વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb22 સપ્ટેમ્બર પાન ૫
  • લગ્‍ન—જીવનભરનો સાથ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • લગ્‍ન—જીવનભરનો સાથ
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
  • સરખી માહિતી
  • કુંવારા રહેવા અને લગ્‍ન કરવા વિશે બાઇબલમાં શું જણાવ્યું છે?
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
  • લગ્‍ન, પ્રેમાળ ઈશ્વર તરફથી એક ભેટ
    ઈશ્વરના પ્રેમની છાયામાં રહો
  • યહોવાહની મદદથી લગ્‍નસાથી પસંદ કરો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
  • લગ્‍નબંધન મજબૂત રાખો
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
mwb22 સપ્ટેમ્બર પાન ૫
એક યુગલ સાથે મળીને ખુશખબર ફેલાવે છે.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

લગ્‍ન—જીવનભરનો સાથ

સફળ લગ્‍નજીવનથી યહોવાને મહિમા મળે છે અને પતિ-પત્ની ખુશ રહે છે. (માર્ક ૧૦:૯) લગ્‍નને સફળ બનાવવા બાઇબલ સિદ્ધાંતો પ્રમાણે યોગ્ય સાથી પસંદ કરવું ખૂબ જરૂરી છે.

તમે ‘પુખ્ત ઉંમરના’ થઈ જાઓ પછી જ ડેટિંગ (લગ્‍ન પહેલાંની મુલાકાતો) કરો. કેમ કે યુવાનીની કાચી ઉંમરમાં જાતીય ઇચ્છાઓ પૂર જોરમાં હોય છે. જો એ ઇચ્છાઓને પોતાના પર હાવી થવા દેશો તો કદાચ ખોટા નિર્ણય લઈ બેસશો. (૧કો ૭:૩૬) એટલે અમુક વર્ષો રાહ જુઓ. એ દરમિયાન યહોવા સાથે સંબંધ મજબૂત કરો. સારા ગુણો કેળવતા રહો. એ પછી લગ્‍ન કરશો તો તમે સારા પતિ કે પત્ની બની શકશો.

કોઈની સાથે લગ્‍ન કરતા પહેલાં એ જાણવા પૂરતો સમય લો કે એ વ્યક્તિ ‘અંદરથી’ કેવી છે. (૧પિ ૩:૪) જો તમને એવું કંઈક લાગે જેનાથી આગળ જઈને મોટી મુશ્કેલી ઊભી થઈ શકે છે, તો એ વિશે તેની સાથે વાત કરો. બીજા બધા સંબંધોની જેમ આ સંબંધમાં પણ ખૂબ મહત્ત્વનું છે કે તમે પોતાના કરતાં બીજાની વધારે ચિંતા કરો. (ફિલિ ૨:૩, ૪) જો તમે લગ્‍ન પહેલાં બાઇબલ સિદ્ધાંતો લાગુ પાડશો, તો લગ્‍ન પછી પણ એમ કરી શકશો. એનાથી તમારું લગ્‍નજીવન ખુશીઓથી ભરાઈ જશે.

લગ્‍ન માટે તૈયારી—ભાગ ૩: ખર્ચ કરતા પહેલા હિસાબ લગાવો વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:

  • બહેન અને શેન વચ્ચે શરૂમાં બધું કેવું ચાલી રહ્યું હતું?

  • શેનને સારી રીતે ઓળખવા લાગ્યા ત્યારે બહેનને શું ખબર પડી?

  • બહેનનાં મમ્મી-પપ્પાએ તેમને કઈ રીતે મદદ કરી? બહેને સમજી-વિચારીને કયો નિર્ણય લીધો?

જો એક ભાઈ કોઈ બહેન સાથે ડેટિંગ કરતા હોય, તો તે આ સવાલો પર વિચાર કરી શકે:

તેનામાં એવા કયા ગુણો છે જેનાથી યહોવા ખુશ થાય છે? ઈશ્વરના રાજ્યને જીવનમાં પહેલા રાખવા તે શું કરે છે? શું તે બાઇબલ અને સંગઠન દ્વારા મળતું માર્ગદર્શન પૂરા દિલથી પાળે છે? શું તે બીજાઓનો વિચાર કરે છે અને તેઓને મદદ કરે છે?

જો એક બહેન કોઈ ભાઈ સાથે ડેટિંગ કરતા હોય, તો તે આ સવાલો પર વિચાર કરી શકે:

તેનામાં એવા કયા ગુણો છે જેનાથી યહોવા ખુશ થાય છે? તેના માટે શું વધારે મહત્ત્વનું છે, ભક્તિને લગતાં કામો અને મંડળની જવાબદારીઓ કે પછી નોકરી, પૈસા, રમતગમત અને મોજશોખ? તે પોતાના કુટુંબ સાથે કઈ રીતે વર્તે છે? શું તે બીજાઓનો વિચાર કરે છે અને તેઓને મદદ કરે છે?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો