ગીત ૭
યહોવા મારો કિલ્લો
૧. યહોવા છે મને લગની તારી
તું બળ મારું તું છો શક્તિ મારી
કાને કાને સુણાવું તારી વાત
સાંભળે ન સાંભળે એ છે તેઓ પર
(ટેક)
મજબૂત કિલ્લો છે, યહોવા મારો
અડગ છે ખડક આશરો મારો
રહે છે નામ તારું મારા મુખ પર
રહે છે તારું નામ બસ સાંજ સવાર
૨. મારી આંખે તેજ ભર્યું ઈશ્વરે
અંધાપો દૂર કરી દીધો તેમણે
દીધેલા એના નિ-ય-મો પાળ્યા
આદેશો મેં નજર સામે રાખ્યા
(ટેક)
મજબૂત કિલ્લો છે, યહોવા મારો
અડગ છે ખડક આશરો મારો
રહે છે નામ તારું મારા મુખ પર
રહે છે તારું નામ બસ સાંજ સવાર
૩. તારી પાંખની છાયા નીચે સંતાડ
શેતાનના હુમલાથી ઉગાર મને
ભલે તે મોતને મુખે ધકેલે
તારું નામ લેતા મને કોણ રોકે
(ટેક)
મજબૂત કિલ્લો છે, યહોવા મારો
અડગ છે ખડક આશરો મારો
રહે છે નામ તારું મારા મુખ પર
રહે છે તારું નામ બસ સાંજ સવાર
(૨ શમુ. ૨૨:૩; ગીત. ૧૮:૨; યશા. ૪૩:૧૨ પણ જુઓ.)