વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g ૧/૧૧ પાન ૩
  • “કોના પર ભરોસો મૂકવો?”

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • “કોના પર ભરોસો મૂકવો?”
  • સજાગ બનો!—૨૦૧૧
  • સરખી માહિતી
  • ‘હે યહોવા, હું તમારા પર ભરોસો રાખું છું’
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
  • સુખી જીવન માટે ભરોસો મહત્ત્વનો છે
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
  • તમે ભાઈ-બહેનો પર ભરોસો કરી શકો છો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૨
  • યહોવા તમને બચાવી શકે છે એ વાત પર ભરોસો મજબૂત કરો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
સજાગ બનો!—૨૦૧૧
g ૧/૧૧ પાન ૩

“કોના પર ભરોસો મૂકવો?”

પશ્ચિમ આફ્રિકાની એક હૉસ્પિટલમાં બાર વર્ષના એક છોકરાને દાખલ કરવો પડ્યો. શા માટે? તેણે મૅલેરિયાની દવા લીધી હતી, જે તેની મા એક ભરોસાપાત્ર મેડિકલ સ્ટોરમાંથી લાવ્યાં હતા. પણ એ નકલી નીકળી! હૉસ્પિટલના એક ડૉક્ટરે કહ્યું કે “છેલ્લા પંદર વર્ષથી બજારમાં નકલી દવાઓ વેચાય છે.”a

એશિયામાં જન્મેલા એક બાળકનું ભેળસેળવાળું દૂધ પીવાથી મોત થયું! તેનાં માબાપ એ જાણીને ચોંકી ગયા કે જેને પોષક દૂધ માનીને પોતાના બાળકને આપતા હતા, એમાં તો ખરાબ ચીજોની મિલાવટ થઈ હતી.

અમેરિકાના એક ભરોસાપાત્ર વેપારીએ પોતાના ઘરાકોને છેતરીને અબજો ડૉલરની કમાણી કરી! હજારોને જ્યારે ખબર પડી કે તેઓના પેન્શનના પૈસા ગાયબ છે, ત્યારે તેઓને માથે જાણે આભ તૂટી પડ્યું! એને “સદીની સૌથી મોટી છેતરપિંડી” કહેવામાં આવી.

દુનિયામાં આજે દરેકને આવી રીતે છેતરાવાનો કડવો અનુભવ થયો છે. ફ્રેન્ચ ન્યૂઝ પેપર લા મોન્દ કહે છે કે “કોના પર ભરોસો મૂકવો” એ એક મોટો સવાલ છે. એને લીધે જ આજે આખી દુનિયામાં પૈસાની તંગી પણ ઊભી થઈ છે.

આજે કોઈના પર “ભરોસો મૂકવો” કેમ મુશ્કેલ છે? શું એવું કોઈ છે, જેના પર તમે ભરોસો મૂકી શકો? (g10-E 10)

[ફુટનોટ]

a ફ્રાન્સના પૅરિસમાં નીકળતા ન્યૂઝ પેપર લા ફીગારો પ્રમાણે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો