વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w16 એપ્રિલ પાન ૩૨
  • વાચકો તરફથી પ્રશ્નો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વાચકો તરફથી પ્રશ્નો
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૬
  • સરખી માહિતી
  • “પવિત્ર શક્તિ પોતે સાક્ષી પૂરે છે”
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૦
  • પવિત્ર શક્તિ પોતે આપણાં હૃદયોમાં સાક્ષી પૂરે છે
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૬
  • “અમે તારી સાથે આવીશું”
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૬
  • અમે તારી સાથે આવીશું
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૦
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૬
w16 એપ્રિલ પાન ૩૨

વાચકો તરફથી પ્રશ્નો

અભિષિક્તોને ઈશ્વર તરફથી જે “બ્યાનું” અને ‘મુદ્રા’ મળે છે, એ શું છે?—૨ કોરીં. ૧:૨૧, ૨૨.

એક વ્યક્તિ દસ્તાવેજ પરની ચીકણી માટી પર વીંટીથી મહોર કરે છે

પહેલાંના સમયમાં દસ્તાવેજ અસલી છે એ સાબિત કરવા ચીકણી માટી અથવા મીણ પર વીંટીથી મહોર કરવામાં આવતી

બ્યાનું: એક સંશોધન પ્રમાણે બીજો કોરીંથી ૧:૨૨માં જે ગ્રીક શબ્દનું ભાષાંતર “બ્યાનું” તરીકે કરવામાં આવ્યું છે, એ એક ‘કાયદાકીય અને વ્યવસાયિક શબ્દ છે.’ મૂળ ગ્રીકમાં એનો અર્થ, ‘પહેલો હપ્તો, જમા રકમ, ડાઉન પેમેન્ટ કે જામીન તરીકે થાય છે, જે કોઈ વસ્તુની ખરીદી કરતા પહેલાં ચૂકવવામાં આવે છે. એના દ્વારા એ વસ્તુ પર કાનૂની હક સ્થપાય છે. અથવા એના દ્વારા કોઈ કરારને અમલમાં મૂકવામાં આવે છે.’ જ્યારે એક વ્યક્તિને પવિત્ર શક્તિથી અભિષિક્ત કરવામાં આવે છે, ત્યારે જાણે તેને બ્યાનું આપવામાં આવે છે. જોકે, તેને મળનાર ઇનામ એટલે કે પૂરેપૂરી ચૂકવણી વિશે બીજો કોરીંથી ૫:૧-૫માં જણાવ્યું છે. એ કલમો પ્રમાણે તેને સ્વર્ગમાં અવિનાશી શરીર અને અમર જીવનનું ઇનામ આપવામાં આવશે.—૧ કોરીં. ૧૫:૪૮-૫૪.

હાલમાં વપરાતી ગ્રીક ભાષામાં સગાઈની વીંટી માટે જે શબ્દ વાપરવામાં આવે છે, એનો અર્થ “બ્યાનું” શબ્દ સાથે મળતો આવે છે. અભિષિક્તો માટે એ કેટલું યોગ્ય છે. કારણ કે, તેઓ ખ્રિસ્તની સાંકેતિક કન્યા બનવાના છે.—૨ કોરીં. ૧૧:૨; પ્રકટી. ૨૧:૨, ૯.

મુદ્રા: પહેલાંના સમયમાં કોઈની માલિકી, કરાર કે ખરાઈ સાબિત કરવા હસ્તાક્ષર તરીકે મુદ્રા કે મહોર કરવામાં આવતી. અભિષિક્તોના કિસ્સામાં, તેઓ ઈશ્વરની માલિકીના છે એ બતાવવા સાંકેતિક રીતે તેઓને પવિત્ર શક્તિથી “મુદ્રાંકિત” કરવામાં આવે છે. (એફે. ૧:૧૩, ૧૪) એ મુદ્રા આખરી મુદ્રા ક્યારે બને છે? અભિષિક્ત વ્યક્તિ વફાદારીથી પોતાનું પૃથ્વી પરનું જીવન પૂરું કરે એના થોડા સમય પહેલાં અથવા મહાન વિપત્તિ શરૂ થાય એના થોડા સમય પહેલાં.—એફે. ૪:૩૦; પ્રકટી. ૭:૨-૪.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો