આજ્ઞા પાળવી
આજ્ઞા પાળવી કેમ જરૂરી છે?
નિર્ગ ૧૯:૫; પુન ૧૦:૧૨, ૧૩; સભા ૧૨:૧૩; યાકૂ ૧:૨૨
એને લગતા અહેવાલ:
૧શ ૧૫:૧૭-૨૩—શાઉલ રાજા યહોવાની આજ્ઞા પાળતા નથી. શમુએલ તેમને ઠપકો આપે છે અને કહે છે કે આજ્ઞા પાળવી વધારે જરૂરી છે
હિબ્રૂ ૫:૭-૧૦—ઈસુ હંમેશાં પોતાના પિતાની આજ્ઞા પાળતા હતા. જોકે તે પૃથ્વી પર આવ્યા ત્યારે અઘરા સંજોગોમાં પણ આજ્ઞા પાળવાનું શીખ્યા
અધિકારીઓ આપણને ઈશ્વરની આજ્ઞા તોડવાનું કહે ત્યારે શું કરવું જોઈએ?
એને લગતા અહેવાલ:
દા ૩:૧૩-૧૮—જીવનું જોખમ હોવા છતાં ત્રણ હિબ્રૂ યુવાનો નબૂખાદનેસ્સાર રાજાએ ઊભી કરેલી મૂર્તિ આગળ નમતા નથી
માથ ૨૨:૧૫-૨૨—ઈસુ સમજાવે છે કે તેમના શિષ્યો અધિકારીઓની વાત માનશે. પણ જો અધિકારીઓ ઈશ્વરની આજ્ઞા તોડવાનું કહે તો શિષ્યો એ વાત નહિ માને
પ્રેકા ૪:૧૮-૩૧—અધિકારીઓ પ્રેરિતોને પ્રચાર બંધ કરી દેવાનો હુકમ કરે છે, પણ પ્રેરિતો હિંમતથી પ્રચાર કરતા રહે છે
યહોવાની આજ્ઞા પાળતા રહેવા શું કરવું જોઈએ?
પુન ૬:૧-૫; ગી ૧૧૨:૧; ૧યો ૫:૨, ૩
આ પણ જુઓ: ગી ૧૧૯:૧૧, ૧૧૨; રોમ ૬:૧૭
યહોવા અને ઈસુની આજ્ઞા પાળવા આપણને કઈ વાતથી ઉત્તેજન મળે છે?
આજ્ઞા પાળવાથી કઈ રીતે આપણી શ્રદ્ધા દેખાઈ આવે છે?
રોમ ૧:૫; ૧૦:૧૬, ૧૭; યાકૂ ૨:૨૦-૨૩
આ પણ જુઓ: પુન ૯:૨૩
એને લગતા અહેવાલ:
ઉત ૬:૯-૨૨; હિબ્રૂ ૧૧:૭—નૂહ યહોવાના કહેવા પ્રમાણે જ વહાણ બનાવે છે. આ રીતે તે પોતાની શ્રદ્ધા બતાવી આપે છે
હિબ્રૂ ૧૧:૮, ૯, ૧૭—ઇબ્રાહિમને યહોવામાં શ્રદ્ધા હતી એટલે તે ઉર શહેર છોડે છે. અરે, તે પોતાના દીકરાનું બલિદાન આપવા પણ તૈયાર થઈ જાય છે
આજ્ઞા પાળનારાઓને યહોવા કેવા આશીર્વાદો આપે છે?
યર્મિ ૭:૨૩; માથ ૭:૨૧; ૧યો ૩:૨૨
એને લગતા અહેવાલ:
લેવી ૨૬:૩-૬—યહોવા વચન આપે છે કે જેઓ તેમની આજ્ઞા પાળશે તેઓને તે આશીર્વાદ આપશે અને તેઓની સંભાળ રાખશે
ગણ ૧૩:૩૦, ૩૧; ૧૪:૨૨-૨૪—કાલેબ યહોવાની આજ્ઞા પાળે છે, એટલે યહોવા તેમને આશીર્વાદ આપે છે
આજ્ઞા નહિ પાળીએ તો શું થશે?
એને લગતા અહેવાલ:
ઉત ૨:૧૬, ૧૭; ૩:૧૭-૧૯—આદમ અને હવા યહોવાની આજ્ઞા પાળતા નથી. એટલે તેઓએ એદન બાગ છોડવો પડે છે, તેઓ પાપના ગુલામ બની જાય છે અને હંમેશ માટેનું જીવન ગુમાવી દે છે
પુન ૧૮:૧૮, ૧૯; પ્રેકા ૩:૧૨, ૧૮, ૨૨, ૨૩—યહોવા ભવિષ્યવાણી કરે છે કે મૂસા કરતાં પણ મોટા પ્રબોધક ઊભા થશે અને જેઓ એ પ્રબોધકની આજ્ઞા નહિ પાળે તેઓને સજા થશે
યહૂ ૬, ૭—અમુક દૂતો તેમજ સદોમ અને ગમોરાહના લોકો યહોવાની આજ્ઞા પાળતા નથી, એટલે તેઓ પર યહોવાનો ક્રોધ સળગી ઊઠે છે
આપણે કેમ ઈસુ ખ્રિસ્તની આજ્ઞા પાળવી જોઈએ?
એને લગતા અહેવાલ:
યોહ ૧૨:૪૬-૪૮; ૧૪:૨૪—ઈસુ જણાવે છે કે જે કોઈ તેમની વાત નહિ માને તેને સજા કરવામાં આવશે
આપણે કેમ મંડળમાં આગેવાની લેતા ભાઈઓની વાત માનીએ છીએ?
પત્નીએ કેમ પોતાના પતિને આધીન રહેવું જોઈએ?
બાળકોએ કેમ માતા-પિતાનું કહેવું માનવું જોઈએ?
એને લગતા અહેવાલ:
ઉત ૩૭:૩, ૪, ૮, ૧૧-૧૩, ૧૮—યુવાન યૂસફ જાણે છે કે તેમના ભાઈઓ તેમને નફરત કરે છે, તોપણ તે પિતાનું માનીને ભાઈઓ પાસે જાય છે
લૂક ૨:૫૧—ઈસુમાં તન-મનની કોઈ ખામી ન હતી, જ્યારે કે તેમનાં માતા-પિતા યૂસફ અને મરિયમ ભૂલભરેલાં હતાં. તોપણ ઈસુ તેઓને આધીન રહે છે