વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w16 સપ્ટેમ્બર પાન ૨૨
  • યહોવાના માર્ગદર્શનથી આજે ફાયદો મેળવીએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યહોવાના માર્ગદર્શનથી આજે ફાયદો મેળવીએ
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૬
  • મથાળાં
  • પોલૅન્ડમાં એક સારો નિર્ણય
  • ફિજીમાં સારું પરિણામ મળ્યું
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૬
w16 સપ્ટેમ્બર પાન ૨૨

યહોવાના માર્ગદર્શનથી આજે ફાયદો મેળવીએ

પોલૅન્ડમાં એક સારો નિર્ણય

‘હું ૧૫ વર્ષની હતી ત્યારે મેં બાપ્તિસ્મા લીધું અને છ મહિના પછી હું સહાયક પાયોનિયરીંગ કરવા લાગી. એક વર્ષ પછી મેં નિયમિત પાયોનિયરીંગ કરવા માટે ફૉર્મ ભર્યું. રાજ્ય પ્રચારકોની વધુ જરૂર હોય એવા વિસ્તારમાં હું સેવા કરવા ચાહતી હતી. તેથી, સ્કૂલના માધ્યમિક શિક્ષણ પછી એ વિશે મેં ભાઈઓને પૂછ્યું. હું મારા વતન અને નાનીથી દૂર જવા માંગતી હતી, જે યહોવાના સાક્ષી ન હતાં. સરકીટ નિરીક્ષકે જ્યારે મને કહ્યું કે, મારું વતન જ મારા પ્રચાર વિસ્તાર તરીકે યોગ્ય કહેવાશે, ત્યારે એ સાંભળીને મને ખૂબ દુઃખ થયું. તેમને મારા દિલની લાગણીઓની જાણ ન થવા દીધી. હું માથું નીચું કરીને ત્યાંથી થોડે દૂર ગઈ અને સરકીટ નિરીક્ષકની વાત પર વિચાર કરવા લાગી. મારી સાથે પ્રચારમાં કામ કરનાર બહેનને મેં કહ્યું: “મને લાગે છે કે હું યૂના જેવું વર્તી રહી છું. છેવટે તો તે નિનવેહ ગયા હતા. એવી જ રીતે, હું પણ મને સોંપવામાં આવેલા વિસ્તારમાં સેવા કરીશ.”

‘મારા વતનમાં પાયોનિયરીંગ કરતા મને ચાર વર્ષ થઈ ગયા છે. હવે હું જોઈ શકું છું કે, માર્ગદર્શન પ્રમાણે કામ કરવું કેટલું સારું છે! મારું વલણ ખોટું હતું. પણ, હવે હું ખૂબ ખુશ છું. એક મહિને તો મેં ૨૪ બાઇબલ અભ્યાસ ચલાવ્યા. યહોવાનો આભાર કે હું મારાં નાની સાથે પણ બાઇબલ અભ્યાસ શરૂ કરી શકી, જે પહેલાં મારો વિરોધ કરતા હતાં.’

ફિજીમાં સારું પરિણામ મળ્યું

ફિજીમાં રહેતાં એક બાઇબલ વિદ્યાર્થીને પસંદગી કરવાની હતી કે તે સંમેલનમાં જશે કે પતિ સાથે કોઈક સગાની જન્મદિવસની પાર્ટીમાં જશે. તેમના પતિએ તેમને જણાવ્યું કે તે સંમેલનમાં જઈ શકે છે. તેમણે પતિને જણાવ્યું કે, સંમેલન પત્યા પછી તે પાર્ટીમાં આવશે. જોકે, સંમેલનમાંથી ઘરે પાછાં આવ્યાં ત્યારે, તેમણે વિચાર્યું કે તે એવા સંજોગો ટાળશે જેમાં તેમની શ્રદ્ધા જોખમમાં મુકાય. તેથી, તે પાર્ટીમાં ન ગયાં.

પાર્ટીમાં જ્યારે તેમના પતિને પત્ની વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, તેમના કહેવાથી તે “સાક્ષીઓની સભા”માં ગયા છે અને પછીથી પાર્ટીમાં આવશે. તેઓએ જવાબ આપ્યો: ‘તે નહિ આવે. કારણ કે, યહોવાના સાક્ષીઓ જન્મદિવસની ઉજવણી કરતા નથી.’a

પત્નીએ પોતાની માન્યતા અને અંતઃકરણને આધારે જે નિર્ણય લીધો, એનાથી પતિને ખૂબ ગર્વ મહેસૂસ થયો. તેમની વફાદારીને લીધે તે પતિને અને બીજાઓને સાક્ષી આપી શક્યાં. એનું શું પરિણામ આવ્યું? તેમના પતિએ બાઇબલ અભ્યાસ સ્વીકાર્યો અને સભામાં જવાનું શરૂ કર્યું.

a ડિસેમ્બર ૧૫, ૨૦૦૧ ચોકીબુરજમાં આવેલો “વાચકો તરફથી પ્રશ્નો” લેખ જુઓ.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો