નમ્રતા
યહોવાને નમ્ર લોકો અને ઘમંડી લોકો વિશે કેવું લાગે છે?
ગી ૧૩૮:૬; ની ૧૫:૨૫; ૧૬:૧૮, ૧૯; ૨૨:૪; ૧પિ ૫:૫
આ પણ જુઓ: ની ૨૯:૨૩; યશા ૨:૧૧, ૧૨
એને લગતા અહેવાલ:
૨કા ૨૬:૩-૫, ૧૬-૨૧—ઉઝ્ઝિયા રાજા ઘમંડી બને છે અને યહોવાનો નિયમ તોડે છે. તેને સુધારવામાં આવે છે ત્યારે તે ગુસ્સે ભરાય છે. એટલે યહોવા સજા કરે છે અને તેને રક્તપિત્ત થાય છે
લૂક ૧૮:૯-૧૪—ઈસુ ઉદાહરણ આપીને સમજાવે છે કે નમ્ર અને ઘમંડી લોકોની પ્રાર્થના સાંભળીને યહોવાને કેવું લાગે છે
વ્યક્તિ નમ્ર બનીને સાચા દિલથી પસ્તાવો કરે છે ત્યારે યહોવા શું કરે છે?
એને લગતા અહેવાલ:
૨કા ૧૨:૫-૭—રહાબઆમ રાજા અને યહૂદાના આગેવાનો નમ્ર બનીને પસ્તાવો કરે છે ત્યારે યહોવા તેઓનો નાશ નથી કરતા
૨કા ૩૨:૨૪-૨૬—હિઝકિયા રાજા ઘમંડી બને છે, પણ પછી તે પોતાને નમ્ર કરે છે એટલે યહોવા તેમને માફ કરે છે
નમ્ર રહેવાથી કઈ રીતે બીજાઓ સાથેનો સંબંધ સુધરે છે?
એફે ૪:૧, ૨; ફિલિ ૨:૩; કોલ ૩:૧૨, ૧૩
એને લગતા અહેવાલ:
ઉત ૩૩:૩, ૪—એસાવ પોતાના ભાઈ યાકૂબ પર ખૂબ ગુસ્સે હતો. પણ યાકૂબ નમ્ર રહે છે અને પ્રેમથી એસાવને મળે છે. એટલે બંને વચ્ચે સુલેહ થાય છે
ન્યા ૮:૧-૩—ન્યાયાધીશ ગિદિયોન નમ્ર હતા એટલે તે એફ્રાઈમના માણસોને કહે છે કે તેઓ તેમના કરતાં ચઢિયાતા છે. એ સાંભળીને તેઓનો ગુસ્સો ઠંડો પડી જાય છે
ઈસુએ કઈ રીતે શીખવ્યું કે નમ્ર રહેવું ખૂબ જરૂરી છે?
માથ ૧૮:૧-૫; ૨૩:૧૧, ૧૨; માર્ક ૧૦:૪૧-૪૫
એને લગતા અહેવાલ:
યશા ૫૩:૭; ફિલિ ૨:૭, ૮—ભવિષ્યવાણી કરવામાં આવી હતી તેમ ઈસુ નમ્ર હતા, એટલે તે પૃથ્વી પર આવીને અપમાન સહેવા અને રિબાઈ રિબાઈને મરવા પણ તૈયાર હતા
લૂક ૧૪:૭-૧૧—મિજબાનીમાં વ્યક્તિએ ક્યાં બેસવું જોઈએ એનું ઉદાહરણ આપીને ઈસુ નમ્રતાનો ફાયદો જણાવે છે
યોહ ૧૩:૩-૧૭—ઈસુ પોતાના દાખલાથી શિષ્યોને નમ્રતાનો બોધપાઠ શીખવે છે. તે તેઓના પગ ધુએ છે જે ચાકરનું કામ હતું