વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w15 ૧/૧ પાન ૭
  • ઈશ્વરનો માર્ગ, સૌથી ઉત્તમ માર્ગ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઈશ્વરનો માર્ગ, સૌથી ઉત્તમ માર્ગ
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
  • સરખી માહિતી
  • શું તમે ઈશ્વરના મિત્ર છો?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
  • યહોવા વિષે તમારે કેમ શીખતા રહેવું જોઈએ?
    ઈશ્વર પાસેથી ખુશખબર!
  • ઈશ્વરને ઓળખો, તેમની કૃપા પામો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૯
  • યહોવા સાથે તમારો સંબંધ કેટલો ગાઢ છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
w15 ૧/૧ પાન ૭
એક પુરુષ બાઇબલ વાંચે છે

મુખ્ય વિષય | તમે ઈશ્વરના મિત્ર બની શકો છો

ઈશ્વરનો માર્ગ, સૌથી ઉત્તમ માર્ગ

ઈશ્વર સાથે ગાઢ સંબંધ બાંધવા તમે શું કરી શકો? એ માટે આગળ જોઈ ગયા તેમ નીચે પ્રમાણે પગલાં લેવા જોઈએ.

  1. ઈશ્વરનું નામ યહોવા છે એ જાણો અને એનો ઉપયોગ કરો.

  2. યહોવા સાથે વાત કરવા દરરોજ પ્રાર્થના કરો અને બાઇબલનો અભ્યાસ કરો.

  3. યહોવાને ખુશ કરવા મહેનત કરો.

એક પુરુષ પ્રાર્થના કરે

ઈશ્વર સાથે ગાઢ સંબંધ બાંધવા તેમના નામનો ઉપયોગ કરો, પ્રાર્થના કરો, બાઇબલમાંથી શીખો અને તેમને ખુશ કરવા બનતું બધું કરો

શું તમે એ પ્રમાણે કરો છો? શું તમને લાગે છે કે અમુક સુધારા કરવાની જરૂર છે? ખરું કે, એવું કરવા માટે તમારે મહેનત કરવી પડશે. પરંતુ, એનાં ઘણાં સારાં પરિણામો આવશે.

અમેરિકામાં રહેતાં જેનીફર જણાવે છે કે, ‘ઈશ્વર સાથે ગાઢ સંબંધ બાંધવા જે મહેનત કરીએ છીએ એ નકામી જતી નથી. એમ કરવાથી ઘણા આશીર્વાદો મળે છે. તેમ જ, ઈશ્વરમાં શ્રદ્ધા વધે છે અને તેમને સારી રીતે ઓળખી શકીએ છીએ. સૌથી મહત્ત્વનું તો એ છે કે, તેમના માટે આપણો પ્રેમ વધતો જાય છે. ખરેખર, ઈશ્વરનો માર્ગ, એ જ ઉત્તમ માર્ગ.’

ઈશ્વર સાથે ગાઢ સંબંધ બાંધવા યહોવાના સાક્ષીઓ તમને ખુશીથી મદદ કરશે. બાઇબલમાંથી તેઓ તમને મફત શીખવશે. તેમ જ, તમે તેઓના રાજ્યગૃહમાં જઈ શકો, જ્યાં તેઓ બાઇબલમાંથી શીખે છે. ત્યાં તમે એવા લોકોને મળશો જેઓ ઈશ્વર સાથેના પોતાના ગાઢ સંબંધને કીમતી ગણે છે.a એમ કરશો ત્યારે તમે પણ એક ઈશ્વરભક્તની જેમ અનુભવશો. તેમણે કહ્યું: “ઈશ્વર પાસે આવવું, તેમાં મારું કલ્યાણ છે.”—ગીતશાસ્ત્ર ૭૩:૨૮. (w૧૪-E ૧૨/૦૧)

a બાઇબલમાંથી શીખવા અથવા રાજ્યગૃહ ક્યાં આવેલું છે એ જાણવા માટે તમે આ મૅગેઝિન આપનાર વ્યક્તિ સાથે વાત કરો અથવા અમારી વેબ સાઇટ www.pr418.com/gu પર સૌથી નીચેના ભાગમાં આપેલ અમારો સંપર્ક કરો વિભાગમાં જાઓ.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો