વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w25 સપ્ટેમ્બર પાન ૩૧
  • વાચકો તરફથી પ્રશ્નો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વાચકો તરફથી પ્રશ્નો
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
  • સરખી માહિતી
  • ગરુડની જોરદાર આંખો
    સજાગ બનો!—૨૦૦૩
  • ગીતોનું ગીત મુખ્ય વિચારો
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • યહોવા નબળાને બળ આપે છે
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
  • “તમારામાંથી કોઈ પોતાનું જીવન ગુમાવશે નહિ”
    ઈશ્વરના રાજ્ય વિશે “પૂરેપૂરી સાક્ષી” આપીએ
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
w25 સપ્ટેમ્બર પાન ૩૧

વાચકો તરફથી પ્રશ્નો

નીતિવચનો ૩૦:૧૮, ૧૯ના લેખકે કહ્યું કે “યુવતી સાથે યુવાનનો વ્યવહાર” તેમની “સમજશક્તિની બહાર છે.” તે શું કહેવા માંગતા હતા?

ઘણા લોકો એ શબ્દોના અર્થને લઈને મૂંઝવણમાં મુકાયા છે. અરે, અમુક વિદ્વાનો પણ પોતાનું માથું ખંજવાળે છે. નવી દુનિયા ભાષાંતર બાઇબલમાં એ કલમો આ રીતે વંચાય છે: “ત્રણ બાબતો એવી છે જે મારી સમજશક્તિની બહાર છે [અથવા, “જે મને બહુ અજાયબ લાગે છે,” ફૂટનોટ], હા, ચાર એવી છે જે હું સમજતો નથી: આકાશમાં ઊડતા ગરુડનો માર્ગ, પથ્થર પર સરકતા સાપની ચાલ, દરિયો ખેડતા વહાણનો રસ્તો અને યુવતી સાથે યુવાનનો વ્યવહાર.”—નીતિ. ૩૦:૧૮, ૧૯.

અગાઉ આપણે સમજતા હતા કે “યુવતી સાથે યુવાનનો વ્યવહાર” એ શબ્દો કોઈ ખરાબ બાબતને રજૂ કરે છે. શા માટે? એ કલમની આગળ-પાછળની કલમોમાં એવી બાબતો વિશે જણાવ્યું છે, જે કદી કહેતી નથી કે “બસ થયું!” (નીતિ. ૩૦:૧૫, ૧૬) કલમ ૨૦માં ‘વ્યભિચારી સ્ત્રી’ વિશે જણાવ્યું છે, જે દાવો કરે છે કે તેણે કંઈ ખોટું કર્યું નથી. એટલે આપણે માનતા હતા કે જેમ આકાશમાં ઊંચે ઊડતા ગરુડ, પથ્થર પર સરકતા સાપ અથવા દરિયામાં દૂર દૂર સુધી રસ્તો ખેડતા વહાણ વિશે કોઈને ખબર પડતી નથી, તેમ યુવાન માણસ પણ કદાચ છુપાઈને એવું કોઈ કામ કરે છે, જેની કોઈને ખબર પડતી નથી. એ કારણે, આપણે સમજતા હતા કે “યુવતી સાથે યુવાનનો વ્યવહાર” શબ્દોનો આવો અર્થ થાય છે: એક યુવાન માણસ એક યુવતીને જાતીય સંબંધ બાંધવા ચાલાકીથી ફોસલાવે છે.

પણ અમુક કારણોને લીધે એવું લાગે છે કે એ કલમોમાં સારી બાબતો વિશે જણાવ્યું છે. લેખક તો બસ એવું કંઈક જણાવી રહ્યા હતા, જેનાથી તેમને નવાઈ લાગી.

હિબ્રૂ હસ્તપ્રતોથી પણ ખ્યાલ આવે છે કે એ કલમના શબ્દો કોઈ સારી બાબતને રજૂ કરે છે. નીતિવચનો ૩૦:૧૮ના શબ્દો વિશે થિયોલૉજિકલ લેક્સિકન ઑફ ધી ઓલ્ડ ટેસ્ટામેન્ટ પુસ્તકમાં આમ લખ્યું છે: “મારી સમજશક્તિની બહાર” માટેનો મૂળ હિબ્રૂ શબ્દ “એવા કોઈ બનાવને રજૂ કરે છે, જે વ્યક્તિને . . . એકદમ અજાયબ, અજોડ, અરે અશક્ય લાગે છે.”

અમેરિકાની હાવર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર ક્રોફર્ડ એચ. ટોઇએ પણ જણાવ્યું કે એ કલમો કોઈ ખરાબ બાબતને દર્શાવતી નથી. તેમણે જણાવ્યું: “લેખક એ સમજાવવાનો પ્રયત્ન કરતા હતા કે એ બાબતો કેટલી અદ્‍ભુત છે.”

એટલે એમ માનવું યોગ્ય છે કે નીતિવચનો ૩૦:૧૮, ૧૯માં જણાવેલી બાબતો સાચે જ અજાયબ અને આપણી સમજશક્તિની બહાર છે. જ્યારે આપણે જોઈએ છીએ કે કઈ રીતે એક ગરુડ આકાશમાં ઊંચે ઊડે છે, કઈ રીતે એક સાપ પગ ન હોવા છતાં ઝડપથી પથ્થર પર સરકે છે, કઈ રીતે એક ભારેખમ વહાણ દરિયો ખેડે છે અને કઈ રીતે એક યુવાન અને યુવતી એકબીજાના પ્રેમમાં પડે છે અને ખુશહાલ જીવન જીવે છે, ત્યારે એ કલમોના લેખકની જેમ આપણને પણ નવાઈ લાગે છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો