ભાગ છમાં શું છે?
હવે ઇઝરાયેલીઓ વચનના દેશમાં આવી ગયા હતા. ત્યાં પવિત્ર મંડપ સાચી ભક્તિ માટે મુખ્ય જગ્યા હતી. યાજકો લોકોને ઈશ્વરના નિયમો શીખવતા અને ન્યાયાધીશો ઇઝરાયેલી પ્રજાને સાચે માર્ગે ચાલવા મદદ કરતા. આ ભાગમાં આપેલી વાર્તાઓ બતાવે છે કે એક વ્યક્તિના કામો અને નિર્ણયોની બીજાઓ પર ઘણી અસર થઈ શકે છે. દરેક ઇઝરાયેલીએ યહોવાને અને બીજા ઇઝરાયેલીઓને વફાદાર રહેવાનું હતું. બાળકને સમજાવો કે દબોરાહ, નાઓમી, યહોશુઆ, હાન્ના, યિફતાની દીકરી અને શમુએલનાં કામોની બીજાઓ પર કેવી અસર થઈ. અમુક લોકો ઇઝરાયેલીઓ ન હતા. જેમ કે, રાહાબ, રૂથ, યાએલ અને ગિબયોનીઓ. એ વાત ખાસ સમજાવો કે તેઓએ પણ ઇઝરાયેલીઓને સાથ આપવાનું નક્કી કર્યું. કેમ કે તેઓ જાણતા હતા કે ઈશ્વર ઇઝરાયેલીઓ સાથે છે.