બાઇબલમાં રહેલો ખજાનો | લેવીય ૮-૯
યહોવાના આશીર્વાદોનો પુરાવો
હારૂન અને તેમના દીકરાઓને યાજક બનાવવામાં આવ્યા ત્યારે, યહોવાએ સ્વર્ગમાંથી અગ્નિ મોકલીને અગ્નિ-અર્પણ સ્વીકાર્યું હતું. એનાથી દેખાય આવ્યું કે એ ગોઠવણ પર યહોવાની કૃપા હતી અને તે એને ટેકો આપતા હતા. ઇઝરાયેલીઓએ એ બધું પોતાની નજરે જોયું હતું. એનાથી યહોવાએ તેઓને ઉત્તેજન આપ્યું કે તેઓ પણ એ ગોઠવણને ટેકો આપે. આજે મહિમાથી ભરપૂર ઈસુનો મહાન પ્રમુખ યાજક તરીકે યહોવા ઉપયોગ કરે છે. (હિબ્રૂ ૯:૧૧, ૧૨) ૧૯૧૯માં ઈસુએ અભિષિક્ત ભાઈઓના નાના સમૂહને “વિશ્વાસુ અને સમજુ ચાકર” તરીકેની સોંપણી આપી. (માથ ૨૪:૪૫) શા પરથી કહી શકાય કે વિશ્વાસુ ચાકર પર યહોવાનાં આશીર્વાદો, ટેકો અને કૃપા છે?
સતત સતાવણી હોવા છતાં વિશ્વાસુ ચાકર આપણી શ્રદ્ધા મજબૂત કરવા ભરપૂર માહિતી પૂરી પાડે છે
અગાઉથી જણાવ્યું હતું તેમ ખુશખબર “આખી દુનિયામાં જણાવવામાં” આવે છે.—માથ ૨૪:૧૪
વિશ્વાસુ અને સમજુ ચાકરને આપણે કઈ રીતે પૂરો ટેકો આપી શકીએ?