વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w02 ૩/૧ પાન ૩-૫
  • આખા જગતનો વિનાશ થયો!

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • આખા જગતનો વિનાશ થયો!
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
  • મથાળાં
  • સરખી માહિતી
  • શું પ્રાચીન જગતનો ખરેખર વિનાશ કરવામાં આવ્યો હતો?
  • નુહ અને પ્રલય વાર્તા નહિ, પણ હકીકત!
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૮
  • નુહ વિષે વાંચીને—આપણે શું શીખી શકીએ?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
w02 ૩/૧ પાન ૩-૫

આખા જગતનો વિનાશ થયો!

તમારી ફરતેના જગતને જુઓ. એનાં શહેરો, એની સંસ્કૃતિ, એની વૈજ્ઞાનિક સિદ્ધિઓ અને અબજોની વસ્તીને જુઓ. શું એની સ્થિરતા જોઈને તમે પ્રભાવિત થતા નથી? શું તમને લાગે છે કે એક દિવસ આ આખા જગતનું નામનિશાન મટી જશે? આવો વિચાર કરવો પણ મુશ્કેલ છે. પરંતુ, શું તમે જાણો છો કે એક ભરોસાપાત્ર માહિતી પ્રમાણે, પ્રાચીન સમયમાં જગતનો સંપૂર્ણ વિનાશ થયો હતો?

આપણે ફક્ત પ્રાચીન કાળના લોકોની જ વાત નથી કરતા. એ જગત સાથે એની સંસ્કૃતિ, શહેરો, કળાકૌશલ્યમાં મેળવેલી નિપૂણતા અને વૈજ્ઞાનિક સિદ્ધિઓનો પણ નાશ થયો હતો. બાઇબલ અહેવાલ આપણને બતાવે છે કે કુટુંબવડા ઈબ્રાહીમનો જન્મ થયો એના ૩૫૨ વર્ષ પહેલાં, બીજા મહિનાના સત્તરમા દિવસે અચાનક જળપ્રલય આવ્યો અને આખા જગતને તાણી ગયો.a

પરંતુ, શું એ અહેવાલ સાચો છે? શું એ બનાવ ખરેખર બન્યો હતો? શું પ્રાચીન સમયમાં પણ હાલના જેવું જ જગત હતું કે જેનો પછી વિનાશ કરવામાં આવ્યો? એમ હોય તો, શા માટે એનો વિનાશ કરવામાં આવ્યો? એ માટે કયાં કારણો જવાબદાર હતા? એ પ્રાચીન જગતના વિનાશમાંથી આપણે કયો બોધપાઠ શીખી શકીએ?

શું પ્રાચીન જગતનો ખરેખર વિનાશ કરવામાં આવ્યો હતો?

આવી અસામાન્ય ઘટના ખરેખર બની હોય તો, એને ક્યારેય ભૂલી ન શકાય. તેથી, ઘણી પ્રજાઓમાં આજે પણ કોઈને કોઈ રીતે એ વિનાશને યાદ કરવામાં આવે છે. દાખલા તરીકે, બાઇબલમાં એની ચોક્કસ તારીખ નોંધવામાં આવેલી છે. પ્રાચીન કૅલેન્ડર પ્રમાણે, બીજો મહિનો આજે ઑક્ટોબરના મધ્યેથી નવેમ્બરની મધ્યે આવે છે. તેથી, ૧૭મો દિવસ લગભગ પહેલી નવેમ્બરે આવે છે. આથી, એ આકસ્મિક ઘટના ન હોય શકે કેમ કે ઘણા દેશોમાં મૃતજનો માટેના તહેવારો વર્ષના એ સમયગાળામાં ઉજવવામાં આવે છે.

જળપ્રલયનો બીજો પુરાવો લોકકથાઓમાં જોવા મળે છે. જૂના જમાનાના સર્વ લોકો પાસેથી આજે પણ આપણને પૌરાણિક કથા સાંભળવા મળે છે કે તેમના પૂર્વજો ગોળાવ્યાપી જળપ્રલયમાંથી બચી ગયા હતા. આફ્રિકાના પિગ્મિસ લોકો, યુરોપિયન કેલ્ટસના લોકો અને દક્ષિણ અમેરિકાના ઇનકાસ લોકોમાં પણ અલાસ્કા, ઑસ્ટ્રેલિયા, ચીન, ભારત, લિથુએનિયા, મૅક્સિકો, માઇક્રોનીશિયા, ન્યૂઝીલૅન્ડ અને ઉત્તર અમેરિકાના લોકો જેવી જ લોકકથા જોવા મળે છે.

જોકે, સમય પસાર થતા આ લોકકથાઓમાં ઘણી કાલ્પનિક વાતો ઉમેરવામાં આવી, પરંતુ એ સર્વ માહિતીમાં એક બાબતમાં સરખાપણું જોવા મળે છે: માનવજાતની દુષ્ટતા પર પરમેશ્વરનો કોપ ભડકી ઊઠ્યો હતો. તે કદી પણ થયો ન હોય એવો જળપ્રલય લાવ્યા હતા. એમાં આખી માનવજાત નાશ પામી હતી. તેમ છતાં, ફક્ત થોડી ન્યાયી વ્યક્તિઓ બચી હતી. તેઓએ મોટું વહાણ બનાવ્યું હતું જેમાં તેઓ અને કેટલાંક પ્રાણીઓ બચી ગયા હતાં. કેટલાક દિવસો પછી, પક્ષીઓને સૂકી ભૂમિ શોધવા માટે મોકલવામાં આવ્યાં. અંતે, વહાણ એક પહાડ ઉપર થોભ્યું. બચી જનારાઓએ બહાર આવીને બલિદાન ચઢાવ્યું હતું.

આ શું સાબિત કરે છે? આ સરખાપણું ફક્ત આકસ્મિક નથી. આ લોકકથાઓ બાઇબલના પ્રાચીન પુરાવાને પુષ્ટિ આપે છે કે, આપણે સર્વ જળપ્રલયમાં જગતનો નાશ થયો એમાંથી બચી જનારાઓના વંશજો છીએ. તેથી, આપણે શું બન્યું હતું એ જાણવા દંતકથા કે પૌરાણિક કથાઓ પર આધાર રાખવાની જરૂર નથી. આપણી પાસે બાઇબલનાં હેબ્રી શાસ્ત્રવચનોમાં કાળજીપૂર્વક નોંધવામાં આવેલો અહેવાલ છે.​—⁠ઉત્પત્તિ અધ્યાય ૬-૮.

જીવનની શરૂઆત કઈ રીતે થઈ હતી એ વિષે બાઇબલમાં ઇતિહાસનો પ્રેરિત અહેવાલ જોવા મળે છે. તેમ છતાં, પુરાવાઓ સાબિત કરે છે કે એ કંઈ ફક્ત ઇતિહાસ જ નથી. એની ચોક્કસ ભવિષ્યવાણી અને ગહન ડહાપણ બતાવે છે કે એના માધ્યમથી પરમેશ્વર મનુષ્યો સાથે વાત કરે છે એ દાવો સાચો છે. દંતકથાઓથી ભિન્‍ન, બાઇબલના ઐતિહાસિક અહેવાલોમાં નામ અને તારીખ સાથે વંશાવળી અને ભૌગોલિક માહિતી આપવામાં આવી છે. એ જળપ્રલય અગાઉનું જીવન કેવું હતું એનું ચિત્ર બતાવે છે અને એ પણ બતાવે છે કે શા માટે આખા જગતનો અચાનક અંત આવ્યો.

પ્રાચીન જગતમાં શું ખોટું થયું હતું? હવે પછીનો લેખ આ પ્રશ્નની ચર્ચા કરશે. હાલના પૃથ્વીના સર્વ રહેવાસીઓ માટે ભાવિમાં કેવી સલામતી હશે એ વિષે ચિંતા કરનારાઓ માટે આ એક મહત્ત્વનો પ્રશ્ન છે.

[ફુટનોટ]

a ઉત્પત્તિ ૭:​૧૧; ૧૧:૧૦-​૨૫, ૩૨; ૧૨:⁠૪.

[પાન ૪ પર ચાર્ટ]

(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)

જગતવ્યાપી જળપ્રલયની દંતકથાઓ

દેશો સરખાપણું1 2 3 4 5 6 7 8 9 10

ગ્રીસ 7 ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆

રોમ 6 ◆ ◆ ◆ ◆ ◆ ◆

લિથુએનિયા 6 ◆ ◆ ◆ ◆ ◆ ◆

આશ્શૂર 9 ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆

ટાન્ઝાનિયા 7 ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆

ભારત - હિંદુ 6 ◆ ◆ ◆ ◆ ◆ ◆

ન્યૂઝીલૅન્ડ - માઓરી 5 ◆ ◆ ◆ ◆ ◆

માઇક્રોનીશિયા 7 ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆

વૉશિંગ્ટન યુ.એસ.એ. - યાંકીમા 7 ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆

મિસિસિપી યુ.એસ.એ. - ચૉક્ટવા 7 ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆

મૅક્સિકો - મિસોકન 5 ◆ ◆ ◆ ◆ ◆

દક્ષિણ અમેરિકા - ક્યુંચા 4 ◆ ◆ ◆ ◆

બોલિવિયા - ચીરીગ્યુનો 5 ◆ ◆ ◆ ◆ ◆

ગયાના - આરવેક 6 ◆ ◆ ◆ ◆ ◆ ◆

૧: પરમેશ્વર દુષ્ટતાથી કોપાયમાન થયા

૨: જળપ્રલય દ્વારા વિનાશ

૩: પરમેશ્વરનો હુકમ

૪: પરમેશ્વરની ચેતવણી આપવામાં આવી

૫: થોડી વ્યક્તિઓ બચી ગઈ

૬: એક મોટા વહાણમાં બચ્યાં

૭: પ્રાણીઓ બચ્યા

૮: પક્ષી કે બીજા પ્રાણીને બહાર મોકલવામાં આવ્યું

૯: અંતે વહાણ એક પહાડ પર થોભ્યું

૧૦: બલિદાન ચઢાવવામાં આવ્યું

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો