alfa૨૭/stock.adobe.com
ઈસુ ગુનાઓ કાઢી નાખશે
ઈસુ સારી રીતે સમજે છે કે ગુનાઓનો ભોગ બનવું અને અન્યાય સહન કરવો એટલે શું. તેમના પર જૂઠા આરોપ મૂકવામાં આવ્યા, વગર કારણે માર મારવામાં આવ્યો, ખોટો મુકદ્દમો ચલાવવામાં આવ્યો, ખોટી રીતે ગુનેગાર ઠરાવવામાં આવ્યા અને ક્રૂર રીતે મારી નાખવામાં આવ્યા. તે નિર્દોષ હતા તોપણ તેમણે રાજીખુશીથી અને કોઈ સ્વાર્થ વગર “ઘણા લોકોના છુટકારાની કિંમત ચૂકવવા પોતાનું જીવન” આપી દીધું. (માથ્થી ૨૦:૨૮; યોહાન ૧૫:૧૩) ઈસુ આજે ઈશ્વરના રાજ્યના રાજા છે. તે જલદી જ આખી પૃથ્વી પરથી હંમેશ માટે ગુનાઓ કાઢી નાખશે અને ન્યાય લાવશે.—યશાયા ૪૨:૩.
બાઇબલમાં જણાવ્યું છે કે ઈસુ એવું કરવા પગલાં ભરશે ત્યારે દુનિયા કેવી હશે:
“દુષ્ટોનો વિનાશ થઈ જશે, તું તેઓને શોધશે પણ તેઓ જડશે નહિ. નમ્ર લોકોને પૃથ્વીનો વારસો મળશે, તેઓ સુખ-શાંતિથી જીવશે ને અનેરો આનંદ માણશે.”—ગીતશાસ્ત્ર ૩૭:૧૦, ૧૧.
ઈસુએ આપણા માટે જે કર્યું અને જે કરવાના છે, એ માટે કઈ રીતે કદર બતાવી શકીએ? એક રીત છે “ઈશ્વરના રાજ્યની ખુશખબર” વિશે વધારે શીખીએ, જે વિશે ઈસુએ પ્રચાર કર્યો હતો. (લૂક ૪:૪૩) આ વાંચો: “ઈશ્વરનું રાજ્ય શું છે?”