બાઇબલમાં રહેલો ખજાનો | ઓબાદ્યા ૧–યૂના ૪
પોતાની ભૂલો પરથી શીખો
યૂનાનો અહેવાલ બતાવે છે કે આપણે ભૂલો કરીએ ત્યારે, યહોવા આપણને છોડી દેતા નથી. જોકે, યહોવા એ અપેક્ષા ચોક્કસ રાખે છે કે આપણે પોતાની ભૂલોમાંથી શીખીએ અને જરૂરી ફેરફારો કરીએ.
યૂનાને યહોવા તરફથી સોંપણી મળી ત્યારે, તેમણે કઈ ભૂલ કરી?
યૂનાએ શાના માટે પ્રાર્થના કરી અને યહોવાએ કઈ રીતે એનો જવાબ આપ્યો?
યૂનાએ કઈ રીતે બતાવ્યું કે તે પોતાની ભૂલો પરથી શીખ્યા હતા?