વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w08 ૧૨/૧ પાન ૩
  • ઈસુ વિષે લોકોનું શું કહેવું છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઈસુ વિષે લોકોનું શું કહેવું છે?
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૮
  • સરખી માહિતી
  • દુનિયાના લોકો પર ઈસુનો પ્રભાવ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
  • ઈસુ ખ્રિસ્ત કોણ છે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
  • ઈસુ ખરેખર કોણ છે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
  • વૈજ્ઞાનિક નવલકથા
    સજાગ બનો!—૧૯૯૬
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૮
w08 ૧૨/૧ પાન ૩

ઈસુ વિષે લોકોનું શું કહેવું છે?

‘નાઝરેથના ઈસુ જેવું જાણીતું ને માનીતું, ઇતિહાસમાં બીજું કોઈ નથી.’—એચ. જી. વેલ્સ, અંગ્રેજી ઇતિહાસકાર.

‘ઇતિહાસમાં બીજા બધા કરતાં, ઈસુ અજોડ છે.’—ફિલિપ શેફ, સ્વીસના ધર્મશાસ્ત્રી અને ઇતિહાસકાર.

દુનિયાની સૌથી મહાન વ્યક્તિ કોણ? તેની મહાનતા કેવી રીતે માપી શકાય? તેની તાકાતથી, બુદ્ધિથી કે લશ્કરી આવડતથી? કે પછી તેના શિક્ષણ, સંસ્કાર અને જીવનની લોકો પર શું અસર થાય છે, એના પરથી?

ચાલો જોઈએ કે ઈસુ વિષે ઇતિહાસકારો, વૈજ્ઞાનિકો, પ્રોફેસરો, લેખકો, નેતાઓ અને બીજા લોકો શું કહે છે.

‘ઈસુ છેલ્લાં બે હજાર વર્ષોમાં જ નહિ, આખા માનવ ઇતિહાસમાં અજોડ સાબિત થયા છે. એની ના કહેનારા હકીકતનો ઇન્કાર કરે છે.’—રેનોલ્ડ્‌સ પ્રાઇસ, અમેરિકન લેખક અને બાઇબલના સ્કૉલર.

‘સાવ નિર્દોષ માણસ જેણે બીજાનું, અરે દુશ્મનોનું પણ ભલુ કર્યું. દુનિયાના ભલા માટે પોતાની કુરબાની આપી દીધી. કેવું મોટું પુણ્ય!’—મોહનદાસ કે ગાંધી, ભારતના નેતા અને ગુરુ.

‘હું યહુદી છું. બાળપણમાં મને બાઇબલ અને તાલ્મુડનું શિક્ષણ મળ્યું. પણ સૌથી વધારે તો ઈસુની મારા જીવન પર ઊંડી છાપ પડી છે.’—આલ્બર્ટ આઇનસ્ટાઇન, જર્મનીના સાયન્ટિસ્ટ.

‘મારા મનમાં ઈશ્વરના પુત્ર અને માણસના દીકરા તરીકે, ઇતિહાસમાં ઈસુ ખ્રિસ્ત જેવું કોઈ જ નથી. તેમણે જે કહ્યું, જે કર્યું, એમાંથી ઘણું જ શીખી શકીએ. બીજા કોઈ જીવતા કે મરેલા માણસ વિષે એવું કહી ન શકાય.’—પૉલેન્ડના લેખક, શોલેમ આશ, ક્રિશ્ચિયન હેરલ્ડ મૅગેઝિન.

‘પાંત્રીસ વર્ષથી હું ધર્મમાં માનતો જ નʼતો. પાંચ વર્ષ પહેલાં, હું ઈસુમાં માનવા લાગ્યો. ત્યારથી મારું જીવન સાવ બદલાઈ ગયું.’—કાઉન્ટ લિઓ ટોલસ્ટોય, રશિયાના લેખક ને ફિલસૂફ.

‘ઈસુએ જેટલા લોકોને અસર કરી છે અને હજી કરે છે, એટલી બીજા કોઈએ નથી કરી.’—કૅનિથ સ્કૉટ લેટોરેટ, અમેરિકાના ઇતિહાસકાર અને લેખક.

‘શું ઈસુનું જીવન એક વાર્તા છે? ના. અરે, સોક્રેટીસના પૂરતા પુરાવા નથી, તોયે લોકો એના વિષે શંકા કરતા નથી. જ્યારે કે ઈસુ ખ્રિસ્તના તો વધારે પુરાવા છે.’—ઝૉં ઝાંક રૂસૉ, ફ્રેન્ચ ફિલસૂફ.

પાઊલ પહેલી સદીના એક ભણેલા-ગણેલા માણસ હતા. ઈસુએ પોતાના વિષે લોકોને જણાવવા તેમને પસંદ કર્યા હતા. પાઊલે અરજ કરી કે આપણે “ઈસુની તરફ લક્ષ રાખીએ.” (હેબ્રી ૧૨:૨; પ્રેરિતોનાં કૃત્યો ૯:૩) કેમ આપણે એમ કરવું જોઈએ? ઈસુ પાસેથી આપણે શું શીખીએ છીએ? તેમના દ્વારા કયા આશીર્વાદો મળશે? (w08 12/1)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો