વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ijwbq લેખ ૫૨
  • ઈશ્વરે આપણને કેમ બનાવ્યા?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઈશ્વરે આપણને કેમ બનાવ્યા?
  • સવાલોના શાસ્ત્રમાંથી જવાબ
  • મથાળાં
  • સરખી માહિતી
  • શાસ્ત્રમાંથી જવાબ
  • યહોવા આપણને શરૂઆતથી જ કેવું જીવન આપવા ચાહે છે?
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
  • સવાલ ૧: મારા જીવનનો કોઈ હેતુ છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૨
  • જીવનનો હેતુ જાણો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
  • શું તમે યહોવાના મિત્ર બની શકો?
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
વધુ જુઓ
સવાલોના શાસ્ત્રમાંથી જવાબ
ijwbq લેખ ૫૨

ઈશ્વરે આપણને કેમ બનાવ્યા?

શાસ્ત્રમાંથી જવાબ

ઘણા લોકોને સવાલ થાય છે કે ઈશ્વરે તેઓને કેમ બનાવ્યા. એટલે તેઓ આવા સવાલ પૂછે છે: ‘આપણે દુનિયામાં કેમ આવ્યા? અથવા શું મારા જીવનનો કોઈ હેતુ છે?’ પવિત્ર શાસ્ત્રમાં આપણા જીવનનો હેતુ જણાવ્યો છે. એ છે, આપણે ઈશ્વરના દોસ્ત બનીએ. એને લગતી માહિતી શાસ્ત્રમાં આપી છે. ચાલો એ વિશે જોઈએ:

  • ઈશ્વર આપણા સર્જનહાર છે. બાઇબલ કહે છે: “[ઈશ્વરે] આપણું સર્જન કર્યું છે,” આપણે પોતાને નથી બનાવ્યા.—ગીતશાસ્ત્ર ૧૦૦:૩; પ્રકટીકરણ ૪:૧૧.

  • ઈશ્વરે જે કંઈ બનાવ્યું છે એની પાછળ કોઈ ને કોઈ હેતુ છે. આપણને બનાવવાનો પણ એક હેતુ છે.—યશાયા ૪૫:૧૮.

  • ઈશ્વરે આપણને એ રીતે બનાવ્યા છે કે આપણામાં તેમનું ‘માર્ગદર્શન મેળવવાની ભૂખ છે.’ (માથ્થી ૫:૩) એમાં જીવનનો હેતુ જાણવાનો પણ સમાવેશ થાય છે. ઈશ્વર આપણી એ ઇચ્છા પૂરી કરવા ચાહે છે.—ગીતશાસ્ત્ર ૧૪૫:૧૬.

  • ઈશ્વર સાથે દોસ્તી બાંધીને આપણે એ ઇચ્છા પૂરી કરી શકીએ છીએ. પણ ઘણાને લાગે છે, ‘ઈશ્વર તો બહુ દૂર રહે છે, તેમની સાથે દોસ્તી કઈ રીતે કરી શકાય?’ એટલે શાસ્ત્રમાં ઈશ્વરે પોતે વચન આપ્યું છે: “તમે ઈશ્વરની પાસે આવો અને તે તમારી પાસે આવશે.”—યાકૂબ ૪:૮; ૨:૨૩.

  • ઈશ્વરના દોસ્ત બનવા જરૂરી છે કે આપણે તેમની ઇચ્છા પ્રમાણે જીવીએ. તેમની ઇચ્છા શું છે? એ વિશે સભાશિક્ષક ૧૨:૧૩માં લખ્યું છે: “સાચા ઈશ્વરનો ડર રાખવો અને તેમની આજ્ઞાઓ પાળવી, એ જ માણસની ફરજ છે.”

  • ઈશ્વર બહુ જલદી બધી જ તકલીફો દૂર કરશે અને તેમના દોસ્તોને, એટલે કે તેમના ભક્તોને હંમેશ માટેનું જીવન આપશે. એ સમયે આપણે પૂરી રીતે એ હેતુ પ્રમાણે જીવી શકીશું, જે માટે તેમણે આપણને બનાવ્યા છે.—ગીતશાસ્ત્ર ૩૭:૧૦, ૧૧.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો