અયૂબ લાચાર લોકોને અતૂટ પ્રેમ બતાવી રહ્યા છે
બાઇબલમાં રહેલો ખજાનો
શું અયૂબની જેમ તમે સારું નામ કમાયા છો?
અયૂબના પડોશીઓ તેમને માન આપતા હતા (અયૂ ૨૯:૭-૧૧)
અયૂબ લાચાર લોકોને અતૂટ પ્રેમ બતાવતા હતા. તેમના એ ગુણ માટે તે લોકોમાં જાણીતા હતા (અયૂ ૨૯:૧૨, ૧૩; w૦૨ ૫/૧૫ ૨૨ ¶૧૯; પહેલા પાનનું ચિત્ર જુઓ)
અયૂબ સચ્ચાઈથી વર્તતા અને કોઈની સાથે અન્યાય ન કરતા (અયૂ ૨૯:૧૪; it-1-E ૬૫૫ ¶૧૦)
સારું નામ ખૂબ કીમતી છે. (w૦૯-E ૨/૧ ૧૫ ¶૩-૪) સારું નામ કમાવામાં વર્ષો લાગી જાય છે. આપણે જે ખરું છે એ કરતા રહીશું તો, સારું નામ બનાવી શકીશું.
પોતાને પૂછો: ‘લોકો મારા કયા ગુણને લીધે મને ઓળખે છે?’