વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w04 ૧/૧ પાન ૨-૪
  • યુદ્ધની બદલાતી હવા

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યુદ્ધની બદલાતી હવા
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
  • મથાળાં
  • સરખી માહિતી
  • શા માટે લડાઈઓ થાય છે?
  • યુદ્ધના બલિ બનેલાના બદલાતા ચહેરા
    સજાગ બનો!—૨૦૦૦
  • કાયમી શાંતિ કોણ લાવી શકે?
    સજાગ બનો!—૧૯૯૬
  • યુદ્ધ વિનાનું જગત નજીક છે!
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
  • ઇઝરાયેલીઓ યુદ્ધોમાં ભાગ લેતા હતા, તો શું આપણે પણ યુદ્ધોમાં ભાગ લઈ શકીએ?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૨
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
w04 ૧/૧ પાન ૨-૪

યુદ્ધની બદલાતી હવા

યુદ્ધ તો યુદ્ધ જ છે. એના લીધે હંમેશાં ઘણા સૈનિકો માર્યા જાય છે. તેમ જ એના લીધે નાગરિકોએ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પરંતુ, તાજેતરના સમયમાં, એવું લાગે છે જાણે યુદ્ધે પોતાનું રૂપ બદલી નાખ્યું છે. કઈ રીતે?

આજે મોટા ભાગે નાગરિક યુદ્ધ એટલે કે એક જ દેશના નાગરિકો વચ્ચે થતી અંદરોઅંદર લડાઈઓ વધારે પ્રમાણમાં જોવા મળે છે. આવી લડાઈઓ લાંબો સમય ચાલતી હોય છે. એનાથી લોકોને વધારે નુકશાન થતું હોય છે. વળી, આવી લડાઈઓમાં તો રાષ્ટ્રો વચ્ચે થતા યુદ્ધો કરતાં પણ વધારે નુકશાન થાય છે. સ્પૅનિશ ઇતિહાસકાર જુલ્યન કેસોનોવાએ લખ્યું: ‘આંતરિક લડાઈઓ બહુ ખતરનાક હોય છે. એના લીધે લાખો લોકો મરણ પામે છે. લોકો પર બળાત્કાર કરવામાં આવે છે. લોકોએ પોતાના ઘરબાર છોડીને નાસી જવું પડે છે. અરે, અમુક કિસ્સાઓમાં તો આખીને આખી જાતિનું નામોનિશાન કાઢી નાખવામાં આવે છે.’ આ રીતે થતી લડાઈઓના લીધે પાડોશીઓ વચ્ચે ઊભી થતી દીવાલને તૂટતા વર્ષો લાગી જાય છે.

શીત યુદ્ધનો અંત આવ્યા પછી, અલગ અલગ રાષ્ટ્રો વચ્ચે બહુ ઓછા યુદ્ધો લડાયા છે. સ્ટોકહોલ્મ ઇન્ટરનેશનલ પીસ રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SIPRI) અહેવાલ આપે છે, “વર્ષ ૧૯૯૦ અને ૨૦૦૦ના ગાળામાં ફક્ત ત્રણ મોટા યુદ્ધો સિવાય, બીજી બધી અંદરોઅંદર થતી લડાઈઓ હતી.”

જોકે, અંદરોઅંદર થતી લડાઈઓ બહુ ખતરનાક ન લાગી શકે. વળી, એના વિષે સમાચારોમાં ખાસ ચર્ચા કરવામાં આવતી ન હોય. પરંતુ, આવી લડાઈઓમાં પણ કંઈ ઓછું નુકશાન થતું નથી. આવી લડાઈઓમાં લાખો લોકો માર્યા ગયા છે. હકીકતમાં છેલ્લા વીસ વર્ષોમાં અફઘાનિસ્તાન, કૉંગો લોકશાહી પ્રજાકસત્તા અને સુદાન જેવા ત્રણ દેશોમાં જ ૫૦ લાખથી વધારે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. બાલ્કન દેશોમાં, જ્ઞાતિય આગે લગભગ ૨,૫૦,૦૦૦ લોકોનો ભોગ લીધો. તેમ જ કોલંબિયામાં લાંબો સમય ચાલેલા ગોરીલા યુદ્ધમાં ૧,૦૦,૦૦૦ લોકો માર્યા ગયા.

અંદરોઅંદર થતી લડાઈની બાળકો પર બહુ જ ખરાબ અસર પડી છે. યુનાઈટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર રેફ્યુજી અનુસાર, છેલ્લા દશ વર્ષોમાં આવી લડાઈઓમાં ૨૦ લાખ કરતાં વધારે બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. બીજા ૬૦ લાખ લોકો ઘવાયા અને ખાસી એવી સંખ્યામાં બાળકોને લશ્કરની તાલીમ આપવામાં આવી. એક બાળ સૈનિક કહે છે: ‘તેઓએ મને તાલીમ આપી. તેઓએ મને બંદૂક આપી. હું ડ્રગ્સ લેતો થઈ ગયો. મેં ઘણા બધા નાગરિકોને માર્યા છે. એ એક પ્રકારનું યુદ્ધ જ હતું. જોકે, મેં તો જે હુકમ આપવામાં આવ્યો એ જ પ્રમાણે કર્યું છે. મારું હૃદય મને બહુ ડંખતું હતું, પરંતુ હું મજબૂર હતો.’

લડાઈઓ રોજની બાબત બની ગઈ હોય એવા દેશોના બાળકોને તો, એ પણ ખબર હોતી નથી કે સુખ-શાંતિ કેવી હોય. તેઓ એવા જગતમાં હોય છે કે જ્યાં સ્કૂલોનો ભૂક્કો કરી દેવામાં આવ્યો હોય છે. તેમ જ વાત વાતમાં લોકો હથિયાર લઈને ઊભા થઈ જતા હોય છે. એક ૧૪ વર્ષની દુન્જા કહે છે: “ઘણા લોકો માર્યા ગયા છે . . . હવે ક્યાંય પંખીનો મધુર કલરવ સાંભળવા મળતો નથી. ફક્ત પોતાના માબાપ કે ભાઈ-બહેનો માટે રડતા બાળકોનો જ અવાજ સાંભળવા મળે છે.”

શા માટે લડાઈઓ થાય છે?

આવી લડાઈઓ શાના કારણે ભડકતી હોય છે? જ્ઞાતિ અને જાતિ વચ્ચે નફરત, અલગ અલગ ધર્મો, અન્યાય અને રાજકીય ઊથલપાથલ જેવી બાબતો બહુ મહત્ત્વના ઘટકો છે. બીજું મુખ્ય કારણ સત્તા કે પૈસાનો લોભ છે. રાજકીય આગેવાનો મોટા ભાગે સત્તા મેળવવાની લાલચમાં નફરતની આગમાં ઘી રેડતા હોય છે. SIPRIએ પ્રકાશિત કરેલા અહેવાલે બતાવ્યું કે લડાઈમાં ભાગ લેનારાઓ ‘પોતાનું જ વિચારતા હોય છે. ઘણી રીતોએ લોભ બતાવવામાં આવે છે. લોભના લીધે નેતાઓ હીરાનો મોટા પાયા પર વેપાર કરે છે, અને ગામડાંના યુવાનો લૂંટફાટ કરતા હોય છે.’

ઘાતક હથિયારો સસ્તા ભાવે મળતા હોવાના લીધે, વધારે લોકોની કતલ થાય છે. વર્ષે લગભગ પાંચ લાખ લોકો મરણ પામે છે એમાં ખાસ કરીને સ્ત્રીઓ અને બાળકો ભોગ બને છે. આ બધી કતલ નાના નાના હથિયારોથી જ થતી હોય છે. આફ્રિકાના એક દેશમાં, એકે-૪૭ રાઇફલો ચણા-મમરાના ભાવે મળે છે. કેટલી દુઃખની વાત છે કે કેટલીક જગ્યાઓએ બંદૂકો જાણે ઘર ઘરનું રમકડું બની ગયું છે. આખા જગતમાં હમણાં લગભગ ૫૦ કરોડ નાની બંદૂકો જોવા મળે છે. એટલે કે દરેક ૧૨ વ્યક્તિ દીઠ એક પાસે આ બંદૂક હોય.

શું લડાઈઓ આ સદીની એક ખાસિયત બની જશે? શું આવી લડાઈઓ રોકી શકાય? શું લોકો આંખો બંધ કરીને એકબીજાની કતલ કરવાનું બંધ કરશે? આ બધા પ્રશ્નોનો જવાબ હવે પછીના લેખમાં જોવા મળશે.

[પાન ૪ પર બોક્સ]

લડાઈઓનાં કરુણ પરિણામો

જોકે, લડાઈઓમાં કોઈ ખાસ પ્રકારનાં અથવા આધુનિક શસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવતો ન હતો છતાં, એવા હથિયારો ઘાતક છે. કેમ કે લડાઈમાં સૈનિકો નહિ પરંતુ, નેવું ટકા કરતા વધારે નાગરિકો માર્યા ગયા. લડાઈના લીધે બાળકો પર થતી અસરના નિષ્ણાંત યુનાઇટેડ નેશન્સના સેક્રેટરીએ લખ્યું: “એ સ્પષ્ટ છે કે અજાણતા નહિ, પરંતુ જાણી જોઈને વધારેને વધારે બાળકોને નિશાન બનાવવામાં આવે.”

સૈનિકો બળાત્કાર કરે એ બહુ સામાન્ય બની ગયું છે. સતત યુદ્ધ ચાલતું હોય એવા વિસ્તારોમાં, સૈનિકો જે ગામમાં ગયા હોય ત્યાંની લગભગ બધી જ છોકરીઓ પર બળાત્કાર કરે છે. આમ કરવાનો તેઓનો મુખ્ય હેતુ, તેઓમાં ડર પેદા કરવાનો અથવા તેમના દુશ્મનોના કુટુંબો છિન્‍નભિન્‍ન કરી નાખવાનો હોય છે.

યુદ્ધ પછી ભૂખમરો અને રોગ ફાટી નીકળે છે. યુદ્ધના લીધે ફક્ત થોડા લોકો ખેતીવાડી કરી શકે છે. અમુક જ, તબીબી સારવાર પ્રાપ્ય હોય છે. તેમ જ લોકોને બહારના દેશોમાંથી મોકલેલી વસ્તુમાંથી થોડુક જ મળે છે. આફ્રિકાની આંતરિક લડાઈ દરમિયાન કરવામાં આવેલા અભ્યાસે બતાવ્યું કે વીસ ટકા લોકો રોગના લીધે મરી જાય છે. પરંતુ, ૭૮ ટકા લોકો ભૂખે મરી જાય છે. ફક્ત બે ટકા લોકો જ લડાઈ-ઝઘડાને કારણે મરી જાય છે.

સુરંગ પર પગ પડવાના લીધે દર ૨૨ મિનિટે કોઈને કોઈ અપંગ થાય છે અથવા પોતાનો જીવ ગુમાવે છે. લગભગ ૬૦ કરતાં વધારે દેશોમાં અંદાજે છથી સાત કરોડ સુરંગો આમતેમ પાથરવામાં આવી છે.

લોકોને પોતાના ઘરબાર છોડીને ભાગી જવું પડે છે. આખા જગતમાં, હમણા લગભગ પાંચ કરોડ રેફ્યુજી અને બળજબરીથી પોતાનું ઘરબાર છોડ્યું હોય એવા લોકો છે. તેઓમાંના અડધા તો બાળકો છે.

[પાન ૨ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

પહેલું પાનું: છોકરો: Photo by Chris Hondros/Getty Images

[પાન ૩ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

Photo by Chris Hondros/Getty Images

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો