વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યહોવાહ—શક્તિશાળી પરમેશ્વર
    ચોકીબુરજ—૨૦૦૦ | માર્ચ ૧
    • ૫ આપણે દાઊદની જેમ, પવન અને સમુદ્રના મોજાં, મેઘગર્જના અને વીજળી, મોટી નદીઓ અને ભવ્ય પહાડોમાં યહોવાહની શક્તિ જોઈ શકીએ છીએ. (ગીતશાસ્ત્ર ૧૧૧:૨; અયૂબ ૨૬:૧૨-૧૪) વધુમાં, યહોવાહે અયૂબને કહ્યું તેમ પ્રાણીઓ પણ તેમની શક્તિ દર્શાવે છે. યહોવાહે અયૂબને ગેંડા વિષે કહ્યું: “તેનું બળ તેની કમરમાં છે . . . તેની પાંસળીઓ લોઢાના સળિયા જેવી છે.” (અયૂબ ૪૦:૧૫-૧૮) બાઇબલ સમયમાં જંગલી બળદ પણ શક્તિ માટે જાણીતા હતા. તેથી, દાઊદે એવી પ્રાર્થના કરી હતી કે તેમને ‘સિંહના મોંમાંથી અને જંગલી બળદોના શિંગથી’ બચાવવામાં આવે.—ગીતશાસ્ત્ર ૨૨:૨૧, સરળ ભાષાનું ગુજરાતી બાઇબલ; અયૂબ ૩૯:૯-૧૧.

      ૬ બાઇબલમાં અમુક વખત યહોવાહની શક્તિ બતાવવા બળદનો ઉપયોગ થાય છે.c દેવના સિંહાસનના દર્શનમાં યોહાને ચાર કરુબો જોયા, જેમાંથી એકનું મોં બળદ જેવું હતું. (પ્રકટીકરણ ૪:૬, ૭) એ પરથી સ્પષ્ટ થાય છે કે એ કરુબોએ યહોવાહના ચાર મુખ્ય ગુણો રજૂ કર્યા, જે પ્રેમ, ડહાપણ, ન્યાય અને શક્તિ છે. શક્તિ દેવનો મહત્ત્વનો ગુણ છે. તેથી, શક્તિનો તે કઈ રીતે ઉપયોગ કરે છે એ શીખવાથી આપણે તેમને વધુ જાણી શકીશું. આમ, આપણે પણ દેવની જેમ પોતાની શક્તિનો સદુપયોગ કરી શકીશું.—એફેસી ૫:૧.

  • યહોવાહ—શક્તિશાળી પરમેશ્વર
    ચોકીબુરજ—૨૦૦૦ | માર્ચ ૧
    • c જંગલી બળદને બાઇબલમાં ઔરોક્સ (લેટિન ઉરુસ) તરીકે જણાવવામાં આવ્યા હોય શકે. આજથી ૨,૦૦૦ વર્ષ પહેલાં, એ ગૉલ (હમણાં ફ્રાંસ)માં મળી આવતા હતા અને જુલિયસ કાઈસારે એના વિષે લખ્યું: “આ ઉરીઓ હાથી કરતાં નાના હતા. પરંતુ, એમનો સ્વભાવ, રંગ અને ઘાટ બળદ જેવો જ હતો. એ ખૂબ જ શક્તિશાળી અને ઝડપી હતા: નજરે ચઢેલા માણસ કે પ્રાણી તેઓ છોડતા નહિ.”

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો