વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • scl પાન ૨૪-૨૭
  • કામ; નોકરી

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • કામ; નોકરી
  • ઈશ્વરની વાણી લાવે જીવનમાં પ્રકાશ
ઈશ્વરની વાણી લાવે જીવનમાં પ્રકાશ
scl પાન ૨૪-૨૭

કામ; નોકરી

કામ અને ખુશી કઈ રીતે એકબીજા સાથે જોડાયેલાં છે?

સભા ૨:૨૪; ૩:૧૩, ૨૨; યશા ૬૫:૨૨

કોઈ કામ શીખવાથી અને એમાં કુશળ બનવાથી કેવા ફાયદા થાય છે?

ની ૨૨:૨૯

  • એને લગતા અહેવાલ:

    • ૧શ ૧૬:૧૬-૨૩—યુવાન દાઉદ વાજિંત્ર વગાડવામાં કુશળ છે. જ્યારે શાઉલ રાજા હેરાન-પરેશાન થાય છે, ત્યારે દાઉદનું સંગીત સાંભળીને તેમનું મન શાંત પડે છે

    • ૨કા ૨:૧૩, ૧૪—હીરામ-અબી કુશળ કારીગર છે, એટલે સુલેમાન રાજા મંદિર બનાવે છે ત્યારે એમાં મદદ કરી શકે છે

યહોવાના સેવકોએ કેમ મહેનતુ હોવું જોઈએ?

એફે ૪:૨૮; કોલ ૩:૨૩

  • એને લગતા અહેવાલ:

    • ઉત ૨૪:૧૦-૨૧—રિબકા ખૂબ મહેનતુ છે અને બીજાઓને મદદ કરવા તૈયાર રહે છે. ઇબ્રાહિમના સેવક મદદ માંગે એ પહેલાં તે તેમના માટે ઘણું કરે છે

    • ફિલિ ૨:૧૯-૨૩—તિમોથી નમ્ર અને મહેનતુ છે, એટલે પાઉલ તેમને મોટી જવાબદારી સોંપે છે

આપણે કેમ આળસુ ન બનવું જોઈએ?

ની ૧૩:૪; ૧૮:૯; ૨૧:૨૫, ૨૬; સભા ૧૦:૧૮

  • એને લગતા અહેવાલ:

    • ની ૬:૬-૧૧—સુલેમાન રાજા કીડીનો દાખલો આપીને શીખવે છે કે આપણે સખત મહેનત કરવી જોઈએ અને આળસુ ન બનવું જોઈએ

પોતાની જરૂરિયાતો પૂરી કરવા કેમ મહેનત કરવી જોઈએ?

૨થે ૩:૧૦-૧૨; ૧તિ ૫:૧૮

કુટુંબની જરૂરિયાતો પૂરી કરવા કેમ મહેનત કરવી જોઈએ?

૧તિ ૫:૮

  • એને લગતા અહેવાલ:

    • રૂથ ૧:૧૬, ૧૭; ૨:૨, ૩, ૬, ૭, ૧૭, ૧૮—યુવાન વિધવા રૂથ પોતાની સાસુ નાઓમીની સંભાળ રાખવા ખૂબ મહેનત કરે છે

    • માથ ૧૫:૪-૯—ઈશ્વરની ભક્તિ કરવાનું બહાનું બનાવીને કુટુંબની સંભાળ રાખતા નથી એવા લોકોને ઈસુ ઠપકો આપે છે

ખ્રિસ્તીઓએ કેમ પોતાની કમાણીમાંથી બીજાઓને મદદ કરવા તૈયાર રહેવું જોઈએ?

રોમ ૧૨:૧૩; ૨કો ૮:૧-૪; ૯:૫, ૭, ૧૧; ૧તિ ૬:૧૭, ૧૮

પૈસા કમાવા વિશે આપણા વિચારો કેવા હોવા જોઈએ?

ની ૩૦:૮; ૨થે ૩:૧૨; ૧તિ ૬:૬-૧૦; હિબ્રૂ ૧૩:૫

આપણે કેમ ખાતરી રાખી શકીએ કે પોતાની જરૂરિયાતો પૂરી કરવા મહેનત કરીશું તો યહોવા ચોક્કસ મદદ કરશે?

માથ ૬:૨૫, ૩૦-૩૨; લૂક ૧૧:૨, ૩; ૨કો ૯:૧૦

  • એને લગતા અહેવાલ:

    • ઉત ૩૧:૩-૧૩—યાકૂબ લાબાનને ત્યાં કામ કરતા હોય છે ત્યારે, લાબાન તેમને છેતરે છે. પણ યહોવા યાકૂબની મહેનત પર આશીર્વાદ આપે છે

    • ઉત ૩૯:૧-૬, ૨૦-૨૩—યૂસફ પોટીફારના ઘરે ગુલામ હોય છે ત્યારે અને કેદમાં હોય છે ત્યારે, યહોવા તેમના કામ પર આશીર્વાદ આપે છે

યહોવાની ભક્તિને બદલે નોકરી કે કામ વધારે મહત્ત્વનું ન બની જાય એનું કેમ ધ્યાન રાખવું જોઈએ?

ગી ૩૯:૫-૭; માથ ૬:૩૩; યોહ ૬:૨૭

  • એને લગતા અહેવાલ:

    • લૂક ૧૨:૧૫-૨૧—ઈસુ ઉદાહરણ આપીને સમજાવે છે કે એવું વિચારવું મૂર્ખતા છે કે યહોવાની ભક્તિ કરતાં પૈસા કમાવા વધારે મહત્ત્વનું છે

    • ૧તિ ૬:૧૭-૧૯—પાઉલ અમુક ધનવાન ખ્રિસ્તીઓને ચેતવણી આપે છે કે તેઓ ઘમંડી ન બને, પણ ઉત્તેજન આપે છે કે તેઓ “સારાં કામો કરતા થાકે નહિ”

નોકરી કે કામ પસંદ કરતી વખતે કયા સિદ્ધાંતો ધ્યાનમાં રાખવા જોઈએ?

  • નિર્ગ ૨૦:૪; પ્રેકા ૧૫:૨૯; એફે ૪:૨૮; પ્રક ૨૧:૮—શું મારે એવું કોઈ કામ કરવું પડશે જેને યહોવા ધિક્કારે છે?

  • નિર્ગ ૨૧:૨૨-૨૪; યશા ૨:૪; ૧કો ૬:૯, ૧૦; ૨કો ૭:૧—શું એ નોકરી કે કામ ઈશ્વરને નારાજ કરે એવી બાબતને ટેકો આપે છે? શું એનાથી બીજાઓને ખોટું કરવાનું ઉત્તેજન મળશે? જો એ નોકરી કે કામ સ્વીકારીશ તો શું હું ઈશ્વરની નજરમાં નિર્દોષ રહી શકીશ?

  • રોમ ૧૩:૧-૭; તિત ૩:૧, ૨—શું એ કામથી દેશનો કાયદો તૂટે છે?

  • ૨કો ૬:૧૪-૧૬; પ્રક ૧૮:૨, ૪—શું એ નોકરી કે કામ જૂઠા ધર્મોને ટેકો આપે છે?

યહોવા માટે કામ કરવું

ખ્રિસ્તીઓ માટે સૌથી મહત્ત્વનું કામ કયું છે?

માથ ૨૮:૧૯, ૨૦; લૂક ૯:૨; ૨તિ ૪:૨, ૫

આપણે કેમ પૂરા તન-મનથી યહોવાની સેવા કરવા માંગીએ છીએ?

લૂક ૧૩:૨૪; રોમ ૧૨:૧૧; ૧કો ૧૫:૫૮; હિબ્રૂ ૬:૧૦-૧૨

આ પણ જુઓ: ૧તિ ૩:૧

એક ઈશ્વરભક્ત કેટલું કરી શકે છે એની સરખામણી કેમ બીજા સાથે ન કરવી જોઈએ?

ગલા ૬:૩-૫

  • એને લગતા અહેવાલ:

    • માથ ૨૫:૧૪, ૧૫—ઈસુ દાખલો આપીને સમજાવે છે કે તે પોતાના બધા શિષ્યો પાસેથી એક જેવી અપેક્ષા રાખતા નથી

    • લૂક ૨૧:૨-૪—ઈસુ જણાવે છે કે ગરીબ વિધવાનું નજીવું દાન ખૂબ કીમતી છે

યહોવાની સેવામાં કોઈ કામ મળે ત્યારે એ કામ કરવાની તાકાત કોણ આપે છે?

૨કો ૪:૭; એફે ૩:૨૦, ૨૧; ફિલિ ૪:૧૩

  • એને લગતા અહેવાલ:

    • ૨તિ ૪:૧૭—પ્રેરિત પાઉલ જણાવે છે કે જ્યારે પણ તેમને તાકાતની જરૂર હતી, ત્યારે તેમને તાકાત મળી છે

પૂરા દિલથી યહોવાની સેવા કરવાથી કેમ ખુશી મળે છે?

ગી ૪૦:૮; યોહ ૧૩:૧૭; યાકૂ ૧:૨૫

આ પણ જુઓ: માથ ૨૫:૨૩

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો