. એ બતાવે છે કે તમે પોતાને કાબૂમાં રાખો છો, જે પજવનાર નથી કરી શકતો.’—૨ તીમોથી ૨:૨૪.

  • આત્મ-વિશ્વાસ કેળવો. પજવણી કરનારા મોટા ભાગે પારખી શકે છે કે કોને પોતાના પર ભરોસો નથી અને કોણ સામે નહિ થાય. જો પજવણી કરનારને તમારા પર કાબૂ મેળવવા નહિ દો, તો મોટા ભાગે તે તમને હેરાન કરવાનું બંધ કરશે.

  • કોઈકને જણાવો. એક ટીચર કહે છે: “પજવણી સહન કરનારને મારે એ જ કહેવાનું કે તેઓ એ વિશે જણાવે. એ યોગ્ય છે અને એનાથી બીજાની પજવણી થતા અટકાવી શકાય છે.”

એક યુવાન પજવણી કરનારનો કોન્ફિડન્સથી સામનો કરે છે

પોતાના પર કોન્ફિડન્સ રાખવાથી તમને એવી હિંમત મળશે, જે પજવણી કરનાર પાસે નથી

શું તમે જાણો છો?

શારીરિક હુમલા સિવાય, આ રીતે પણ બુલિંગ થાય છે:

  • પજવણી કરનારના મોંમાંથી આગની જેમ શબ્દો નીકળે છે

    શબ્દોનાં બાણ મારવાં. “તેઓએ મારાં જે નામ પાડ્યાં હતાં અને મને જે કહેતા, એ કદીયે નહિ ભૂલું. તેઓ મને અહેસાસ કરાવતા કે હું સાવ નકામી છું, મારી કોઈ વેલ્યુ જ નથી. એના કરતાં તો, કોઈ મુક્કો મારીને આંખ સુજાવી દે તો વધારે સારું.”—સેલીન, ૨૦.

  • એક યુવાનના દોસ્તો તેને ટાળે છે, એટલે તે એકલો બેસી ગયો છે

    એકલા પાડી દેવું. “સ્કૂલમાં સાથે ભણનારા મને એકલી પાડવા લાગ્યા. તેઓ એવું બતાવતા કે લંચ-ટેબલ પર જગ્યા નથી, જેથી હું તેઓ સાથે ન બેસું. એ આખું વર્ષ હું રડી અને મેં એકલી બેસીને ખાધું.”—હેલી, ૧૮.

  • ઇન્ટરનેટથી બુલિંગ થવાને કારણે એક યુવાન સ્ત્રી કોમ્પ્યુટરથી બે ડગલાં પાછી હઠી જાય છે

    ઇન્ટરનેટથી બુલિંગ. “કોમ્પ્યુટરમાં અમુક શબ્દો ટાઇપ કરીને તમે કોઈનું નામ બદનામ કરી શકો. અરે, એનું જીવવું પણ હરામ કરી નાખી શકો. કદાચ એમ કહેવું વધારે પડતું લાગે, પણ એમ બની શકે છે!”—ડેનિયેલ, ૧૪.

પજવણી વિશે ક્વિઝ

સાચું કે ખોટું

જવાબ

૧ પજવણી હજારો વર્ષોથી થાય છે.

૧ સાચું. દાખલા તરીકે, શાસ્ત્ર “રાક્ષસી કદના માણસો” વિશે જણાવે છે, જેનો હિબ્રૂ ભાષામાં અર્થ થાય, ‘બીજાઓને પાડી નાખનાર.’—ઉત્પત્તિ ૬:૪, કોમન લેંગ્વેજ.

૨ પજવણી તો બે ઘડીની ગમ્મત છે, એ થોડી સિરિયસ લેવાય?

૨ ખોટું. યુવાનોમાં થતા આપઘાત પાછળ મોટા ભાગે પજવણી જવાબદાર હોય છે.

૩ દાદાગીરી કરનારને રોકવાનો સૌથી સારો ઉપાય છે, સામે લડવું.

૩ ખોટું. મોટા ભાગે દાદાગીરી કરનાર પોતાના શિકારથી મજબૂત બાંધાના હોય છે. એટલે, સામે લડવાના પ્રયત્નો નકામા બની શકે છે.

૪ જો તમે પજવણી થતી જુઓ તો કંઈ ન કરવામાં ડહાપણ છે.

૪ ખોટું. આ કિસ્સામાં, એ જોયા પછી કંઈ ન કરો તો તમે પણ ગુનેગાર છો. પજવણી થતા જુઓ અને કંઈ ન કહો તો, તમે કોઈ ઉપાયનો નહિ, પણ મુશ્કેલીનો ભાગ બનો છો.

૫ દાદાગીરી કરનારા ભલે મોટી મોટી બડાઈ હાંકે, અંદરથી તેઓ અસલામતી અનુભવે છે.

૫ સાચું. ખરું કે દાદાગીરી કરનારા બડાઈ મારતા હોય છે, પણ ઘણા અસલામતી અનુભવે છે અને પોતાને સારું લગાડવા બીજાઓને નીચા પાડે છે.

૬ પજવણી કરનારા બદલાય શકે છે.

૬ સાચું. પજવણી કરનારા મદદ લે તો પોતાનાં વાણી-વર્તનમાં સુધારો લાવી શકે છે.

મારો નિર્ણય

  • મને પજવણી કરનાર હેરાન કરે તો હું શું કરીશ?

વધુ જાણો!

હેરાનગતિનો સામનો ગુસ્સે થયા વગર કરો

www.pr418.com પર આ વ્હાઇટ બોર્ડ એનિમેશન વીડિયો જુઓ: હેરાનગતિનો સામનો ગુસ્સે થયા વગર કરો (BIBLE TEACHINGS > TEENAGERS વિભાગમાં આ વીડિયો માટે ગુજરાતી ભાષા પસંદ કરો)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો