બાઇબલમાં રહેલો ખજાનો | યશાયા ૩૮-૪૨
યહોવા નબળાને બળ આપે છે
ઉપર ચડતી ગરમ હવાનો ઉપયોગ કરીને ગરુડ કલાકો સુધી ઊંચે રહી શકે છે. ગરમ હવાનું વમળ મળે, એટલે તરત ગરુડ એની અંદર જઈને ચકરાવો લે છે. એનાથી એ વધુ ઊંચે ને ઊંચે જવા લાગે છે. અમુક ઊંચાઈ પર પહોંચ્યા પછી ગરમ હવાના બીજા વમળ તરફ એ આગળ વધે છે. આમ, ઊંચાઈએ ઊડવા એ પ્રક્રિયા સતત કર્યા કરે છે
ગરુડ જે રીતે સહેલાઈથી ઉડાણ કરે છે એ બતાવે છે કે, યહોવાની શક્તિ દ્વારા આપણે પણ તેમની ભક્તિમાં લાગુ રહી શકીએ છીએ